ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / બિલ્ડિંગ છોડીને જતા રહ્યાં કે તરત પૂરમાં તણાઈ ગયું, પૂરના એક જ દિવસ પહેલા ઘરે આવી ગયા વડોદરાના 4 લોકો
Last Updated: 05:41 PM, 27 August 2026
ADVERTISEMENT
નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં અનેક જિંદગીઓ તણાઈ ગયા છે જોકે તેમાં વડોદરાના પરિતાબેન શુક્લ તુષારભાઈ ભટ્ટ અને તેમના પત્ની કૈલાસ પરિક્રમા માટે ગયા હતા પૂર આવ્યું ત્યારે જ તેમનું પ્લેન નેપાળથી રવાના થયું હતું પૂરના એક દિવસ પહેલા કેરુંગ બોર્ડર પર ઇમિગ્રેશન બિલ્ડિંગમાં હતા જે બિલ્ડિંગ પૂર માં તણાઈ ગયું છે.
ADVERTISEMENT
નેપાળ પૂરમાં 12 ગુજરાતીઓ ગુમ
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં ગુજરાતના કુલ 12 લોકો ગુમ થયાં છે જેમનો દુર્ઘટનાના એક દિવસ પણ કોઈ જાણકારી નથી. 12 લોકોમાં 3 અમદાવાદના નાગરિક છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે ગુમ થયેલા 12 લોકોની યાદી જાહેર કરી છે જેમની ભાળ મેળવવાનો પ્રયાસો કરાઈ રહ્યાં છે. કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલી વિગતો મુજબ ગુમ થયેલા 12 લોકોમાં અમદાવાદના 3, આણંદના 2, સુરતના 3, વલસાડના 1, રાજકોટના 1 તેમજ મૂળ ગુજરાતી એવા યુએસએના 1 અને ઓસ્ટ્રેલિયાના 1 નાગરિકનો સમાવેશ થાય છે. આ તમામ યાત્રિકો વિવિધ ટ્રાવેલ એજન્સીઓ મારફતે માનસરોવર યાત્રાના કેરુંગ રૂટ પર ગયા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : નેપાળ પૂરમાં 12 ગુજરાતીઓ ગુમ, ઈમરજન્સી સેન્ટરે યાદી જાહેર કરી, અમદાવાદના 3
હેલ્પલાઇન નંબર જાહેર
ADVERTISEMENT
નેપાળમાં ફસાયેલા ભારતીયોને લઇને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ એવું કહ્યું કે ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ભારતીયોને પરત લાવવા માટે એમ્બેસી કાર્યરત છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો