ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Bill Gatesની AI Warning: ‘દુનિયા AIના ઝડપી બદલાવ માટે તૈયાર નથી’, તાત્કાલિક પગલાં લેવાની આપી ચેતવણી

વિશ્વ / Bill Gatesની AI Warning: ‘દુનિયા AIના ઝડપી બદલાવ માટે તૈયાર નથી’, તાત્કાલિક પગલાં લેવાની આપી ચેતવણી

Published By: Nirav Kumar

Last Updated: 10:15 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિલ ગેટ્સે ચેતવણી આપી છે કે AIની અસર ખુબ ઝડપી છે અને દુનિયા તેને સંભાળવા તૈયાર નથી. જેમાં નોકરીઓ, સુરક્ષા અને માનવ સંબંધો પર અસર પડી શકે છે આથી અગાઉથી તૈયારી અને નવી સિસ્ટમની જરૂર છે.

ADVERTISEMENT

માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે મોટી ચેતવણી આપી છે. જેમાં તેમને કહ્યું છે કે AIનો યુગ શરૂ થઈ ચૂક્યો છે પણ દુનિયા આ મોટા પરિવર્તન માટે તૈયાર નથી. પહેલાં ટેકનોલોજીમાં ફેરફાર ઘણી પેઢીઓમાં થતા હતા પણ AIને કારણે બધું ખુબ ઝડપથી બદલાઈ રહ્યું છે. એના માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

ગેટ્સનું માનવું છે કે AI માત્ર નોકરીઓને જ નહીં પણ સાયબર સિક્યુરિટી, ક્રાઈમ અને માનવ સંબંધો પર પણ અસર કરી શકે છે. જેમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, ઓપનએઆઈ અને મેટા જેવી કંપનીઓ નવા નવા AI મોડલ લોન્ચ કરી રહી છે પણ આ રેસ વચ્ચે સમાજ અને સરકારો તેને સંભાળવા તૈયાર નથી. તેમને કહ્યું કે આ પરિવર્તન માનવ ઇતિહાસના સૌથી મોટા ઉથલપાથલવાળા સમયમાંનું એક હોઈ શકે છે અને તેને હેન્ડલ કરવાની સ્પષ્ટ યોજના હજુ નથી.

AIના ફાયદા પણ મોટા છે. હેલ્થકેર, શિક્ષણ, સરકારી સેવાઓ અને વૈજ્ઞાનિક સંશોધનમાં તે મોટી મદદ કરી શકે છે. પણ હવે ગેટ્સ વધુ સાવધાની રાખવાનું કહી રહ્યા છે. પહેલાં મશીનોએ ફેક્ટરી અને શારીરિક કામ બદલ્યા હતા હવે AI માનવની વિચારવાની, સાંભળવાની, જોવાની અને તર્ક કરવાની ક્ષમતાને પણ પડકાર આપી રહ્યું છે. તેની અસર સોફ્ટવેર, કસ્ટમર સર્વિસ, કાયદો, આરોગ્ય અને મેન્યુફેક્ચરિંગ જેવા અનેક ક્ષેત્રો પર પડી શકે છે. જો AI અને રોબોટ વધુ સસ્તા અને ક્ષમતાવાન બનશે તો વ્હાઇટ કોલર અને બ્લૂ કોલર બંને પ્રકારની નોકરીઓ પર અસર પડી શકે છે.

ખાસ કરીને એન્ટ્રી લેવલ અને મિડ લેવલ નોકરીઓ વધુ જોખમમાં છે. યુવા કર્મચારીઓ માટે કરિયર શરૂ કરવું પણ મુશ્કેલ બની શકે છે. પહેલાં ટેકનોલોજી બદલાતા નવી નોકરીઓ પેદા થતી હતી પણ આ વખતે મામલો અલગ હોઈ શકે છે કેમ કે AIનો અસર એક દાયકામાં જ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે.

ગેટ્સે એક રસપ્રદ સૂચન પણ કર્યું છે. જેમાં તેમને ‘હ્યુમન રિઝર્વ્ડ’ નોકરીઓની વાત કરી છે, એટલે કે અમુક જવાબદારીઓ જાણી જોઈને માત્ર માનવો માટે જ રાખવી જોઈએ ભલે મશીન તે કરી શકે. ખાસ કરીને જ્યાં હ્યુમન કનેક્શન, સહાનુભૂતિ અને કેર જરૂરી હોય ત્યાં માનવની ભૂમિકા જાળવી રાખવી મહત્વની છે.

AIથી સાયબર અટેક, ઓનલાઇન ફ્રોડ, ડીપફેક અને બીજા ક્રાઈમ વધુ સરળ અને ખતરનાક બની શકે છે. પહેલાં મોટા સાયબર હુમલા માટે ખાસ ટેકનિકલ જાણકારી જોઈતી હતી પણ હવે ખોટા ઇરાદાવાળા લોકો માટે શક્તિશાળી ટૂલ્સ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. જેમાં બાળકો અને યુવાનો પર પણ અસર પડી શકે છે. જો દરેક પ્રશ્નનો જવાબ AI આપશે તો આવનારી પેઢીની સ્વતંત્ર વિચારવાની અને સમસ્યા હલ કરવાની ક્ષમતા પર પ્રશ્ન ઊભો થઈ શકે છે. માનવ સંબંધો અને સોશિયલ ક્નેક્શન પણ બદલાઈ શકે છે.

વધુ વાંચો : નેપાળ પૂર: કૈલાશ માનસરોવર જઈ રહેલ 105 ભારતીય સહીત 400 વિદેશી ટૂરિસ્ટ લાપતા! 15 હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

અહીંયા ગેટ્સ AIને રોકવાની વાત નથી કરી રહ્યા પણ તેઓ માને છે કે તેના ફાયદા મોટા છે. મુદ્દો AIને અટકાવવાનો નહીં પણ તેના સાથે આવનારા પરિવર્તન માટે અગાઉથી તૈયારી કરવાનો છે. જેમાં નવી નેશનલ અને ઇન્ટરનેશનલ સિસ્ટમ બનાવવાની જરૂર છે, જે નોકરીઓ, શિક્ષણ, ટેક્સ, હેલ્થકેર અને સુરક્ષા જેવી બાબતોને સંભાળી શકે. જેમાં AI અને રોબોટથી થતી કમાણી પર ટેક્સ લગાવીને અસરગ્રસ્ત લોકોની મદદ અને રી-ટ્રેનિંગ માટે સંસાધનો ઊભા કરી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ .

સંકળાયેલા મુદ્દાઓ

Microsoft Microsoft artificial intelligence Bill Gates

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ