ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદનો વ્યક્તિ નેપાળમાં ગુમ, કૈલાશ યાત્રાએ ગયા બાદ સંપર્ક તૂટ્યો, ત્રણ મિત્રો સાથે ફરવા ગયા હતા

આફત / અમદાવાદનો વ્યક્તિ નેપાળમાં ગુમ, કૈલાશ યાત્રાએ ગયા બાદ સંપર્ક તૂટ્યો, ત્રણ મિત્રો સાથે ફરવા ગયા હતા

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 04:06 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનો એક વ્યક્તિ નેપાળમાં ગુમ છે તેઓ ત્રણ મિત્રો સાથે કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા.

ADVERTISEMENT

નેપાળમાં આવેલા મહાપૂરમાં અનેક ભારતીયો સહિત ગજરાતીઓ પણ ગુમ થયાં છે જેમની જાણકારી હવે સામે આવી રહી છે આમાંના એક અમદાવાદના વ્યક્તિ પણ છે. મુળ વડનગરના રહેવાસી ભાવિન રાવલ તેમના ત્રણ મિત્રો સાથે ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા અને કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા અને ત્યાં પૂર આવતાં તેઓ ફસાયા હતા ત્યાર બાદ પછી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

પત્નીએ ગઈ કાલે કરી હતી વાત

ઉલ્લેખનીય છે કે પત્ની આરતી રાવલે તેમના પતિ ભાવિન રાવલ સાથે ગઈ કાલે વાત કરી હતી. પરંતુ બુધવારના પૂર બાદ તેમનો સંપર્ક કપાઈ ગયો હતો. ભાવીનના ભાઈ ધવલે સરકારને જાણ કરી હતી.

નેપાળમાં આવેલા પૂરમાં ગુજરાતના 12 લોકો ગુમ

નેપાળમાં અમદાવાદ અને સુરતના સૌથી વધુ 3-3 લોકો ફસાયા છે જ્યારે આણંદના 2, વલસાડ અને રાજકોટના 1-1 યુવક ફસાયા છે. મોટાભાગના પ્રવાસીઓ કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હોવાનું સામે આવ્યું છે. નેપાળમાં આવેલા પૂરમાં ગુજરાતના 12 લોકો ગુમ થયા છે. આ ગુમ થયેલા લોકોમાંથી મોટાભાગના કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતા.

વધુ વાંચો : VIDEO : ધારીના ગામની સીમમાં અજગર આખું હરણ ગળી ગયો, પચાવાનું ભારે પડતાં બહાર કાઢ્યું

ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

નેપાળમાં ફસાયેલા ભારતીયોને લઇને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાનું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ભારતીયોને પરત લાવવા માટે એમ્બેસી કાર્યરત છે.

આણંદનું દંપતી પણ ગુમ

નેપાળમાં આવેલા પ્રલયમાં આણંદનું દંપતી લાપતા બન્યું છે. વિમલ પટેલ અને તેમના પત્ની જૈમીના પટેલ 16 ઓગસ્ટે નમસ્તે નેપાળ ટુર એન્ડ ટ્રાવેલ્સથી નેપાળ ફરવા ગયા હતા ત્યાર બાદ નેપાળ પ્રવાસેથી તેઓ કૈલાશ માનસરોવાર યાત્રાએ નીકળ્યું હતું અને ચીનના વીઝા લેવા ગયા હતા. ગત રવિવારે પરિવારે દંપતી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રવિવાર પછીથી વિમલ પટેલ અને જૈમીના પટેલનો કોઈ સંપર્ક નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nepal floods nepal tibet border disaster nepal flash floods

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ