ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત સિવિલમાં 19 વર્ષીય પ્રેમિકાને મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર! પરિવારનો ગંભીર આક્ષેપ, રાજસ્થાન પોલીસની તપાસ શરૂ

ગુજરાત / સુરત સિવિલમાં 19 વર્ષીય પ્રેમિકાને મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર! પરિવારનો ગંભીર આક્ષેપ, રાજસ્થાન પોલીસની તપાસ શરૂ

Published By: Nidhi Panchal
Reported By: Dhruv Sompura

Last Updated: 11:18 AM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત સિવિલ હોસ્પિટલમાં 19 વર્ષીય યુવતીના મોત બાદ એક ચોંકાવનારી પ્રેમકહાની સામે આવી છે. પરિવારનો આરોપ છે કે 45 વર્ષીય દિલીપ યુવતીને રાજસ્થાનથી સુરત લાવ્યો અને હોસ્પિટલમાં તેને રઝળતી મૂકીને ફરાર થઈ ગયો.

ADVERTISEMENT

સુરત સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કરી દીધા છે. 19 વર્ષીય યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ થોડા સમયની સારવાર બાદ તેનું મોત થયું હતું. યુવતીના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જોકે, આ આખી ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે યુવતી સાથે રહેલો 45 વર્ષીય તેનો પ્રેમી દિલીપ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો.

civil-2

પરિવારજનોના આક્ષેપ મુજબ દિલીપે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે યુવતીને રાજસ્થાનથી સુરત લાવ્યો હતો. સુરત આવ્યા બાદ યુવતીની તબિયત બગડતા તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં યુવતીને દાખલ કર્યા પછી પરિવારજનોનો આરોપ છે કે દિલીપે તેની જવાબદારી લેવાને બદલે તેને હોસ્પિટલમાં જ રઝળતી મૂકી દીધી.

દિલીપે યુવતીના હોસ્પિટલના ફોટા તેના પરિવારજનોને મોકલ્યા

આ ઘટના પછી જાણે રહસ્ય વધુ ઘેરું બન્યું. પરિવારજનોનો આરોપ છે કે દિલીપે યુવતીના હોસ્પિટલના ફોટા તેના પરિવારજનોને મોકલ્યા હતા. ફોટા મોકલ્યા બાદ તેણે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો અને ત્યાંથી ફરાર થઈ ગયો. પરિવાર માટે આ ઘટના ખૂબ જ આઘાતજનક બની હતી. એક તરફ દીકરી હોસ્પિટલમાં જીવન સામે લડી રહી હતી અને બીજી તરફ તેની સાથે રહેલો વ્યક્તિ અચાનક ગાયબ થઈ ગયો હતો.

પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ

થોડી જ સારવાર બાદ યુવતીનું મોત થતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરીને રાજસ્થાનથી સુરત લાવવામાં આવી, હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી અને પછી તેનું મોત થયું, જ્યારે દિલીપનો કોઈ પત્તો નહોતો. હવે પરિવારજનો દિલીપની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી રહ્યા છે.

Civil-3

આ ઘટનાની જાણ થતાં રાજસ્થાન પોલીસ પણ તપાસ માટે સુરત પહોંચી હોવાનું સામે આવ્યું છે. એટલે હવે આ મામલાની તપાસ માત્ર સુરત પૂરતી સીમિત રહી નથી. યુવતી રાજસ્થાનથી સુરત કેવી રીતે આવી, તેની સાથે દિલીપનો સંબંધ કેટલા સમયથી હતો, તેને સુરત કેમ લાવવામાં આવી અને હોસ્પિટલમાં તેને એકલી મૂકીને દિલીપ કેમ ભાગી ગયો જેવા અનેક સવાલોના જવાબ તપાસમાં શોધવાના રહેશે.

કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા

હાલમાં યુવતીના પરિવારજનો દિલીપ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. પરિવારનો આરોપ છે કે દિલીપે યુવતીને પ્રેમના નામે પોતાની સાથે લાવી અને મુશ્કેલીના સમયે તેને એકલી છોડી દીધી. યુવતીના મોત બાદ હવે પરિવારને પોતાની દીકરી સાથે ખરેખર શું થયું હતું તે જાણવા માટે જવાબની રાહ છે.

આ પણ વાંચો : કારચાલકે ઓવરટેક કરતાં 2 રિક્ષાને મારી ટક્કર, અકસ્માતમાં બાળકો સહિત 14 ઈજાગ્રસ્ત

સમગ્ર મામલામાં પોલીસ તપાસ આગળ વધશે તેમ ઘટનાની વધુ વિગતો સામે આવી શકે છે. હાલમાં પરિવારના આક્ષેપોને આધારે દિલીપની ભૂમિકા તપાસનો મહત્વનો ભાગ બની છે. યુવતીને રાજસ્થાનથી સુરત લાવવાથી લઈને હોસ્પિટલમાં છોડી ફરાર થવા સુધીની આખી કડી પોલીસ માટે પણ મહત્વની બની છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે દિલીપ ક્યાં ગયો અને યુવતી સાથે અંતે એવું શું બન્યું કે હોસ્પિટલમાં તેનું મોત થયું?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Civil Hospital Surat Crime Love Crime

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ