ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કોણ હતા અંકિત બાલિયાન ? ‘ગોળી મારેંગે' ગીતથી મેળવી હતી લોકપ્રિયતા, રાજકારણમાં જોડાવાની પણ હતી તૈયારી

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / કોણ હતા અંકિત બાલિયાન ? ‘ગોળી મારેંગે' ગીતથી મેળવી હતી લોકપ્રિયતા, રાજકારણમાં જોડાવાની પણ હતી તૈયારી

Last Updated: 11:40 AM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હરિયાણવી સંગીત જગતમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં પ્રખ્યાત ગાયક અંકિત બલિયાનની નિર્દયતાપૂર્વક ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

1/6

photoStories-logo

1. અંકિતે 2 કલાક પહેલા જ વીડિયો પોસ્ટ કર્યો હતો

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં પ્રખ્યાત ગાયક અંકિત બલિયાનની નિર્દયતાપૂર્વક ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આઘાતજનક બાબત એ છે કે, આ ભયાનક ઘટનાના માત્ર બે કલાક પહેલાં જ અંકિતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. લાખો ચાહકો અને સંગીત જગત આઘાતમાં

સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડાયેલા રહેતા આ કલાકાર કાયમ માટે શાંત થઈ જશે, તેનો કોઈને જ અંદાજ નહોતો. આ અચાનક સર્જાયેલી દુર્ઘટનાથી અંકિતનો પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે, જ્યારે તેના લાખો ચાહકો અને સંગીત જગત આઘાતમાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કોણ હતા અંકિત બલિયાન?

અંકિત બલિયાન મૂળ શામલી જિલ્લાના બંટીખેડા ગામના વતની હતા. પોતાની ગાયકી અને પ્રતિભાને કારણે તેમણે હરિયાણવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઝડપથી પોતાની ઓળખ બનાવી લીધી હતી. તેઓ માત્ર ગાયક જ નહીં, પરંતુ એક કુશળ અભિનેતા, ગીતકાર અને સંગીતકાર પણ હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશના શામલીનું વાતાવરણ અને સંસ્કૃતિ હરિયાણા સાથે ઘણી સામ્યતા ધરાવે છે. પરિણામે, અંકિત બાળપણથી જ હરિયાણવી સંગીત તરફ આકર્ષાયો હતો. તેણે પોતાની આગવી 'દેશી' ગાયકી શૈલીથી તમામ વયના લોકોનાં દિલ જીતી લીધાં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બાળપણથી જ મ્યુઝિકનો શોખ હતો

અંકિતને બાળપણથી જ સંગીતનો શોખ હતો, પરંતુ તેને સાચી વ્યાવસાયિક ઓળખ લગભગ ત્રણ વર્ષ પહેલાં મળી. ત્યારથી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને યુટ્યુબ તથા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર તેની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી ગઇ હતી. અંકિતના ગીતોની ખાસિયત એ હતી કે, તેમાં ગ્રામીણ જીવનની વાસ્તવિક ભાવના અને આજના યુવાનોની લાગણીઓને ખૂબ જ સરળ છતાં અસરકારક રીતે રજૂ કરવામાં આવતી હતી. આ જ કારણ છે કે યુવાનોમાં તેનો અલગ જ ક્રેઝ જોવા મળતો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આ પ્રોજેક્ટ પર કર્યુ કામ

પોતાના કરિયર દરમિયાન, અંકિતે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું. તેમના સૌથી પ્રખ્યાત ગીતોમાં 'ખટોલા', 'જેલ કે ભીતર ભારી કોર્ટ મેં ગોલી મારેંગે' અને 'જાટ-જાટની' જેવા ગીતોનો સમાવેશ થાય છે, જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હત્યાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા

તેમણે હરિયાણવી ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો જેમ કે માસૂમ શર્મા, રાનુ પંજાબી, અંજલિ રાઘવ અને આશુ ટ્વિંકલ સાથે પણ કામ કર્યું હતું. જાણવા મળ્યું છે કે, અંકિત બાલિયાન તે સમયે જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારી પણ કરી રહ્યા હતા. તેમની હત્યાએ હવે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

haryanvi singer viral song who is ankit balian
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ