ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / નેપાળ પૂર: ‘પત્ની કાટમાળમાં દટાઈ ગઈ, અમે છત પર રહી જીવ બચાવ્યો’, પૂર પીડિતે સંભળાવી દર્દનાક આપવીતી

નેશનલ / નેપાળ પૂર: ‘પત્ની કાટમાળમાં દટાઈ ગઈ, અમે છત પર રહી જીવ બચાવ્યો’, પૂર પીડિતે સંભળાવી દર્દનાક આપવીતી

Published By: Jinal Chauhan

Last Updated: 07:29 AM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં આવેલા ભીષણ પૂરે અનેક પરિવારોની જિંદગી બદલી નાખી છે. કોઈએ પોતાના સ્વજનો ગુમાવ્યા તો કોઈએ કલાકો સુધી છત પર રહીને જીવ બચાવ્યો.પૂરપીડિત કેશવ પ્રસાદ બરાલે પોતાની દર્દનાક આપવીતી સંભળાવતા કહ્યું કે તેમની પત્ની કાટમાળમાં દટાઈ ગઈ હતી જ્યારે તેઓ છત પર રહીને મદદની રાહ જોતા હતા.

ADVERTISEMENT

નેપાળમાં આવેલા ભીષણ પૂરે ભારે તબાહી સર્જી છે. અનેક લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો લાપતા બન્યા છે.રસુવા વિસ્તારમાં ભોટેકોશી નદીમાં આવેલા પૂર બાદ અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે જ્યારે અનેક લોકો જીવ બચાવવા માટે કલાકો સુધી ઘરની છત પર આશરો લેવા મજબૂર બન્યા હતા.

કેશવ પ્રસાદ બરાલે પોતાની દર્દનાક આપવીતી સંભળાવતા કહ્યું કે પૂરનું પાણી તેમના ઘરની ઉપરની માળ સુધી પહોંચી ગયું હતું. તેમની પત્ની કાટમાળમાં દટાઈ ગઈ હતી જ્યારે કેશવ સહિત પરિવારના અન્ય સભ્યો જીવ બચાવવા માટે છત પર પહોંચી ગયા હતા.કેશવે જણાવ્યું કે લગભગ 4થી 5 કલાક બાદ હેલિકોપ્ટર મારફતે તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓ સતત પોતાના પરિવારજનોની ચિંતા કરી રહ્યા હતા.

આ પૂરમાં 11 વર્ષની રિહાના લામિછાને પણ મુશ્કેલીમાં ફસાઈ હતી. સ્કૂલથી ઘરે પરત ફરતી વખતે તે નદી પાર કરી રહી હતી ત્યારે અચાનક પૂરનું પાણી ઝડપથી આવી ગયું હતું. આ ઘટનામાં તેની છાતી અને પગમાં ઈજા થઈ છે.

vtv app promotion

આ પણ વાંચોઃ નેપાળમાં ભયાનક પૂરથી તબાહી, 157નાં મો*ત; 750થી વધુ લોકો લાપતા

રિહાનાએ કહ્યું કે તે સુરક્ષિત હોવા બદલ ખુશ છે પરંતુ તેના મિત્રો ક્યાં છે તેની તેને જાણ નથી. પૂરનું પાણી અચાનક વધતા અનેક બાળકો અને પરિવારો એકબીજાથી વિખૂટા પડી ગયા હતા.

નેપાળના વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા મુજબ આ આપત્તિમાં 484 પ્રવાસીઓ લાપતા થયા છે. તેમાં 391 વિદેશી નાગરિકો અને 93 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. લાપતા વિદેશી પ્રવાસીઓમાં 100થી વધુ ભારતીયો પણ હોવાનું જણાવાયું છે.

અમેરિકન જિયોલોજિકલ સર્વે અનુસાર નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા એક મોટા ભૂસ્ખલન બાદ આ આપત્તિ સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. ભૂસ્ખલનના કારણે મોટી માત્રામાં બરફ, પથ્થરો, કાદવ અને પાણી લ્હેન્ડે ખોલા નદીમાં વહી ગયા હતા. ત્યારબાદ ભોટેકોશી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhotekoshi River Nepal Flood Flood Victims

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ