ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રક્ષાબંધનની અનોખી ઉજવણી, બહેનો ભાઈઓને નહીં વીરોના પાળિયાને બાંધે છે રાખડી, જાણીને આંખો ભીંજાઈ જશે

રક્ષાબંધન / રક્ષાબંધનની અનોખી ઉજવણી, બહેનો ભાઈઓને નહીં વીરોના પાળિયાને બાંધે છે રાખડી, જાણીને આંખો ભીંજાઈ જશે

Published By: Hiralal Parmar
Reported By: Vishal Jaishwal

Last Updated: 09:25 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હળવદમાં બહેનો ભાઈઓને નહીં પરંતુ વીરોના પાળિયાને રાખડી બાંધીને તેમના શૌર્ય અને બલિદાનને યાદ કરે છે.

ADVERTISEMENT

ભાઈ-બહેનના પવિત્ર બંધનનો પર્વ એટલે રક્ષાબંધન. દેશભરમાં બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી રક્ષાનું વચન લે છે. પરંતુ ગુજરાતના હળવદમાં રક્ષાબંધનની ઉજવણીનો એક અનોખો જ રંગ જોવા મળે છે. અહીં બહેનો પોતાના ભાઈઓને નહીં, પરંતુ ગામ, ગાય અને બહેન-દીકરીની આબરૂ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા નરબંકા વીરોનાં પાળિયાઓને રાખડી બાંધી તેમના શૌર્ય અને બલિદાનને યાદ કરે છે.

એક રાખડી પાળિયાને' પહેલ શરુ કરાઈ

હળવદની ભવાનીનગર પ્રાથમિક શાળા નંબર-10ના શિક્ષક દીપકભાઈ ચૌહાણ દ્વારા શરૂ કરવામાં આવેલી 'એક રાખડી પાળિયાને' પહેલ અંતર્ગત છેલ્લા દસ વર્ષથી પાળિયાઓને રાખડી બાંધવાની પરંપરા જળવાઈ રહી છે.આ વર્ષે પણ ભવાનીનગર પ્રાથમિક શાળા નંબર-10 તેમજ શ્રી એલ.એન. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ઐતિહાસિક પાળિયાઓને કુમકુમ તિલક કરી રક્ષા સૂત્ર બાંધ્યું હતું.

શૌર્ય અને બલિદાનની જીવંત નિશાની

હળવદના પાળિયા માત્ર પથ્થરની શિલાઓ નથી, પરંતુ પોતાના ગામની સીમા, ગાય અને બહેન-દીકરીની આબરૂની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા નરબંકા વીરોનાં શૌર્ય અને બલિદાનની જીવંત નિશાની છે.

વધુ વાંચો : બિલ્ડિંગ છોડીને જતા રહ્યાં કે તરત પૂરમાં તણાઈ ગયું, પૂરના એક જ દિવસ પહેલા ઘરે આવી ગયા વડોદરાના 4 લોકો

હળવદમાં એક હજારથી વધુ પાળિયા

હળવદમાં આશરે એક હજારથી વધુ પાળિયા આવેલા છે. આ ઐતિહાસિક ધરોહરને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે પણ જાહેર કરવામાં આવ્યા છે. 250 થી વધુ પાળીયાઓને 550 થી વધુ રાખડી બાંધવામાં આવી. રક્ષાબંધન નિમિત્તે વિદ્યાર્થીનીઓએ પાળિયાઓને રાખડી બાંધી વીર શહીદોના શૌર્યને સલામ કરી હતી. સાથે જ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પાળિયાઓનો ઇતિહાસ, તેની પાછળની ગાથા અને વીર પુરુષોના બલિદાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad news Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ