ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 સપ્ટેમ્બરથી થશે આ 5 મોટા ફેરફાર! જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર

photo-story

6 ફોટો ગેલેરી

Rule Change / 1 સપ્ટેમ્બરથી થશે આ 5 મોટા ફેરફાર! જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર

Last Updated: 10:33 AM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Rule Change: ઓગસ્ટ મહિનો પૂરો થવાને આરે છે અને પાંચ દિવસમાં સપ્ટેમ્બરનો નવો મહિનો શરૂ થશે, જે પોતાની સાથે અનેક મોટા ફેરફારો લઈને આવશે. આ ફેરફારો તમારા ઘરના રસોડાના બજેટથી લઈને વિદેશ પ્રવાસ સુધીની તમામ બાબતો પર અસર કરે છે, તેથી તેના વિશે માહિતગાર રહેવું તમારા માટે જરુરી છે.

1/6

photoStories-logo

1. 1લી સપ્ટેમ્બરથી થશે આ મુખ્ય ફેરફાર

એક તરફ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી (LPG) સિલિન્ડરના સુધારેલા ભાવ જાહેર કરવાની તૈયારીમાં છે, ત્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના દરોમાં થતા ફેરફારોને કારણે હવાઈ મુસાફરીના ખર્ચમાં વધઘટ થઈ શકે છે. આ ઉપરાંત, ટાટા કારના શોખીનોને નિરાશાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે આ વાહનોના ભાવમાં વધારો થવાની શક્યતા છે. આવો 1લી સપ્ટેમ્બરથી અમલમાં આવનારા આવા છ મુખ્ય ફેરફારો પર એક નજર કરીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પહેલો બદલાવ: LPG સિલેન્ડના ભાવ

દરેક મહિનાની શરૂઆતમાં ઘણીવાર નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળે છે, જેમાં ખાસ કરીને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી (LPG) સિલિન્ડરના ભાવમાં કરવામાં આવતા ફેરફારોનો સમાવેશ થાય છે. 1લી સપ્ટેમ્બરે એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવશે, જેની સીધી અસર ઘરના રસોડાના બજેટ પર પડશે. અગાઉ 1લી ઓગસ્ટના રોજ, કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 202નો ઘટાડો કર્યો હતો, જ્યારે 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. બીજો બદલાવ: LPG e-KYCનો નિયમ

જો તમે વર્તમાન ભાવે ઘરેલું LPG સિલિન્ડર મેળવવાનું ચાલુ રાખવા માંગતા હોય, તો LPG સંબંધિત એક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે તમારી પાસે 31 ઓગસ્ટ સુધીનો એટલે કે પાંચ દિવસનો સમય છે. IOCL, BPCL અને HPCL એ તાજેતરમાં જ LPG e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 23 ઓગસ્ટથી લંબાવીને 31 ઓગસ્ટ કરી છે. જો આમ કરવામાં નિષ્ફળતા મળે, તો 1લી સપ્ટેમ્બરથી તમારે ઊંચા ભાવે LPG ખરીદવો પડી શકે છે અથવા સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ત્રીજો બદલાવ: ATF, CNG-PNG ની કિંમત

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાના પ્રથમ દિવસે વહેલી સવારે માત્ર એલપીજી (LPG)ના નવા ભાવ જ જાહેર કરતી નથી, પરંતુ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં પણ ફેરફાર કરે છે, જેની સીધી અસર હવાઈ મુસાફરોના પ્રવાસ ખર્ચ પર પડે છે. સપ્ટેમ્બર મહિના માટે પણ ATFના નવા ભાવ જાહેર થઈ શકે છે. આ ઉપરાંત, CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ચોથો બદલાવ: આ કાર થઇ જશે મોંઘી

સપ્ટેમ્બરની શરૂઆત કારના શોખીનો માટે એક મોટો આંચકો લઈને આવનાર છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ 1 સપ્ટેમ્બર, 2026થી અમલમાં આવે તે રીતે તેની તમામ કાર અને SUVની કિંમતોમાં 25,000 સુધીનો વધારો કરવા જઈ રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, કિંમતોમાં આ વધારો ઇન્ટરનલ કમ્બશન એન્જિન (ICE) વાહનો અને ઇલેક્ટ્રિક વાહનો (EVs) બંનેને લાગુ પડશે, જોકે વધારાની રકમ ચોક્કસ મોડેલ અને વેરિઅન્ટના આધારે અલગ-અલગ હશે. ટાટા ઉપરાંત, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ પણ તેની કાર માટે આ વર્ષે કિંમતોમાં ત્રીજી વખત વધારો કરવાની જાહેરાત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પાંચમો બદલાવ: Airport થી જોડાયેલો બદલાવ

1 September Rule Changeમાં તમારી વિદેશ યાત્રા અંગેનો એક મહત્વપૂર્ણ ફેરફાર સામેલ છે. અહેવાલો અનુસાર, ભારતથી રવાના થતા મુસાફરોએ હવે ઇમિગ્રેશન કાઉન્ટર પર તેમના બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ લગાવવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ તેમના મોબાઈલ ફોન પર ઈલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટેડ નકલ રજૂ કરીને ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ ફેરફારથી હવાઈ મુસાફરોને ઘણી રાહત મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Car Price Hike 1st september Rule Change
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ