ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઈડરમાં 12 અને 8 વર્ષના બે ભાઈઓની હત્યાથી સનસનાટી મચી, ખુદ હત્યારાએ કર્યો ખુલાસો

સાબરકાંઠા / ઈડરમાં 12 અને 8 વર્ષના બે ભાઈઓની હત્યાથી સનસનાટી મચી, ખુદ હત્યારાએ કર્યો ખુલાસો

Published By: Hiralal Parmar
Reported By: Sandip Patel

Last Updated: 03:46 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈડરના એક ગામમાં બે બાળકોની હત્યાનો મામલો સામે આવ્યો છે અને ખુદ આરોપીએ હત્યાનો ખુલાસો કર્યો હતો.

ADVERTISEMENT

ઈડરના સમલાપુરમાં માસૂમ ફૂલો જેવા બે સગા ભાઈઓની ક્રૂર હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો ખુદ આરોપીએ જ કરતા જિલ્લાભરમાં ભારે ખળભળાટ સર્જાયો છે. જમીનની લાલચ તેમજ અંધશ્રદ્ધાના પગલે આરોપીએ બે દિવસ પહેલા 8 વર્ષીય કેવલજીની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું જોકે બે દિવસ ના રિમાન્ડ દરમિયાન મૃતક ના મોટાભાઈ અમિતજીની હત્યાનો પણ પર્દાફાશ થયો છે આરોપીએ એકવર્ષ પહેલા 12 વર્ષના માસૂમ અમિતજી ને પણ પાણીમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો, એકજ વર્ષમાં બે દીકરાઓ ગુમાવનાર સમાજ અને પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યું છે.

8 વર્ષના બાળકની અંતિમયાત્રાના દિવસે કર્યો ખુલાસો

સાબરકાંઠાના ઇડર તાલુકાના સમલાપુરથી સામે આવ્યો છે. જે ઉંમરે બાળકોના હાથમાં રમકડાં અને પુસ્તકો હોવા જોઈએ, તે ઉંમરે બે માસૂમ ફૂલો જેવા ભાઈઓ જમીનની હવસ અને અંધશ્રદ્ધાના અંધકારનો ભોગ બની ગયા. બે દિવસ પહેલાં જે ઘરમાંથી 8 વર્ષના કેવલજીની અર્થી ઊઠી હતી, એ જ હત્યારા સાવનજી ઠાકોરે કબૂલાત કરી છે કે એક વર્ષ પહેલાં તેણે આ જ બાળકના 12 વર્ષના મોટાભાઈ અમિતજી ને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે પોલીસ રિમાન્ડ દરમિયાન ખૂલેલી આ વિગત ના પગલે એક વર્ષ પહેલાનો ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે તેમજ એક જ પરિવારના બે સંતાનોની હત્યા નો ભેદ ખુલતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે જોકે હાલમાં પોલીસે આરોપીને ઝડપી લઇ વધુ તપાસ હાથધરી છે.

મોટા પુત્રને ચેકડેમમાં નાખી હત્યા કરી

બે દિવસ પહેલા 8 વર્ષીય કેવલજીની ઘાતકી હત્યા થઈ ત્યારે પરિવાર હજુ આઘાતમાંથી બહાર આવ્યો પણ નહોતો. પોલીસ તપાસ દરમિયાન જ્યારે હત્યારા સાવનજી ઠાકોર ને બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે ગત વર્ષે ગુમ થયેલો પરિવારનો 12 વર્ષનો મોટો દીકરો અમિતજી ને પણ પાણી ભરેલા ચેકડેમમાં નાખી તેની હત્યા કરી હતી. અંધશ્રદ્ધા અને જમીનના વહેમમાં ચેકડેમના ઊંડા પાણીમાં ધક્કો મારી મોતને હવાલે કરી દેવાયા ની વિગતો ખુલતા સમગ્ર વિસ્તારમાં ભારે હડકમ સર્જાયો છે.

વધુ વાંચો : કૈલાશ માનસરોવરની યાત્રા માટે જરૂરી ચીનના વિઝા લેવા ગયા, નેપાળ પૂરમાં આણંદનું કપલ ગુમ

સાવનજી ઠાકોર જેલના સળિયા પાછળ

હાલ પોલીસે આરોપી સાવનજી ઠાકોર સામે વધુ એક હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, પરંતુ એક જ વર્ષમાં પોતાના બંને વ્હાલસોયા દીકરા ગુમાવનાર એ લાચાર માતા-પિતાના આક્રંદ નો જવાબ કાયદા પાસે પણ નથી તે નક્કી છે, ત્યારે કુદરત અને સમાજ થી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપી સાવનજી ઠાકોર કાયદા ની કલમ આગળ ભાગી પડ્યો છે, તેવામાં કુદરત અને સમાજે સાવનજી ઠાકોરને માફ કર્યો હશે જોકે કાયદો માફ નહીં કરે તે નક્કી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ