ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોનું થશે સસ્તું? સરકાર લેવા જઇ રહી છે મોટો નિર્ણય, જાણો શું?

બિઝનેસ / સોનું થશે સસ્તું? સરકાર લેવા જઇ રહી છે મોટો નિર્ણય, જાણો શું?

Published By: Jinal Chauhan

Last Updated: 01:34 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના-ચાંદીના ભાવમાં ટૂંક સમયમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. સરકાર સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવા અંગે વિચારણા કરી રહી છે.

ADVERTISEMENT

સોના-ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લે તો સોનાના ભાવમાં ₹14 હજારથી વધુનો ઘટાડો થઈ શકે છે. સોના-ચાંદીના ભાવમાં ટૂંક સમયમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. સરકાર સોના પર લાગતી કસ્ટમ્સ ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવા અંગે વિચારણા કરી રહી હોવાના અહેવાલો છે. જો સરકાર આ નિર્ણય લે છે તો તેની સીધી અસર દેશમાં સોનાના ભાવ પર પડી શકે છે. નિષ્ણાતોના મતે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

સોના પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની તૈયારી

એક અહેવાલ પ્રમાણે સરકાર સોના પર લાગતી કસ્ટમ્સ ઇમ્પોર્ટ ડ્યુટીને 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવાની વિચારણા કરી રહી છે. જો આ નિર્ણય લાગુ થાય તો ભારતમાં આયાત થતા સોનાની કિંમત ઘટી શકે છે. ભારત પોતાની સોનાની જરૂરિયાત પૂરી કરવા માટે મોટા પ્રમાણમાં સોનાની આયાત કરે છે. આવી સ્થિતિમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થતાં આયાત સસ્તી થઈ શકે છે અને તેની અસર સ્થાનિક બજારમાં સોનાના ભાવ પર જોવા મળી શકે છે.

મે મહિનામાં ડ્યુટી વધારવામાં આવી હતી

આ પહેલાં મે 2026માં સરકારે વિદેશી હૂંડિયામણના ભંડાર પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને સોના પરની આયાત ડ્યુટી વધારીને 15 ટકા કરી હતી. તેનો હેતુ સોના અને ચાંદીની આયાત ઘટાડવાનો અને દેશનું ઇમ્પોર્ટ બિલ નિયંત્રણમાં રાખવાનો હતો.આ સાથે રૂપિયાના ઘટતા મૂલ્યને સંભાળવામાં પણ મદદ મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે પરિસ્થિતિ સામાન્ય બનતા સરકાર ફરી એકવાર ડ્યુટીમાં ઘટાડા અંગે વિચારણા કરી રહી હોવાના અહેવાલ છે.

vtv app promotion

આ પણ વાંચોઃ રક્ષાબંધન પર ક્યાં જઇને અટક્યાં સોના-ચાંદીના ભાવ? શો-રૂમ જતાં પહેલા જાણો લેટેસ્ટ રેટ

સોનાના ભાવમાં કેટલો ઘટાડો થઈ શકે?

હાલ દિલ્હીના સર્રાફા બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,63,890 પ્રતિ 10 ગ્રામ હોવાનું જણાવવામાં આવ્યું છે. જો ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટીને 6 ટકા થાય તો ગણતરી મુજબ સોનાના ભાવમાં સીધો ₹14,000થી વધુનો ઘટાડો થઈ શકે છે.તે જ રીતે 22 કેરેટ સોનાના ભાવમાં પણ ₹13,000થી વધુનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે વાસ્તવિક બજાર ભાવમાં ઘટાડો અન્ય પરિબળો પર પણ નિર્ભર રહેશે.

ચાંદી પણ થઈ શકે છે સસ્તી

ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાની અસર માત્ર સોના સુધી સીમિત નહીં રહે તેવી શક્યતા છે. નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં ઘટાડો થાય તો તેની અસર ચાંદીના બજાર પર પણ જોવા મળી શકે છે.સોના-ચાંદીની આયાત સસ્તી થવાથી સ્થાનિક બજારમાં સપ્લાય વધવાની શક્યતા છે. આ સ્થિતિમાં આગામી તહેવારો અને લગ્નની સિઝન દરમિયાન જ્વેલરી ખરીદનારા લોકોને પણ રાહત મળી શકે છે.

Gold-Silver ETFમાં રોકાણ કરનારાઓ શું કરે?

જો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થાય તો Gold-Silver ETFના ભાવ પર પણ તેની અસર પડી શકે છે. આવા સમયે બજારમાં ઘટાડો આવે તો કેટલાક નિષ્ણાતો લાંબા ગાળાના રોકાણકારોને તબક્કાવાર ખરીદી અંગે વિચારવાની સલાહ આપે છે.જોકે ETFમાં રોકાણ કરતા પહેલાં પોતાની રોકાણ ક્ષમતા અને જોખમને ધ્યાનમાં લેવું જરૂરી છે. સરકારનો અંતિમ નિર્ણય અને ત્યારબાદ બજારની પ્રતિક્રિયા જોયા બાદ જ રોકાણ અંગે નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

સોનું થશે સસ્તું? સરકાર લેવા જઇ રહી છે મોટો નિર્ણય, જાણો શું? Gold Price Silver Price Import Duty

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ