ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાપુતારામાં ફરવા આવેલા 6 મિત્રો વચ્ચે જમવા સમયે થઈ બોલાચાલી, એક મિત્રે બીજાની હત્યા કરી

ડાંગ / સાપુતારામાં ફરવા આવેલા 6 મિત્રો વચ્ચે જમવા સમયે થઈ બોલાચાલી, એક મિત્રે બીજાની હત્યા કરી

Published By: Hiralal Parmar
Reported By: Vinod Gavit

Last Updated: 07:26 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાપુતારામાં 27 વર્ષીય યુવાનની હત્યા થતાં ચકચાર મચી હતી. 6 મિત્રો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર રૃપ ધારણ કર્યું હતું.

ADVERTISEMENT

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સુરગાણા તાલુકાથી સાપુતારા ફરવા આવેલા છ મિત્રો વચ્ચે મોડી રાત્રે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતાં એક મિત્રએ 27 વર્ષીય હેમંત વિલાસ સૂર્યવંશી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. સમગ્ર મામલે સાપુતારા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોડી રાતે જમવા બેઠા ત્યારે બની ઘટના

સાપુતારાના પાર્કિંગ પાસે આવેલ BOB ATM નજીક મોડી રાત્રે બનેલી આ હત્યાની ઘટનાથી સમગ્ર ગિરિમથકમાં ચકચાર મચી ગઈ હતી. મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સુરગાણા તાલુકાથી કુલ છ મિત્રો સાપુતારા ફરવા આવ્યા હતા. મોડી રાત્રે તમામ મિત્રો સાથે જમવા-નાસ્તો કરવા બેઠા હતા. આ દરમિયાન બે મિત્રો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં સામાન્ય બોલાચાલી ઉગ્ર બની હતી અને કૃણાલ કિરણ પરદેશી નામના યુવકે હેમંત વિલાસ સૂર્યવંશી પર તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઘા ઝીંકી દીધા હતા.

27 વર્ષીય યુવકનું સારવાર વખતે મોત

હુમલામાં 27 વર્ષીય હેમંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેના મિત્રો તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, વણી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન હેમંતનું મોત થયું હતું. સમગ્ર મામલાની જાણ થતાં સાપુતારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક હેમંત અને આરોપી વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ ચૂકી હતી. ગત વર્ષે ગણપતિ વિસર્જન દરમિયાન પણ બંને વચ્ચે વિવાદ થયો હતો, જ્યારે આ વર્ષે ગણપતિમાં ફાળો આપવા બાબતે પણ તેમની વચ્ચે તકરાર ચાલી રહી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

વધુ વાંચો : ન ભૂકંપ આવ્યો, ન બર્ફનું સરોવર ફાટ્યું... નેપાળ પૂરનું અસલી કારણ સામે આવ્યું, ભારત માટે ખતરો

પોલીસે ગણતરીની પળોમાં આરોપીને પકડી પાડ્યો

સાપુતારા પોલીસે હત્યાના મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ અન્ય લોકોની પૂછપરછ હાથધરી છે , આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ