ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સેહવાગના પુત્ર આર્યવીર અને દ્રવિડના પુત્ર અન્વયની ઓસ્ટ્રેલિયા સામે U-19 વનડે ટીમમાં પસંદગી, રાજકોટમાં રમાશે મેચ

સ્પોર્ટસ / સેહવાગના પુત્ર આર્યવીર અને દ્રવિડના પુત્ર અન્વયની ઓસ્ટ્રેલિયા સામે U-19 વનડે ટીમમાં પસંદગી, રાજકોટમાં રમાશે મેચ

Published By: Nirav Kumar

Last Updated: 01:58 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયા અંડર-19 ટીમમાં સેહવાગ અને દ્રવિડના પુત્રો આર્યવીર તથા અન્વયને સ્થાન મળ્યું છે. જેમાં રાજકોટ અને અમદાવાદમાં ઑસ્ટ્રેલિયા સામે વનડે અને મલ્ટી-ડે મેચો રમાશે.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઑસ્ટ્રેલિયા અંડર-19 ટીમ સામેની સીરીઝ માટે ઇન્ડિયા અંડર-19 સ્ક્વોડની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં બે મોટા નામો ખાસ ધ્યાન ખેંચી રહ્યા છે. જેમાં વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડ. આ બંનેને વનડે સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે જે યુવા ક્રિકેટ ચાહકો માટે ખાસ ઉત્સાહનું કારણ બન્યું છે.

વનડે મેચો માટે લક્ષ્ય રાયચંદાનીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે યશવર્ધન ચૌહાણ વાઈસકેપ્ટન તરીકે રહેશે. આ મલ્ટી-ડે મેચોમાં યશવર્ધન ચૌહાણ કેપ્ટન અને લક્ષ્ય રાયચંદાની વાઈસકેપ્ટનની ભૂમિકા નિભાવશે. આ ત્રણેય વનડે મેચો અને પહેલી મલ્ટી-ડે મેચ રાજકોટમાં રમાશે જ્યારે બીજી મલ્ટી-ડે મેચ અમદાવાદના બી ગ્રાઉન્ડ પર યોજાશે.

  • વનડે સ્ક્વોડ

લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન ), યશવર્ધન ચૌહાણ (વાઈસકેપ્ટન), રજત બઘેલ (વિકેટકીપર), આર્યવીર સેહવાગ, વી.કે. વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), વી. યશવીર, રોહિત યાદવ, શાવિન વિનોદ, મોહિત ઉલવા, ચિગુરુપતિ વેંકટા અને કાવ્ય પટેલ.

  • મલ્ટી-ડે સ્ક્વોડ

યશવર્ધન ચૌહાણ (કેપ્ટન ), લક્ષ્ય રાયચંદાની (વાઈસકેપ્ટન), સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનાલ ચૌહાણ, કુશ પટેલ, માનવ કૃષ્ણ (વિકેટકીપર), અભિપ્રાય બિસ્વાસ (વિકેટકીપર), રોહિત યાદવ, ઈશાન ઓમ, અયાન અકરમ, પ્રણવ રાઘવેન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલવા અને આર્યન યાદવ.

  • સીરીઝનું સમયપત્રક
  1. 18 સપ્ટેમ્બર 2026– પહેલી વનડે, રાજકોટ
  2. 21 સપ્ટેમ્બર 2026– બીજી વનડે, રાજકોટ
  3. 23 સપ્ટેમ્બર 2026– ત્રીજી વનડે, રાજકોટ
  4. 27થી 30 સપ્ટેમ્બર 2026– પહેલી મલ્ટી-ડે, રાજકોટ
  5. ૫થી 8 ઑક્ટોબર 2026– બીજી મલ્ટી-ડે, અમદાવાદ

વધુ વાંચો : દેવદત્ત પડિક્કલનો ધમાકો, સતત બીજી સદી, ગિલની ફિફ્ટી સાથે પહેલા દિવસે ભારતનો સ્કોર 300

આર્યવીર સેહવાગને પહેલીવાર ઇન્ડિયા અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું છે. તેને તાજેતરમાં દિલ્હી પ્રીમિયર લીગમાં આક્રમક બેટિંગથી ધ્યાન ખેંચ્યું હતું. વર્ષ 2024માં કૂચ બિહાર ટ્રોફીમાં મેઘાલય સામે 297 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને તેને પહેલેથી જ પોતાની ક્ષમતા સાબિત કરી હતી. તો અન્વય દ્રવિડ પણ વિકેટકીપર તરીકે સ્ક્વોડમાં સામેલ છે. આ ટીમ હવે ઑસ્ટ્રેલિયા અંડર-19 સામે મજબૂત પ્રદર્શન માટે તૈયારી કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dravid's son Under-19 squad Sehwag's son

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ