ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / નેપાળમાં વિનાશક પૂર: પળવારમાં મકાનો બન્યા કાટમાળ, કાદવમાં ફસાયા મૃ*તદેહો; તબાહીના ભયાનક દૃશ્યો

photo-story

8 ફોટો ગેલેરી

તબાહી / નેપાળમાં વિનાશક પૂર: પળવારમાં મકાનો બન્યા કાટમાળ, કાદવમાં ફસાયા મૃ*તદેહો; તબાહીના ભયાનક દૃશ્યો

Last Updated: 11:52 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નેપાળના રસુવામાં ભોટેકોશી નદીના અચાનક પૂરથી ભારે તબાહી મચી છે. જેમાં 400થી વધુ લોકો ગુમ અને આશરે 100ના મૃત્યુ થયા છે. આથી નેપાળની આર્મી અને બીજી એજન્સીઓ હેલિકોપ્ટર સાથે બચાવ કાર્યમાં જોડાઈ છે.

1/8

photoStories-logo

1. નેપાળમાં પૂર

નેપાળના રસુવા વિસ્તારમાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરથી ભયાનક તબાહી મચી છે. આ આફતે પળવારમાં આસપાસના ગામડાં અને રસ્તાઓને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. જેમાં અનેક રહેણાંક ઇમારતો અને દુકાનો માલબા તથા કાદવમાં ધરાશાયી થઈ ગઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. પ્રવાસીઓ ગુમ

કૈલાશ માનસરોવર યાત્રા માર્ગ પર આવેલા આ અચાનક પૂરમાં 133 ભારતીય પ્રવાસીઓ અને વિદેશી નાગરિકો સહિત 400થી વધુ યાત્રીઓ તથા ટ્રેકર્સ ગુમ થયા છે. અત્યાર સુધી આશરે 100 લોકોના મૃત્યુની પણ ખબર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. કાદવમાં મૃતદેહ

આ પૂર સાથે આવેલા કાદવ અને લાકડાના થાંભલાઓ વચ્ચે અનેક મૃતદેહ ફસાયેલા દેખાઈ રહ્યા છે. રેસ્ક્યુ ટીમોએ માલબામાં દટાયેલા શબોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. અનેક પુલ તૂટ્યા

પૂરના તીવ્ર પ્રવાહને કારણે 40 કિલોમીટર સુધીના રસ્તા તબાહ થઈ ગયા છે. જેમાં નેપાળ-ચીન મિતેરી પુલ સહિત 19 પુલ વહી ગયા છે જેથી સંપર્ક સંપૂર્ણરીતે તૂટી ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. નેપાળ સેના

અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા અને બચાવ કાર્ય માટે નેપાળ સેના તથા બીજી ખાનગી એજન્સીઓના 15 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. તેના માધ્યમથી લોકોનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. બાલેન શાહનું નિવેદન

પ્રધાનમંત્રી બાલેન શાહે જણાવ્યું છે કે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના જીવ બચાવવા અને લાપતા લોકોની શોધ માટે નેપાળી સેના, સશસ્ત્ર પોલીસ બળ અને નેપાળ પોલીસની ટીમો તાત્કાલિક તૈનાત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. સરહદી રાજ્યોને અલર્ટ રહેવા સલાહ

નેપાળમાં આવેલા આ પૂર પછી હવે તેની સાથે સરહદે આવેલા ભારતીય રાજ્યો બિહાર અને યુપીના અમુક જિલ્લાઓને પણ અલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમાં યુપીના મહારાજગંજ અને કુશીનગર તથા બિહારના ગોપાલગંજ, બેતિયા, પશ્ચિમ ચંપારણ અને મુઝફ્ફરપુરનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ભારતે મોકલી મદદ

ભારતે પણ નેપાળમાં આવેલા વિનાશક પૂરના પ્રતિભાવમાં 10 ટન જરૂરી રાહત સામગ્રી અને તબીબી પુરવઠો વહન કરતું C-130J વિમાન તૈનાત કર્યું છે. આ રાહત સામગ્રી પહોંચાડવા માટે C-17 અને C-130 વિમાન દ્વારા હવાઈ સહાય પૂરી પાડવામાં આવશે અને બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bhotekoshi river rescue operation flash flood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ