ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 150થી વધુ ડ્રગ્સ હોટસ્પોટની ઓળખ, યુવાનો સુધી નશાનો સપ્લાય પહોંચાડતા નેટવર્ક સામે પોલીસનું મેગા ઓપરેશન
Last Updated: 02:46 PM, 27 August 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેર પોલીસે પ્રથમ વખત ૧૫૦થી વધુ ડ્રગ્સ હોટસ્પોટને ઓળખી કાઢ્યા છે. સતત દરોડા અને કાર્યવાહીના આધારે ડ્રગ્સના પેડલર્સ તથા ટ્રાફિકર્સ વારંવાર જ્યાંથી ઝડપાયા છે તે સ્થળોને ઓળખી નાર્કોટિક્સની સપ્લાય ચેઈન તોડવાનો પ્રયાસ શરૂ કરાયો છે. ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાંચ (ડીસીબી) અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (એસઓજી)ની હાલની કામગીરીને વધુ મજબૂત બનાવતાં નવી એિન્ટ-ડ્રગ ટાસ્ક ફોર્સ શહેરનાં ૪૯ પોલીસ સ્ટેશનમાંથી પાંચ-પાંચ અધિકારી અને કર્મચારીને મેપ કરાયેલાં સ્થળોએ તહેનાત કરશે.
ADVERTISEMENT

આ ટીમો આવા વિસ્તારો પર નજર રાખશે, શંકાસ્પદ પેડલર્સ અને ટ્રાફિકર્સને ઓળખશે તથા સ્થાનિક સ્તરે ડ્રગ્સના સપ્લાય અંગે મળતી માહિતીના આધારે કાર્યવાહી કરશે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર અનેક હોટસ્પોટ ઊભા થયા છે. અહીં ડ્રગ્સના પેડલર્સ પોલીસની નજરથી બચવા માટે વારંવાર પોતાની રીત બદલતા હોવાનું પણ સામે આવ્યું છે. કેટલાક કિસ્સામાં શંકા ન જાય તે માટે મહિલાઓનો કુરિયર અથવા સપ્લાયર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
પોલીસે નાર્કોટિક્સ સંબંધિત કેસોમાં અગાઉ ઝડપાયેલા પેડલર્સ અને ટ્રાફિકર્સની એક યાદી તૈયાર કરી છે અને તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે સ્ટેશનો અને ખાનગી તથા સરકારી બંને બસ ડેપો પર ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખવા માટે એનસીબીના અધિકારીઓ અને કર્મચારીઓની ગુપ્ત ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. શહેરમાં પ્રવેશતાં અને બહાર જતાં વાહનોના લાઈવ સીસીટીવી ફૂટેજ મેળવવા માટે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર આવેલા કેટલાક પેટ્રોલ પંપ સાથે પણ જોડાણ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શાળા-કોલેજો પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. શંકાસ્પદ પેડલર્સ તેમજ ડ્રગ્સ ખરીદનારાઓ પર નજર રાખવા માટે પોલીસ બોડી વોર્ન છુપાયેલા કેમેરા અને ગુપ્ત દેખરેખનો ઉપયોગ કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હેતુ માત્ર પેડલર્સની ધરપકડ કરવાનો નથી, પરંતુ યુવાનો સુધી ડ્રગ્સ પહોંચાડતા નેટવર્કની કડી શોધવાનો પણ છે. પરંપરાગત પોલીસિંગથી આગળ વધીને હવે પેટ્રોલ પંપ, ટ્રાન્સપોર્ટ હબ અને અન્ય વ્યૂહાત્મક સ્થળો પર પણ નજર રાખવામાં આવશે. શંકાસ્પદ હિલચાલ તથા શહેરમાં પ્રવેશતા કે શહેરની બહાર જતા સંભવિત ડ્રગ્સના જથ્થા પર પણ નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ