ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ગંગા બેરેજ નજીક ટ્રેનિંગ વિમાન ખેતરમાં ક્રેશ, ટ્રેઇની પાઇલટનું મો*ત અને અન્ય પાઇલટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Last Updated: 02:16 PM, 27 August 2026
ADVERTISEMENT
કાનપુરમાં ગુરુવારે ટ્રેનિંગ વિમાન ક્રેશ થતાં મોટો અકસ્માત સર્જાયો છે. ગંગા બેરેજ નજીક નત્થાપુરવા ગામ પાસે વિમાન ખેતરમાં તૂટી પડ્યું હતું.આ અકસ્માતમાં ટ્રેનર પાઇલટ સચિન ભાટિયા અને ટ્રેઇની પાઇલટ અભિષેક પુજારીનાં મોત થયા છે. બંને પાઇલટ આ ટ્વિન-એન્જિન એરક્રાફ્ટમાં સવાર હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે પોલીસ અને રેસ્ક્યૂ ટીમ પહોંચી હતી.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે આ ચાર સીટર ટ્વિન-એન્જિન ટેકનમ એરક્રાફ્ટ હતું. વિમાન ગર્ગ એવિએશન ટ્રેનિંગ સેન્ટરથી સવારે લગભગ 11:30 વાગ્યે ઉડાન ભર્યું હતું. ત્યારબાદ લગભગ 11:50 વાગ્યે ગ્વાલટોલી વિસ્તારના નત્થાપુરવા ગામના બહારના ભાગમાં વિમાન ક્રેશ થયું હતું.
ADVERTISEMENT
અકસ્મતમાં વિમાનમાં ટ્રેનર પાઇલટ સચિન ભાટિયા અને ટ્રેઇની પાઇલટ અભિષેક પુજારી સવાર હતા. સચિન ભાટિયા ગુજરાતના રહેવાસી હતા જ્યારે અભિષેક પુજારી કર્ણાટકના રહેવાસી હતા. અકસ્માતમાં બંનેનાં મોત થયા હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે.
ADVERTISEMENT
વિમાન ખેતરમાં તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. પોલીસ અને રાહત-બચાવ ટીમે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનાસ્થળને સુરક્ષિત કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 2000 ફૂટ પહોળો ગ્લેશિયરનો હિસ્સો 4000 ફૂટ નીચે ધસી પડ્યો, બરફ-કાટમાળના સેલાબે નેપાળ-તિબેટમાં મચાવી તબાહી
ADVERTISEMENT
ટ્રેનિંગ એરક્રાફ્ટ કયા કારણોસર ક્રેશ થયું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. અકસ્માત પહેલાં વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે અન્ય કોઈ કારણ હતું તેની તપાસ કરવામાં આવશે. પોલીસ અને સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળેથી માહિતી એકત્ર કરી રહ્યા છે.
ADVERTISEMENT
પોલીસે અકસ્માતની જાણ ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન એટલે કે DGCAને કરી છે. વિમાનની ટેકનિકલ તપાસ સહિત અકસ્માતનું કારણ જાણવા માટે DGCAની ટીમ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવશે. તપાસ બાદ જ વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ