ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 94 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે આ ક્રિકેટર, હવે ICCએ મૂક્યો 15 મહિનાનો પ્રતિબંધ, કેમ?

સ્પોર્ટ્સ / 94 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે આ ક્રિકેટર, હવે ICCએ મૂક્યો 15 મહિનાનો પ્રતિબંધ, કેમ?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:31 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: આઇસીસીએ 94 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી પર 15 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે.

ADVERTISEMENT

Cricket News: આઇસીસીએ 94 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી પર 15 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. એશિયા કપ 2025 માં ભારત સામેની મેચના બે દિવસ પહેલા આ ખેલાડીનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

આઇસીસીએ યૂએઇના બેટ્સમેન આસિફ ખાન પર 15 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે, જેને ખેલાડીએ સ્વીકારી લીધો છે. આ પ્રતિબંધ 8 સપ્ટેમ્બર 2025 થી અમલમાં માનવાામાં આવશે અને 7 ડિસેમ્બર 2026 સુધી રહેશે. નોંધનીય છે કે એશિયા કપમાં ભારત સામે યુએઇની મેચ 10 સપ્ટેમ્બરના રમાવાની હતી. આના બે દિવસ પહેલા 8 સપ્ટેમ્બરના આસિફનો આઉટ ઓફ કંપટીશન ટેસ્ટ થયો, જેમાં તેણે પ્રતિબંધિત પદાર્થ (મેસ્ટેરોલોનનું મેટાબોલાઇટ) લીધેલ જોવા મળ્યો.

આઇસીસીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે 8 સપ્ટેમ્બર 2025 ના થયેલ આઉટ ઓફ કંપટીશન ટેસ્ટમાં પ્રતિબંધિત પદાર્થમાં (મેસ્ટેરોલોનનું મેટાબોલાઇટ) પોઝેટિવ જાણકારી બાદ આસિફ ખાને 15 મહિનાનો પ્રતિબંધ સ્વીકારી લીધો છે. આસિફે આઇસીસી એન્ટિ-ડોપિંગ કોડની કલમ 2.1 નું ઉલ્લંઘન કર્યાનું સ્વીકાર્યું અને વર્લ્ડ એન્ટિ-ડોપિંગ એજન્સી (WADA) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે 'કેસ રિઝોલ્યુશન એગ્રીમેન્ટ' દ્વારા આ સજાને મંજૂરી આપી.

આ પ્રતિબંધ 8 સપ્ટેમ્બર 2025 થી તેના ટેસ્ટની તારીખથી અમલમાં આવશે અને આ વર્ષની 7 ડિસેમ્બર સુધી રહેશે. 36 વર્ષીય ખેલાડીને 8 ઓક્ટોબર 2026 થી ટીમ સાથે તાલીમ લેવાની અથવા ક્લબ અથવા અન્ય આઇસીસી સભ્ય સંગઠનની સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી હશે, પરંતુ તે 8 ડિસેમ્બર પછી જ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછો ફરી શકશે.

VTV Digital 1

આ પણ વાંચોઃ સ્પોર્ટસ / સેહવાગના પુત્ર આર્યવીર અને દ્રવિડના પુત્ર અન્વયની ઓસ્ટ્રેલિયા સામે U-19 વનડે ટીમમાં પસંદગી, રાજકોટમાં રમાશે મેચ

આસિફ ખાનનું ક્રિકેટ કરિયર

પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા આસિફ ખાન પાકિસ્તાન અંડર-19 ટીમ માટે પણ રમી ચૂક્યો છે, પરંતુ બાદમાં યુએઇ ગયો અને UAE ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. 2022 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર આસિફે 38 વનડે મેચ રમી છે, જેમાં 37 ઇનિંગ્સમાં 1270 રન બનાવ્યા છે. તે 3 સદી અને 7 અડધી સદી ફટકારી ચુક્યો છે.

આસિફે 56 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 137.92 ના સ્ટ્રાઇક રેટથી 1302 રન બનાવ્યા છે. તેણે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 6 અડધી સદી પણ ફટકારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC UAE Cricket ODI Match

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ