ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે રાજકોટના વૃદ્ધાને 55 લાખમાં રોવડાવ્યા, કરાયા ડિજિટલ અરેસ્ટ

રાજકોટ / મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે રાજકોટના વૃદ્ધાને 55 લાખમાં રોવડાવ્યા, કરાયા ડિજિટલ અરેસ્ટ

Published By: Vishal Khamar
Reported By: Sunny Maiyad

Last Updated: 10:17 AM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નકલી મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી બની સાયબર ઠગોએ રાજકોટના વૃદ્ધ દંપતી પાસેથી ₹55 લાખ પડાવ્યા. વધુ ₹41 લાખની માગણી થતાં દીકરીએ પોલીસનો સંપર્ક કર્યો.

ADVERTISEMENT

રાજકોટના પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધ મહિલા અને તેમના પતિ સાયબર ઠગોના ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડનો ભોગ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઠિયાઓએ મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકે ઓળખ આપી વૃદ્ધાને સાત દિવસ સુધી ડરાવી રાખ્યા હતા અને તેમના પાસેથી ટુકડે-ટુકડે અંદાજે ₹55 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ વધુ ₹41 લાખની માગણી કરવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, 18 ઓગસ્ટે વૃદ્ધાને વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે મુંબઈ ક્રાઈમ બ્રાંચનો અધિકારી હોવાનું જણાવ્યું હતું. વૃદ્ધાને વિશ્વાસ આવે તે માટે આરોપીઓએ RBIના નામે બનાવટી દસ્તાવેજો પણ વોટ્સએપ પર મોકલ્યા હતા.

આરોપીઓએ વૃદ્ધાને જણાવ્યું હતું કે તેમના સીમકાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઈમ તથા ‘સાયબર ટેરરિઝમ’માં થયો છે. આ વાત કહી તેમને એટલા ડરાવવામાં આવ્યા કે તેઓ ગઠિયાઓની સૂચના મુજબ જ કાર્યવાહી કરવા લાગ્યા. સાત દિવસ સુધી ચાલેલા આ કથિત ‘ડિજિટલ અરેસ્ટ’ દરમિયાન વૃદ્ધ દંપતી પાસેથી અલગ-અલગ તબક્કે આશરે ₹55 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.

વધુ ₹41 લાખની માગણી થતાં દીકરીને જાણ કરી

₹55 લાખ પડાવ્યા બાદ પણ સાયબર ઠગોએ વૃદ્ધ દંપતીને છોડ્યા નહોતા. આરોપીઓએ વધુ ₹41 લાખની માગણી કરી હતી. દંપતી પાસે હવે વધુ રકમ ન હોવાથી તેમણે ફિક્સ્ડ ડિપોઝિટ તોડવાનો નિર્ણય લીધો અને આ માટે મુંબઈમાં રહેતી પોતાની દીકરીનો સંપર્ક કર્યો. માતાની વાતચીત દરમિયાન દીકરીને તેઓ ગભરાયેલા લાગ્યા હતા. સમગ્ર ઘટનામાં શંકા જતા તેણે તાત્કાલિક રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરી મદદ માગી હતી.

અસલી પોલીસ ઘરે પહોંચી છતાં વૃદ્ધાએ દરવાજો ન ખોલ્યો

દીકરીની જાણ બાદ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ વૃદ્ધ દંપતીના ઘરે પહોંચી હતી. જોકે, સાત દિવસ સુધી નકલી પોલીસના ધમકીભર્યા ફોનનો સામનો કરનાર વૃદ્ધા એટલા ભયભીત થઈ ગયા હતા કે તેમણે રાજકોટ પોલીસ પર પણ શરૂઆતમાં વિશ્વાસ કર્યો નહોતો અને દરવાજો ખોલ્યો નહોતો. પોલીસે ધીરજપૂર્વક વૃદ્ધાને સમજાવ્યા બાદ અંતે તેમણે દરવાજો ખોલ્યો અને પોલીસને ઘરમાં પ્રવેશ આપ્યો.

અસલી પોલીસને જોઈ વૃદ્ધા રડી પડ્યા

પોલીસ ટીમે જ્યારે તેમને સમજાવ્યું કે તેઓ ઠગાઈનો ભોગ બન્યા છે અને મદદ માટે આવ્યા છે, ત્યારે વૃદ્ધા ભાવુક થઈ રડી પડ્યા હતા. પોલીસકર્મીઓએ તેમને પાણી પીવડાવી હિંમત આપી હતી. દીકરીની સતર્કતા અને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી વધુ ₹41 લાખની છેતરપિંડી અટકાવવામાં સફળતા મળી હતી.

પૈસા પશ્ચિમ બંગાળના ખાતાઓમાં ટ્રાન્સફર

રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે છેતરપિંડીની રકમ પશ્ચિમ બંગાળના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આ રકમ કયા-કયા ખાતામાં ટ્રાન્સફર થઈ છે અને આ સમગ્ર કૌભાંડ પાછળ કોણ છે તેની તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠાનું એક એવું ગામ, જ્યાં રક્ષાબંધનના દિવસને મનાય છે 'અશુભ', જાણો કેમ?

સાયબર ઠગો દ્વારા પોલીસ, CBI, ક્રાઈમ બ્રાંચ, RBI અથવા અન્ય સરકારી એજન્સીના નામે ફોન કરીને લોકોને ડરાવવાની અને વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’ રાખવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કોઈપણ સરકારી એજન્સી ફોન કે વીડિયો કોલ દ્વારા વ્યક્તિને ‘ડિજિટલ અરેસ્ટ’ કરતી નથી. આવી ધમકી મળે તો ગભરાયા વગર તરત પરિવારજનો અને પોલીસનો સંપર્ક કરવો જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

digital arrest scam elderly couple cyber fraud Rajkot cyber crime

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ