ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નેપાળ પૂરમાં 12 ગુજરાતીઓ ગુમ, ઈમરજન્સી સેન્ટરે યાદી જાહેર કરી, અમદાવાદના 3

આફત / નેપાળ પૂરમાં 12 ગુજરાતીઓ ગુમ, ઈમરજન્સી સેન્ટરે યાદી જાહેર કરી, અમદાવાદના 3

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 04:29 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા 12 ગુજરાતીઓ ગુમ થયાં છે જેની એક યાદી સામે આવી છે.

ADVERTISEMENT

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં ગુજરાતના કુલ 12 લોકો ગુમ થયાં છે જેમનો દુર્ઘટનાના એક દિવસ પણ કોઈ જાણકારી નથી. 12 લોકોમાં 3 અમદાવાદના નાગરિક છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે ગુમ થયેલા 12 લોકોની યાદી જાહેર કરી છે જેમની ભાળ મેળવવાનો પ્રયાસો કરાઈ રહ્યાં છે.

12 ગુજરાતીઓ કોણ અને ક્યાંના?

કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલી વિગતો મુજબ ગુમ થયેલા 12 લોકોમાં અમદાવાદના 3, આણંદના 2, સુરતના 3, વલસાડના 1, રાજકોટના 1 તેમજ મૂળ ગુજરાતી એવા યુએસએના 1 અને ઓસ્ટ્રેલિયાના 1 નાગરિકનો સમાવેશ થાય છે. આ તમામ યાત્રિકો વિવિધ ટ્રાવેલ એજન્સીઓ મારફતે માનસરોવર યાત્રાના કેરુંગ રૂટ પર ગયા હતા.

આ 12 ગુજરાતીઓ ગુમ

  1. દિનેશ પટેલ, અમદાવાદ
  2. ભાવિન કુમાર રાવલ, અમદાવાદ
  3. અશોક કાપડી, અમદાવાદ
  4. જય કોટેચા, રાજકોટ
  5. પરેશ પટેલ, સુરત
  6. જ્યોતિ પટેલ, સુરત
  7. મિનાક્ષી રામાણી, સુરત
  8. કિન્નરી પટેલ, વડોદરા
  9. મિહીર પટેલ, વડોદરા
  10. બિમલકુમાર પટેલ, આણંદ
  11. જયમીનો પટેલ, આણંદ
  12. રોમા ઇંટવાલા, વલસાડ

વધુ વાંચો : અમદાવાદનો વ્યક્તિ નેપાળમાં ગુમ, કૈલાશ યાત્રાએ ગયા બાદ સંપર્ક તૂટ્યો, ત્રણ મિત્રો સાથે ફરવા ગયા હતા

ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

નેપાળમાં ફસાયેલા ભારતીયોને લઇને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ એવું કહ્યું કે ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ભારતીયોને પરત લાવવા માટે એમ્બેસી કાર્યરત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal floods news Nepal floods Nepal Floods Landslide

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ