ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Raksha Bandhan Special: ગેસ સળગાવ્યા વિના 10-15 મિનિટમાં બનાવો ક્રીમી ફ્રૂટ ક્રીમ, ભાઈને આવશે ખૂબ પસંદ

photo-story

4 ફોટો ગેલેરી

રેસીપી / Raksha Bandhan Special: ગેસ સળગાવ્યા વિના 10-15 મિનિટમાં બનાવો ક્રીમી ફ્રૂટ ક્રીમ, ભાઈને આવશે ખૂબ પસંદ

Last Updated: 11:38 AM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગેસ વગર માત્ર 10-15 મિનિટમાં ઘરે બનતી આ ફ્રૂટ ક્રીમ રક્ષાબંધન માટે પરફેક્ટ મીઠાઈ છે. જેમાં રક્ષાબંધનના તહેવાર પર ક્રીમ, દહીં અને તાજા ફળોથી બનેલી આ ઠંડી મીઠાઈ ભાઈને ચોક્કસ ગમશે.

1/4

photoStories-logo

1. ફ્રૂટ ક્રીમ

રક્ષાબંધનના તહેવાર પર ભાઈને કંઈક ખાસ અને ઘરેલું મીઠાઈ આપવાનું મન થાય તો બજારની મીઠાઈને બદલે ઘરે જ ફ્રૂટ ક્રીમ બનાવી શકો છો. જેમાં સૌથી મોટી વાત એ છે કે આ મીઠાઈ બનાવવા માટે ગેસ પણ સળગાવવાની જરૂર નથી. માત્ર 10-15 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ઠંડી-ઠંડી ક્રીમી સ્વાદથી ભાઈની તારીફ સાંભળવા મળે તેવી બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. સામગ્રી

1 કપ ઠંડી અનસ્વીટન્ડ વ્હિપિંગ ક્રીમ, 1 કપ સાદું દહીં, 4 મોટા ચમચા પીસેલી ખાંડ, 1 નાનો ચમચો વેનીલા એક્સટ્રેક્ટ, ¼ કપ કાપેલું સફરજન, ¼ કપ કાપેલું કેળું, ¼ કપ કાપેલી કીવી, ¼ કપ દાડમના દાણા, ¼ કપ કાપેલી સ્ટ્રોબેરી, ¼ કપ કાપેલા લીલા દ્રાક્ષ, ¼ કપ કાપેલું સંતરું, ¼ કપ કાપેલું કેરી, 2 મોટા ચમચા કાજુ, 2 મોટા ચમચા બદામ, 1 મોટો ચમચો પિસ્તા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. બનાવવાની રીત

પહેલા એક મોટા વાસણમાં ઠંડી વ્હિપિંગ ક્રીમ નાખો. તેમાં દહીં ઉમેરીને સારી રીતે ફેંટો. હવે પીસેલી ખાંડ અને વેનીલા એક્સટ્રેક્ટ નાખીને એટલી વાર ફેંટો કે મિશ્રણ સુંવાળું અને ક્રીમી બની જાય.ત્યારબાદ સફરજન, કેળું, કીવી, દાડમ, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, સંતરું અને કેરીને નાના-નાના ટુકડામાં કાપી લો. આ બધા ફળોને ક્રીમમાં હળવે હાથે મિક્સ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. આમ ક્રીમી ફ્રૂટ ક્રીમ તૈયાર થશે

હવે કાપેલા કાજુ, બદામ અને પિસ્તા ઉમેરો. ધ્યાન રાખો કે ફળોને વધુ પડતા ન હલાવો, નહીં તો તેઓ તૂટી જાય અને પાણી છોડી દે, જેથી ક્રીમ પાતળી પડી જાય .બધું સારી રીતે મિક્સ થઈ ગયા પછી વાસણને ઢાંકીને લગભગ 2 કલાક માટે ફ્રિજમાં રાખો. પીરસતા પહેલાં ઉપરથી થોડા દાડમના દાણા, સ્ટ્રોબેરી અને પિસ્તા છાંટી દો. આમ તમારી ઠંડી અને ક્રીમી ફ્રૂટ ક્રીમ તૈયાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

fruit cream sweet Raksha Bandhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ