ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કૈલાશ માનસરોવરની યાત્રા માટે જરૂરી ચીનના વિઝા લેવા ગયા, નેપાળ પૂરમાં આણંદનું કપલ ગુમ

આફત / કૈલાશ માનસરોવરની યાત્રા માટે જરૂરી ચીનના વિઝા લેવા ગયા, નેપાળ પૂરમાં આણંદનું કપલ ગુમ

Published By: Hiralal Parmar
Reported By: Ghansyam Patel

Last Updated: 03:12 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળ પૂરમાં આણંદનું એક કપલ ગુમ થયું છે. તેમની સાથે વાત થયા બાદ તેમની કોઈ જ જાણકારી નથી.

ADVERTISEMENT

નેપાળમાં આવેલા પ્રલયમાં આણંદનું દંપતી લાપતા બન્યું છે. વિમલ પટેલ અને તેમના પત્ની જૈમીના પટેલ 16 ઓગસ્ટે નમસ્તે નેપાળ ટુર એન્ડ ટ્રાવેલ્સથી નેપાળ ફરવા ગયા હતા ત્યાર બાદ નેપાળ પ્રવાસેથી તેઓ કૈલાશ માનસરોવાર યાત્રાએ નીકળ્યું હતું અને ચીનના વીઝા લેવા ગયા હતા. ગત રવિવારે પરિવારે દંપતી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રવિવાર પછીથી વિમલ પટેલ અને જૈમીના પટેલનો કોઈ સંપર્ક નથી.

નેપાળમાં મહાવિનાશક પૂર

નેપાળમાં મહાવિનાશક પૂર આવ્યું છે. કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા ઘણા યાત્રાળુઓ ફસાયા હતા. ગુજરાતમાંથી પણ કેટલાક લોકો યાત્રાએ ગયા હતા જોકે તેમાં સલામત હોવાનું જણાવાઈ રહ્યું છે. કૈલાસ-માનસરોવર યાત્રાએ ગયેલા તમામ 43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત છે.

ફ્રેન્ડશિપ બ્રિજ પસાર કર્યો પછી આવ્યું પૂર

યાત્રાળુઓએ મંગળવારે સાંજે નેપાળ-ચીનનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો હતો. બ્રિજ પાર કર્યાના આશરે 8 કલાક બાદ વિસ્તારમાં અચાનક વિનાશક પૂર આવ્યું હતું. પૂરના પાણીમાં ફ્રેન્ડશિપ બ્રિજ તણાઈ ગયો હોવાના અહેવાલ છે. યાત્રાળુઓ નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા હોવાની માહિતી છે. કુદરતી આફત વચ્ચે કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત હોવાના સમાચારથી પરિવારજનોને રાહત થઈ છે.

વધુ વાંચો : VIDEO : ધારીના ગામની સીમમાં અજગર આખું હરણ ગળી ગયો, પચાવાનું ભારે પડતાં બહાર કાઢ્યું

નેપાળ-તિબેટ બોર્ડર પર પૂર, 95 લોકોના મોત

નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. પૂરમાં અત્યાર સુધી 95 લોકોના મોતની ખબર છે. સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nepal floods nepal tragedy nepal flash floods

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ