ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દ્વારકા જગત મંદિરના નામે ઝડપાયું બોગસ પહોંચ બનાવીને પૈસા પડાવવાનું કૌભાંડ

કાર્યવાહી / દ્વારકા જગત મંદિરના નામે ઝડપાયું બોગસ પહોંચ બનાવીને પૈસા પડાવવાનું કૌભાંડ

Published By: Vishal Khamar

Last Updated: 11:59 AM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાના જગત મંદિરના નામે ધ્વજાજી બોગસ પહોંચ બનાવી પૈસા પડાવાનું કૌભાંડ સામે આવ્યું છે. બોગસ પહોંચના આધારે પૈસા પડાવનાર સામે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

દ્વારકાના જગતમંદિરના નામે ધ્વજાજી ચડાવવાની બોગસ પહોંચ બનાવી લોકો પાસેથી રૂપિયા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે સમસ્ત ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 દ્વારકા સંસ્થા દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે શિવમ ઠાકર નામના વ્યક્તિ સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

ધ્વજાજી ચડાવવાના બહાને વિશ્વાસમાં લીધો

ફરિયાદ મુજબ આરોપીએ ધ્વજાજી ચડાવવાના બહાને લોકોને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ સમસ્ત ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 દ્વારકા સંસ્થાના નામે બોગસ પહોંચો તૈયાર કરી હતી. આરોપીએ પહોંચ નં. 22316 અને 22375 બનાવી તેનો ઉપયોગ કરીને રકમ મેળવી હતી.

મેનેજરની સહીની નકલ કરી

બોગસ પહોંચ પર સંસ્થાના મેનેજરની સહીની નકલ કરવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ રીતે કુલ રૂ.1,02,000ની રકમ ઓનલાઈન પોતાના બેંક ખાતામાં મેળવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ભુજના વ્યક્તિએ પહોંચની ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ભુજના એક વ્યક્તિએ ધ્વજાજીની પહોંચ અંગે સંસ્થા પાસેથી ખરાઈ કરાવી હતી. પહોંચની વિગતો તપાસતા તે બોગસ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના ધ્યાન પર સમગ્ર મામલો આવ્યો અને પોલીસ ફરિયાદ કરવામાં આવી.

આ પણ વાંચોઃ ગઈકાલ સાંજે નેપાળ જળપ્રલયમાં 18 ગુજરાતીઓ ગુમ હતા, અને હવે...! પાછો આંકડો વધ્યો

સંસ્થા દ્વારા પોલીસમાં ફરિયાદ

સમસ્ત ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 દ્વારકા સંસ્થા દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બોગસ પહોંચો ક્યાં અને કેવી રીતે તૈયાર કરવામાં આવી તથા આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka Jagat Mandir Dhwajaji fake receipt Shivam Thakkar

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ