ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:12 PM, 28 August 2026
ADVERTISEMENT
યોગ ગુરુ બાબા રામદેવે હરિદ્વારમાં કંગના રનૌત વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ટપાલ દ્વારા કંગનાને ભેટ અને મીઠાઈ મોકલી રહ્યા છે. રામદેવે જણાવ્યું હતું કે, દેશમાં કોઈપણ કારણસર નફરત ન હોવી જોઈએ અને લોકો વચ્ચે કોઈ દુશ્મનાવટ ન હોવી જોઈએ.
ADVERTISEMENT
બાબા રામદેવે કહ્યું કે, તેઓ કંગનાને પણ ફોન કરશે. ભાઈચારા અને પરસ્પર સ્નેહનો સંદેશ આપતા તેમણે જણાવ્યું કે કોઈ પણ વિવાદ નફરતમાં ન ફેરવવો જોઈએ.
કંગના અને રામદેવ બાબાની વચ્ચે થઇ બયાનબાજી
ADVERTISEMENT
બાબા રામદેવ અને કંગના રનૌત વચ્ચે થયેલી નિવેદનોની આપ-લે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય બની છે. કંગનાએ રામદેવની કેટલીક ટિપ્પણીઓ પર નારાજગી વ્યક્ત કરતા તેમના પર મર્યાદા ઓળંગવાનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ રામદેવે કંગનાની કમેન્ટ્સનો જવાબ આપ્યો હતો. હવે, કંગનાને મીઠાઈ અને ભેટ મોકલવા અંગેના તેમના નિવેદનને વિવાદને શાંત કરવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યું છે.
વિવાદની શરુઆત કેવી રીતે થઇ?
ADVERTISEMENT
યુવાનોને લગતા એક મુદ્દા પર ટિપ્પણી કરતી વખતે કંગના રનૌતે 'જનરેશન ગટર' શબ્દનો પ્રયોગ કર્યો હતો. બાબા રામદેવે આ ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો, તેમણે આ નિવેદનને ખોટું ગણાવ્યું અને કંગનાની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા. અહેવાલો અનુસાર, રામદેવે તેને અસ્વસ્થ માનસિકતાનું લક્ષણ ગણાવ્યું હતું.
ત્યારબાદ, કંગનાએ સોશિયલ મીડિયા પર રામદેવને જવાબ આપ્યો. તેણે તેમની કમેન્ટ્સની આકરી ટીકા કરતા કહ્યું કે તેમણે તેના ભૂતકાળ કે અંગત જીવન વિશે કમેન્ટ ન કરવી જોઈએ. આ વિવાદ ત્યાં જ અટક્યો નહીં અને બંને પક્ષો તરફથી નિવેદનો આવવાનું ચાલુ રહ્યું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''20થી 25 મિનિટમાં જ પાણી...'', નેપાળમાં ફરી જળપ્રલયનું સંકટ! સુરક્ષિત સ્થાને ખસવા વોર્નિંગ
કંગનાને રામદેવ પર શું આરોપ લગાવ્યો?
ADVERTISEMENT
ત્યારબાદની પ્રતિક્રિયામાં કંગનાએ કહ્યું કે, મહિલાઓ વિશે વાત કરતી વખતે રામદેવે સીમા ઓળંગી હતી. તેમણે રામદેવ સાથે સંકળાયેલા ભૂતકાળના કેટલાક વિવાદો અને પતંજલિને લગતા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો. કંગનાએ વધુમાં જણાવ્યું કે, તેઓ એવા લોકો પાસેથી સલાહ લેવા માંગતી નથી જેમણે, તેમની દ્રષ્ટિએ, પોતે મેળવેલી સફળતાનો નાનો ભાગ પણ હાંસલ કર્યો નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો