ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / UP-બિહાર સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદ-આંધીનું એલર્ટ! 80 KMની ઝડપે પવન, પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઇડની આશંકા

photo-story

7 ફોટો ગેલેરી

નેશનલ / UP-બિહાર સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદ-આંધીનું એલર્ટ! 80 KMની ઝડપે પવન, પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઇડની આશંકા

Last Updated: 08:14 AM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગે આજે 27 ઓગસ્ટે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી જાહેર કરી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ભૂસ્ખલનનું જોખમ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે.

1/7

photoStories-logo

1. UP-બિહાર સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદ-આંધીનું એલર્ટ!

આ હવામાન ચેતવણી એવા સમયે આવી છે જ્યારે નેપાળમાં આવેલા ભીષણ પૂર બાદ ઉત્તર પ્રદેશ અને બિહાર પર પૂરનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. નેપાળની ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલા અચાનક ઉછાળાથી ભારે નુકસાન થયું છે અને આ પાણી આગળ નારાયણી તથા ગંડક નદી મારફતે ભારત તરફ આવી રહ્યું છે. બીજી તરફ દેશમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, વીજળી અને આંધીની સ્થિતિને કારણે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 14 રાજ્યોમાં આંધી-વરસાદનું એલર્ટ

આજે 27 ઓગસ્ટે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખેડૂતો અને માછીમારોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.દિલ્હીમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ અને આંધીની શક્યતા છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર, ગૌતમ બુદ્ધ નગર, મેરઠ, ગાઝિયાબાદ, મુરાદાબાદ, આગ્રા, મથુરા, બહરાઈચ, કાનપુર, બલરામપુર, મહારાજગંજ, દેવરિયા, પ્રયાગરાજ, ગોરખપુર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. બિહારમાં ભારે વરસાદ સાથે પૂરનો ડબલ ખતરો

બિહારના પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગયા, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, મુઝફ્ફરપુર, રક્સૌલ, સમસ્તીપુર, દરભંગા, મધુબની, સેહરસા, સુપૌલ, અરરિયા, કટિહાર, પૂર્ણિયા, મધેપુરા, ખગડિયા અને બેગુસરાયમાં ભારે વરસાદ અને આંધીની શક્યતા છે. અહીં પવનની ઝડપ આશરે 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.બિહારમાં પહેલેથી જ નેપાળના પૂરના પાણીનો ખતરો છે. નેપાળની ભોટેકોશી નદીનું પાણી ત્રિશૂલી અને ત્યારબાદ નારાયણી નદીમાં મળે છે. ભારતની સરહદમાં પ્રવેશ્યા બાદ આ નદી ગંડક તરીકે ઓળખાય છે. ગંડકનું પાણી વધવાથી પશ્ચિમ ચંપારણ સહિતના વિસ્તારોમાં પૂરનું જોખમ વધી શકે છે. બિહારના 8 જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહરનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. નેપાળના પૂરની અસર ભારત સુધી પહોંચવાની આશંકા

નેપાળમાં ગ્લેશિયર તૂટવાના કારણે આવેલા ભીષણ ફ્લેશ ફ્લડથી રસુવા અને આસપાસના વિસ્તારોમાં ભારે તારાજી થઈ છે. રિપોર્ટ અનુસાર 157થી વધુ મૃતદેહ મળી આવ્યા છે અને 160થી વધુ લોકો ઘાયલ થયા છે. એક હજારથી વધુ લોકો લાપતા છે. લાપતા લોકોમાં 290થી વધુ વિદેશી પ્રવાસીઓ અને કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા 133 યાત્રીઓનો પણ સમાવેશ થાય છે.નેપાળમાં પૂરનો પ્રવાહ એટલો ઝડપી હતો કે 19થી વધુ મોટરેબલ પુલ, 40 કિલોમીટરથી વધુ રસ્તા અને 8થી વધુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટને નુકસાન થયું છે. કાઠમંડુ સાથે જોડતા અનેક નેશનલ હાઈવે ઠપ થઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી માટે નેપાળ સરકારે સેના, સશસ્ત્ર પોલીસ દળ અને પોલીસના 30 હજારથી વધુ જવાનોને તૈનાત કર્યા છે. દુર્ગમ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.નેપાળની સરહદ પાસે નદીમાં કાટમાળ હજુ સંપૂર્ણપણે સાફ થયો નથી. જેના કારણે ફરીથી પાણીનો ઝડપી પ્રવાહ આવવાની આશંકા છે. નેપાળમાંથી આવતું પાણી ગંડક ઉપરાંત કોસી, ઘાઘરા અને રાપ્તી જેવી નદીઓના જળસ્તર પર પણ અસર કરી શકે છે. આગામી 12થી 24 કલાકમાં પૂરના પાણીના ભારત પહોંચવાની આશંકા વચ્ચે બિહાર અને ઉત્તર પ્રદેશમાં તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ઉત્તર પ્રદેશ અને બિહારના આ વિસ્તારોમાં ખતરો

ઉત્તર પ્રદેશમાં મહારાજગંજ અને કુશીનગર પર ગંડક અને નારાયણી નદીના વધતા પ્રવાહનો સૌથી વધુ ખતરો છે. ગોરખપુર, દેવરિયા અને શ્રાવસ્તીમાં રાપ્તી અને ઘાઘરા નદીનું પાણી વધી શકે છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા છે. હાલમાં ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં 27 ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી પણ છે.બિહારમાં પશ્ચિમ ચંપારણ સૌથી વધુ જોખમવાળા વિસ્તારોમાં છે કારણ કે ગંડક નદી નેપાળમાંથી આ વિસ્તારમાં ભારત પ્રવેશ કરે છે. પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહર ઉપરાંત કોસી નદીના વધતા જળસ્તરથી સેહરસા અને સુપૌલમાં પણ સ્થિતિ બગડી શકે છે. વાલ્મીકિનગર બેરેજનું જળસ્તર 1 લાખ ક્યુસેકથી વધીને 3 લાખ ક્યુસેક સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આવું થાય તો તટબંધો અને નીચાણવાળા વિસ્તારોમાં જોખમ વધી શકે છે.ગંડક બેરેજના તમામ 36 ગેટ તબક્કાવાર ખોલવામાં આવ્યા છે જેથી પાણીના દબાણને નિયંત્રિત કરી શકાય. નહેરોમાં પાણીનો પુરવઠો પણ સાવચેતીના ભાગરૂપે રોકવામાં આવ્યો છે. બિહાર અને ઉત્તર પ્રદેશના અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની વધારાની ટીમો બોટ અને લાઇફ સેવિંગ સાધનો સાથે તૈનાત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પહાડી રાજ્યોમાં લેન્ડસ્લાઇડનું જોખમ

ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ, દેહરાદૂન, ઉત્તરકાશી, નૈનીતાલ, બાગેશ્વર, પિથોરાગઢ, પૌડી ગઢવાલ, ચમોલી અને ચંપાવતમાં વરસાદ અને આંધીની ચેતવણી છે. હિમાચલ પ્રદેશમાં મંડી, શિમલા, કુલ્લુ, કાંગડા, ચંબા, કિન્નૌર, સોલન અને બિલાસપુરમાં ભારે વરસાદ અને આંધીની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં વરસાદના કારણે ભૂસ્ખલનનો ખતરો પણ વધ્યો છે.જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર, બારામુલા, અનંતનાગ, બડગામ, કુલગામ, રામબન, કિશ્તવાડ, રિયાસી, જમ્મુ અને કઠુઆ સહિતના વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ છે. પંજાબમાં લુધિયાણા, પટિયાલા, ચંડીગઢ, હોશિયારપુર, ભટિંડા, અમૃતસર, કપૂરથલા અને જાલંધરમાં ભારે વરસાદ અને આંધીની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ખેડૂતો અને મુસાફરો માટે ખાસ ચેતવણી

રાજસ્થાનના હનુમાનગઢ, ચુરુ, ઝુનઝુનુ, અલવર, ભરતપુર, ધોલપુર અને સીકરમાં વરસાદનું યલો એલર્ટ છે. મધ્ય પ્રદેશના ધાર, ઉજ્જૈન, રતલામ, વિદિશા, ભોપાલ, રાયસેન, કટની, બાલાઘાટ, બેતુલ, ભિંડ, દમોહ, દતિયા, મંદસૌર, મુરૈના અને ઈન્દોરમાં ભારે વરસાદ અને આંધીની શક્યતા છે.પૂર્વ ભારતના વિસ્તારોમાં વરસાદથી ઉભા પાકને નુકસાન થવાની આશંકા છે. કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની અને ગાજવીજની સ્થિતિ સર્જાઈ શકે છે. જંગલ અને પહાડી વિસ્તારોમાં મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. ખેડૂતો અને માછીમારોને હવામાનની સ્થિતિ પર નજર રાખવા જણાવાયું છે. આ દરમિયાન લોકોને જરૂરી ન હોય તો જોખમી વિસ્તારોમાં બહાર ન નીકળવાની અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Alert Heavy Rain UP Bihar Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ