ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / નેપાળમાં માત્ર 23 મિનિટમાં જળપ્રલયથી તબાહી, વિનાશનું કારણ શું? હવે ભારતના આ 8 જિલ્લામાં ખતરો, જાણો આખું કનેક્શન

photo-story

10 ફોટો ગેલેરી

EXPLAINER / નેપાળમાં માત્ર 23 મિનિટમાં જળપ્રલયથી તબાહી, વિનાશનું કારણ શું? હવે ભારતના આ 8 જિલ્લામાં ખતરો, જાણો આખું કનેક્શન

Last Updated: 10:18 AM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તિબેટમાં ભૂકંપ-હિમસ્ખલન બાદ નદીમાં પાણી અને કાટમાળની વિનાશક લહેર આવી હોવાની આશંકા; નેપાળમાં 157 મોત, 1000થી વધુ લોકો લાપતા, 133 ભારતીયો પણ સામેલ | ગંડકના રસ્તે બિહાર સુધી પહોંચી શકે છે અસર

1/10

photoStories-logo

1. નેપાળ માટે કાળ બનીને આવી

બુધવારની સવાર નેપાળ માટે કાળ બનીને આવી. તિબેટને અડીને આવેલા નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીનું પાણી અચાનક એટલી ઝડપે વધ્યું કે માત્ર 23 મિનિટમાં રસ્તા, પુલ, ઇમારતો, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને ગામો તેની ઝપેટમાં આવી ગયા. નેપાળ પોલીસના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 160થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 1000થી વધુ લોકો લાપતા છે. લાપતા લોકોમાં આશરે 400 લોકો કૈલાસ માનસરોવર યાત્રા માટે તિબેટ તરફ ગયા હતા. આમાં 133 ભારતીયો હોવાની માહિતી સામે આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. હવે સવાલ માત્ર નેપાળનો નથી.

નેપાળમાં આવેલી આ વિનાશક પૂરલહેર ભારત સુધી પહોંચશે? બિહારના કયા જિલ્લાઓમાં ખતરો છે? હિમાલયમાં આવી ઘટનાઓ અચાનક આટલી વિનાશક કેમ બની રહી છે? અને ભારતે આ ખતરાને પહોંચી વળવા શું તૈયારી કરી છે?

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. પહેલાં સમજીએ... નેપાળમાં અચાનક આટલું પાણી આવ્યું ક્યાંથી?

નેપાળમાં આવેલા અચાનક પૂર પાછળ હાલના પ્રાથમિક તારણમાં આઇસ-રોક લેન્ડસ્લાઇડ, એવલાન્ચ અને ત્યારબાદ નદીમાં આવેલી ભારે પાણી-કાટમાળની લહેરને સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે સત્તાવાર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને અંતિમ કારણ કહી શકાય નહીં. રોઇટર્સના અહેવાલ મુજબ, આ જ સમયગાળામાં તિબેટમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ પણ નોંધાયો હતો. ત્યારબાદ એવલાન્ચ અને હિમનદી વિસ્તારમાં અસામાન્ય હિલચાલની માહિતી સામે આવી. એટલે પહાડ પર બનેલી એક ઘટના થોડા જ સમયમાં નીચે વહેતી નદી અને તેના કિનારે આવેલા વિસ્તારો માટે વિનાશનું કારણ બની ગઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. લ્હેન્દે નદીમાં પહેલાં રસ્તો બંધ થયો... પછી પાણી બધું તાણી ગયું

આ સમગ્ર ઘટનાને સરળ રીતે સમજીએ. પહાડી વિસ્તારમાં બરફ અને મોટા પથ્થરોનો જથ્થો નદીમાં પડ્યો. તેના કારણે નદીનો પ્રવાહ થોડા સમય માટે અટકી ગયો અને પાણી પાછળના ભાગમાં જમા થવા લાગ્યું. ત્યારબાદ જ્યારે આ કુદરતી અવરોધ તૂટ્યો, ત્યારે જમા થયેલું પાણી અત્યંત ઝડપે નીચેની તરફ ધસી આવ્યું. પરંતુ આ માત્ર પાણીની લહેર નહોતી. તેની સાથે બરફ, પથ્થરો, માટી, ઝાડ અને પહાડનો કાટમાળ પણ વહેતો આવ્યો. આ જ કારણ છે કે ગણતરીની મિનિટોમાં રસ્તા, પુલ, મકાનો અને અન્ય બાંધકામોને ભારે નુકસાન થયું. આ ઘટનામાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ એટલે કે GLOFની શક્યતા અંગે પણ તપાસ ચાલી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. GLOF શું છે? આટલું ખતરનાક કેમ?

હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમનદીઓ પીગળવાથી અનેક જગ્યાએ પાણીનાં તળાવો બને છે. તેને ગ્લેશિયલ લેક કહેવામાં આવે છે. આવા તળાવની આસપાસ બરફ અથવા કાટમાળથી બનેલી કુદરતી દીવાલ અચાનક તૂટી જાય તો તેમાં જમા થયેલું વિશાળ પ્રમાણમાં પાણી એકસાથે નીચેની તરફ ધસી શકે છે. આ ઘટનાને GLOF કહેવામાં આવે છે. તેમાં સૌથી મોટો ખતરો એ છે કે પાણી એકલું નથી આવતું. તેની સાથે પથ્થરો, માટી, બરફ અને ઝાડનો કાટમાળ પણ નીચે આવે છે. પરિણામે રસ્તામાં આવતા પુલ, મકાન અને અન્ય માળખાં પણ તણાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. હિમાલયમાં આ ખતરો કેમ વધી રહ્યો છે?

હિમાલય પહેલેથી જ અત્યંત સંવેદનશીલ પર્વતીય વિસ્તાર છે. અહીં ગ્લેશિયર, બરફનાં તળાવો, ઊભા પહાડ અને અસ્થિર ખડકાળ ઢોળાવો છે. હવે તાપમાનમાં ફેરફાર અને ગ્લેશિયર ઝડપથી પીગળવાને કારણે જોખમ વધુ વધી રહ્યું છે. જુલાઈ 2026માં IIT ખડગપુરની એક સ્ટડી મુજબ, ઊંચાઈવાળા હિમાલયી વિસ્તારોમાં છેલ્લા 20 વર્ષમાં તાપમાનમાં આશરે 1 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થયો છે. તાપમાનમાં વધારો માત્ર ગરમી વધવાનો મુદ્દો નથી. તેની સીધી અસર ગ્લેશિયર, ગ્લેશિયલ તળાવો અને પહાડી ઢોળાવની સ્થિરતા પર પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. હિમાચલમાં 107થી વધીને 669 ગ્લેશિયલ લેક સર્જાયા

ઓગસ્ટ 2026માં IIT રોપડ અને યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સિડની સાથે જોડાયેલી એક સ્ટડીમાં હિમાચલ પ્રદેશના ગ્લેશિયલ લેક અંગે પણ ચિંતાજનક માહિતી સામે આવી. સ્ટડી મુજબ 1990માં હિમાચલ પ્રદેશમાં 107 ગ્લેશિયલ લેક હતા, જે 2024 સુધીમાં વધીને 669 થઈ ગયા. એટલે કે આશરે 525%નો વધારો. આ 669માંથી 88 તળાવો પર નેપાળ જેવી GLOFની સંભાવના હોવાનો ખતરો છે. તેમાં: 9 તળાવો 'અત્યંત જોખમી' 18 તળાવો 'વધુ જોખમી' કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. એટલે સ્પષ્ટ છે કે ખતરો માત્ર નેપાળ કે એક નદી પૂરતો મર્યાદિત નથી. સમગ્ર હિમાલયી પટ્ટો તેની અસર હેઠળ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. હવે સવાલ... નેપાળનું પાણી ભારત પહોંચશે?

આશંકાને જોતા ભારતમાં પણ સતર્કતા વધારવામાં આવી છે. નેપાળથી આવતું પાણી ત્રિશૂલી નદીના રસ્તે ગંડક નદી સુધી પહોંચી શકે છે. ત્યારબાદ બિહારના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાની શક્યતા છે. ખાસ કરીને આ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે: પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર અને વૈશાલી. આ ઉપરાંત સીતામઢી અને શિવહરને પણ મોનિટરિંગમાં રાખવામાં આવ્યા છે. પ્રાથમિક આકલન પ્રમાણે ઉત્તર પ્રદેશમાં મોટા ખતરાની શક્યતા ઓછી હોવાનું જણાવાયું છે, જોકે નદીઓ સાથે જોડાયેલા વિસ્તારોમાં સતર્કતા વધારવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. બિહારના 8 જિલ્લામાં અલર્ટ

નેપાળમાં થયેલી તબાહી બાદ બિહાર સરકારે પણ તૈયારી વધારી છે. પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહરમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આપદા વ્યવસ્થાપન વિભાગે ગંડક નદીમાં આશરે 3 મીટર ઊંચી ફ્લેશ ફ્લડ વેવ આવવાની આશંકા વ્યક્ત કરી છે. NDRFની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે, જેથી જરૂર પડે તો અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. પરંતુ અસલી ખતરો માત્ર આ પૂર પૂરતો નથી...

નેપાળની ઘટનાએ ફરી એક મોટો સવાલ ઊભો કર્યો છે. હિમાલયના ઉપરના વિસ્તારમાં જો ગ્લેશિયર, ગ્લેશિયલ લેક અથવા પહાડી ઢોળાવમાં અચાનક ફેરફાર થાય તો નીચે આવેલા વિસ્તારોને સાવચેત થવા માટે ઘણી વખત માત્ર ગણતરીની મિનિટો મળે છે. એટલે ખતરો માત્ર નદીમાં વધતા પાણીનો નથી. ખતરો છે એ અચાનક આવતી પાણી અને કાટમાળની વિનાશક લહેરનો, જે રસ્તામાં આવતી દરેક વસ્તુને તાણી જઈ શકે છે. આથી હિમાલયમાં ગ્લેશિયર, ગ્લેશિયલ લેક અને પહાડી ઢોળાવની સતત મોનિટરિંગ, સમયસર એલર્ટ સિસ્ટમ અને નીચાણવાળા વિસ્તારોમાં મજબૂત આપદા વ્યવસ્થાપન હવે પહેલાં કરતાં વધુ જરૂરી બની ગયું છે. નેપાળમાં માત્ર 23 મિનિટમાં થયેલી તબાહીએ આખા હિમાલય માટે ચેતવણી આપી છે, પહાડોમાં થતો ફેરફાર મેદાની વિસ્તારો સુધી પહોંચવામાં બહુ સમય લેતો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Explainer Nepal Video Nepal Flood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ