ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વરસાદી વિરામ વચ્ચે ગુજરાતમાં ગરમી-બફારો યથાવત, આજે અહીં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
8 ફોટો ગેલેરી
Last Updated: 08:17 AM, 27 August 2026
1/8
ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વિરામ જોવા મળી રહ્યો છે. બીજી તરફ તાપમાનનો પારો ઉંચો જવાના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ લોકોને ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. આગામી 28થી 31 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થઈ શકે છે. જોકે તાપમાનનો પારો ઉંચો રહેવાની શક્યતા હોવાથી દિવસ દરમિયાન ગરમી અને બફારો યથાવત રહેવાની શક્યતા છે.
2/8
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27 ઓગસ્ટ 2026ના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
ADVERTISEMENT
3/8
28થી 31 ઓગસ્ટ દરમિયાન પણ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે છોટા ઉદેપુર, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
4/8
1 સપ્ટેમ્બર 2026ના રોજ વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
5/8
નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ પ્રમાણે 2થી 5 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. નવસારી, ડાંગ, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
6/8
વરસાદ ખેંચાતા રાજ્યમાં હાલ ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર 27થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 31થી 36 ડિગ્રી કે તેથી વધુ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24થી 26 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ શકે છે. જેના કારણે દિવસ દરમિયાન ગરમી અને બફારો તથા રાત્રે પણ ઉકળાટ અનુભવાઈ શકે છે. જોકે સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં ગરમી અને ઉકળાટથી થોડી રાહત મળવાની શક્યતા છે. 1થી 5 સપ્ટેમ્બર દરમિયાન મહત્તમ તાપમાન 28થી 34 ડિગ્રીની આસપાસ રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22થી 26 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
7/8
અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહી શકે છે. રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. સુરતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે. વડોદરામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
8/8
ગઈકાલે અમદાવાદમાં મહત્તમ 34.1 અને લઘુત્તમ 26.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં મહત્તમ 33.6 અને લઘુત્તમ 26.9 ડિગ્રી, ગાંધીનગરમાં 33.2 અને 26.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 33.8 અને 26.4 ડિગ્રી, વડોદરામાં 33 અને 26.4 ડિગ્રી તથા સુરતમાં 32.9 અને 26.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Raksha Bandhan 2026 / જાણો આજે કે કાલે છે રક્ષાબંધન ? રાખડી બાંધવા મળશે આટલો જ સમય
5 ફોટોઝ
Raksha Bandhan 2026 / રક્ષાબંધને શનિ-રાહુ-કેતુ વક્રી અને બુધ અસ્ત! 4 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
ટોપ સ્ટોરીઝ