ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહિલા સહકારી મંડળીઓને પાંચ વર્ષમાં NCDCની માત્ર રૂ. 1.01 કરોડની સહાય, અન્ય રાજ્યોની સરખામણીએ રાજ્ય ઘણું પાછળ

ગુજરાત / મહિલા સહકારી મંડળીઓને પાંચ વર્ષમાં NCDCની માત્ર રૂ. 1.01 કરોડની સહાય, અન્ય રાજ્યોની સરખામણીએ રાજ્ય ઘણું પાછળ

Published By: Nidhi Panchal

Last Updated: 02:57 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સહકારી ક્ષેત્રે અગ્રણી ગણાતા ગુજરાતને મહિલા સહકારી મંડળીઓ માટે પાંચ વર્ષમાં NCDC તરફથી માત્ર રૂ. 1.01 કરોડની નાણાકીય સહાય મળી હોવાનું રાજ્યસભામાં રજૂ થયેલા આંકડાઓ પરથી સામે આવ્યું છે. બીજી તરફ, 2025-26માં જ આંધ્રપ્રદેશને રૂ. 4,200 કરોડ અને તેલંગાણાને રૂ. 500 કરોડની સહાય મળતાં ગુજરાત અને અન્ય રાજ્યો વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે.

ADVERTISEMENT

સહકારી ક્ષેત્રે દેશનાં અગ્રણી રાજ્યોમાં ગણાતા ગુજરાતને મહિલા સહકારી મંડળીઓ માટે નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) તરફથી પાંચ વર્ષમાં માત્ર રૂ. ૧.૦૧ કરોડની નાણાકીય સહાય મળી હોવાનું રાજ્યસભામાં સહકાર મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ પરથી સામે આવ્યું છે.

mahila

આ આંકડો ખાસ નોંધપાત્ર છે કારણ કે દેશનાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહિલા સહકારી મંડળીઓને આપવામાં આવતી એનસીડીસીની કુલ સહાયમાં આ સમયગાળા દરમિયાન મોટો વધારો થયો છે. ૨૦૨૩-૨૪માં કુલ સહાય રૂ. ૭૧૧.૭૮ કરોડ હતી, જે વધીને ૨૦૨૫-૨૬માં રૂ. ૪,૯૨૬.૪૯ કરોડ થઈ હતી. તેની સામે ગુજરાતને ૨૦૨૫-૨૬માં માત્ર રૂ. ૨૫ લાખ મળ્યા હતા.

સહાયનો ટ્રેન્ડ પણ સતત વધતો જોવા મળ્યો

ગુજરાતમાં સહાયનો ટ્રેન્ડ પણ સતત વધતો જોવા મળ્યો નથી. ૨૦૨૨-૨૩માં સૌથી વધુ રૂ. ૫૦ લાખની સહાય મળી હતી. ત્યાર બાદ ૨૦૨૩-૨૪માં આ રકમ ઘટીને રૂ. ૨૬ લાખ થઈ હતી. ૨૦૨૪-૨૫માં ગુજરાતને કોઈ સહાય મળી નહોતી, જ્યારે ૨૦૨૫-૨૬માં ફરી માત્ર રૂ. ૨૫ લાખની સહાય મળી હતી. આમ પાંચ વર્ષ દરમિયાન મળેલી કુલ સહાય રૂ. ૧.૦૧ કરોડ રહી છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ઘણું પાછળ

૨૦૨૫-૨૬માં જ આંધ્રપ્રદેશને મહિલા સહકારી મંડળીઓ માટે રૂ. ૪,૨૦૦ કરોડ, તેલંગાણાને રૂ. ૫૦૦ કરોડ, રાજસ્થાનને રૂ. ૧૯૦.૧૬ કરોડ અને મહારાષ્ટ્રને રૂ. ૩૫ કરોડની સહાય મળી હતી. મધ્યપ્રદેશને પણ રૂ. ૦.૫૮ કરોડ મળ્યા હતા. તેની સામે ગુજરાતનો હિસ્સો માત્ર રૂ. ૦.૨૫ કરોડ રહ્યો હતો. ૨૦૨૫-૨૬માં મહિલા સહકારી મંડળીઓને મળેલી કુલ રૂ. ૪,૯૨૬.૪૯ કરોડની સહાયમાં ગુજરાતનો હિસ્સો ગણીએ તો તે આશરે ૦.૦૦૫ ટકા જેટલો જ થાય છે. આ સરખામણી ગુજરાત અને અન્ય રાજ્યો વચ્ચેની સહાયમાં રહેલો મોટો તફાવત દર્શાવે છે.

સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર પાસે અલગ-અલગ યોજનાઓ

મહિલાઓની આગેવાની હેઠળની સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર પાસે અલગ-અલગ યોજનાઓ પણ ઉપલબ્ધ છે. તેમાં સ્વયં શક્તિ સહકાર યોજના, ડેરી, પશુપાલન અને ફૂડ પ્રોસેસિંગ સહિતનાં ક્ષેત્રોમાં મહિલાઓની આગેવાની હેઠળની સહકારી સંસ્થાઓ માટેની નંદિની સહકાર યોજના તથા યુવા મહિલા ઉદ્યોગસાહસિકોને સહાય આપતી યુવા સહકાર યોજનાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : અમદાવાદમાં 150થી વધુ ડ્રગ્સ હોટસ્પોટની ઓળખ, યુવાનો સુધી નશાનો સપ્લાય પહોંચાડતા નેટવર્ક સામે પોલીસનું મેગા ઓપરેશન

NCDC દ્વારા પાત્ર મહિલા સહકારી મંડળીઓને વર્કિંગ કેપિટલ લોન, માર્જિન મની અને ટર્મ લોન જેવી નાણાકીય સહાય રાજ્ય સરકાર મારફતે અથવા સીધી રીતે આપવામાં આવે છે. સીધી નાણાકીય સહાય મેળવતી સહકારી સંસ્થાઓ માટે સામાન્ય રીતે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો કાર્યકાળ અને પોઝિટિવ નેટવર્થ જેવી શરતો લાગુ પડે છે. બીજી તરફ, યુવા સહકાર યોજના હેઠળ ઓછામાં ઓછા ત્રણ મહિના કાર્યરત પાત્ર નવી મહિલા સહકારી સંસ્થાઓને પણ સહાયની જોગવાઈ છે. આમ, મહિલાઓની સહકારી સંસ્થાઓ માટે વિવિધ નાણાકીય યોજનાઓ ઉપલબ્ધ હોવા છતાં ગુજરાતને મળેલી NCDC સહાય પાંચ વર્ષમાં માત્ર રૂ. 1.01 કરોડ સુધી સીમિત રહેતાં રાજ્યમાં આ યોજનાઓનો લાભ કેટલી હદે લેવાઈ રહ્યો છે તે અંગે સવાલ ઊભો થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Women Cooperative Societies Gujarat Cooperative Sector NCDC Financial Aid

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ