ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ રાજ્ય સરકારનું મોટું નિવેદન, શું બોલ્યા જીતુ વાઘાણી?

પ્રતિક્રિયા / નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ રાજ્ય સરકારનું મોટું નિવેદન, શું બોલ્યા જીતુ વાઘાણી?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:57 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal flood crisis: નેપાળના રસુવા ક્ષેત્રમાં ભોટેકોશી નદીમાં આવેલા ભયંકર પૂરને કારણે ભારે વિનાશ થયો છે. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં લગભગ 359 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,500 થી વધુ લોકો ગુમ થયા છે.

ADVERTISEMENT

નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ સરકાર તરફથી પ્રથમ પ્રતિક્રિયા આવી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ છે કે, નેપાળ દૂર્ઘટનામાં સરકાર કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે સંપર્કમાં છે.

વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે સંપર્ક નંબર જાહેર કર્યા છે. પીએમ મોદીએ નેપાળના પીએમ સાથે ચર્ચા કરી હતી. ફસાયેલા ગુજરાતીઓની વિગતો સામે આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા વિગતો મેળવાઈ રહી છે. સંપર્ક ન થયેલા લોકોની વિગતો પણ જાહેર કરાઈ છે. જિલ્લા કક્ષાએ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

vaghani.jpg

નોધનીય છે કે, નેપાળમાં પૂરને કારણે ઘણા વિસ્તારોમાં પરિવહન અને સંદેશાવ્યવહાર માળખાને પણ ગંભીર અસર પડી છે. સરકારી આંકડાઓ અનુસાર 35 પુલ અને 45 ઝૂલતા પુલ ધોવાઈ ગયા છે, જેના કારણે ઘણા વિસ્તારો વચ્ચેનો સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે.

નેપાળ સરકારના પ્લેનેટ લેબ્સ અને લેન્ડસેટની સેટેલાઇટ તસવીરો વિશ્લેષણથી મળેલ રીપોર્ટ અનુસાર લેન્ડી નદી રાસુવાગઢી સરહદથી લગભગ 18 કિલોમીટર ઉપર વહેતી બંધ થઈ ગઈ છે. આ અવરોધને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં આશરે 0.11 ચોરસ કિલોમીટર વિસ્તારમાં એક મોટું અસ્થાઇ તળાવ બન્યું છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ Nepal flood crisis / 12 નહીં, નેપાળના જળપ્રલયમાં 18 ગુજરાતીઓ ગુમ, નામ જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

નેપાળ સરકારે ચેતવણી જારી કરી છે કે આ પ્રાકૃતિક તળાવના બંધ તૂટવાથી નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂરનું જોખમ ઊભું થાય છે. વહીવટીતંત્રે નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ રહેવાસીઓ અને સંબંધિત અધિકારીઓને અત્યંત સાવધાની રાખવા સૂચના આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Jeetu Vaghani Nepal flood crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ