ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ''ગમે તેટલી સમસ્યાનું નિવારણ કરીએ પણ વરસાદ કોઈ ન રોકી શકે...'', લોક દરબારમાં અમિત શાહનું નિવેદન

Ahmedabad News / ''ગમે તેટલી સમસ્યાનું નિવારણ કરીએ પણ વરસાદ કોઈ ન રોકી શકે...'', લોક દરબારમાં અમિત શાહનું નિવેદન

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:48 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. અમિત શાહે બોપલ ઘુમાના નાગરિકોને સંબોધન કર્યું હતું.

ADVERTISEMENT

Ahmedabad News: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. અમિત શાહે બોપલ ઘુમાના નાગરિકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેઓ સ્થાનિક નાગરિકો, સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, 'ગમે તેટલી સમસ્યાનું નિવારણ કરીએ પણ વરસાદ કોઈ ન રોકી શકે...ભગવાન જ રોકી શકે ''.

અમિત શાહે કહ્યુ હતું કે, જોધપુર બોપલ બે વોર્ડના રહીશો અને સોસાયટીના ચેરમેનોને મળવા આવ્યો છું. લોક દરબાર માટે આવ્યો ત્યારે ઘાટલોડિયા બાજુ રાખવા કહેવાયું. બોપલ અને આંબલીમાં પાણી ભરાયું એટલે રખાયું અને એટલે જ હું આવ્યો છું.

તેમણે વધુમાં કહ્યુ હતુ કે, 50 વર્ષમાં જ્યારે 21 ઇંચ વરસાદ નથી થયો, એએમસીના આયોજન નાના પડી ગયા. એકજ વાત કહીશ કે બીજી વાર મત લેવા આવીશ એ પહેલા 30 ઇંચ વરસાદ આવે તો પણ પાણી ન ભરાય તેવું આયોજન કરીશ. ત્યારે 30 ઇંચ વરસાદ પડે તો પણ સોસાયટી કોરી રહે તેવી વ્યવસ્થા કરીશું.

VTV Digital 1

આ પણ વાંચોઃ રક્ષાબંધન / રક્ષાબંધનની અનોખી ઉજવણી, બહેનો ભાઈઓને નહીં વીરોના પાળિયાને બાંધે છે રાખડી, જાણીને આંખો ભીંજાઈ જશે

તેમણે વધુમાં કહ્યું પાણી નિકાલ માટે જવાબદારી મેયર કે એએમસી કમિશનર નહિ પણ સંસદ સભ્યની છે જે હું લઉ છું અને નિકાલ લાવીશ. ઘણા બધા સુવિધાના કામો કહ્યા છે તે કરીશું. નર્મદાના પાણી માટે વાત કરી. આંબલી બોપલ શેલા નવી વસાહત છે જાસપૂરથી વ્યવસ્થા કરી 6 મહિનામાં પાણી મળશે. ગટરની વ્યવસ્થા પણ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bopal Ghuma Amit Shah Ahmedabad News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ