ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:04 PM, 28 August 2026
ADVERTISEMENT
8મા પગારપંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સની આશાઓ વધી છે. કર્મચારી સંગઠનો દ્વારા ફિટમેન્ટ ફેક્ટરમાં મોટો વધારો કરવાની માંગ કરવામાં આવી છે.જો 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ સ્વીકારવામાં આવે તો કર્મચારીઓની ન્યૂનતમ બેઝિક સેલરી ₹18,000થી વધીને ₹72,000 થઈ શકે છે. જોકે અંતિમ વધારો સરકારના નિર્ણય અને નવા પગારપંચના ફોર્મ્યુલા પર આધારિત રહેશે.8મા પગારપંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મહત્વની અપડેટ સામે આવી છે.કર્મચારી સંગઠનો દ્વારા 4.0 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી છે.જો 4.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો ન્યૂનતમ બેઝિક સેલરી ₹18,000થી વધીને ₹72,000 થઈ શકે છે.જોકે અંતિમ પગાર વધારો સરકારના નિર્ણય અને નવા ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે.
ADVERTISEMENT
7મા પગારપંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો. તેના આધારે કેન્દ્રીય કર્મચારીઓની ન્યૂનતમ બેઝિક સેલરી ₹7,000થી વધીને ₹18,000 થઈ હતી.હવે 8મા પગારપંચ માટે કર્મચારી સંગઠનો દ્વારા 3.61થી 4.00 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી રહી છે. આમાંથી 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગને લઈને ખાસ ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT
જો 4.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે અને માત્ર બેઝિક સેલરીની ગણતરી કરવામાં આવે તો ₹18,000ની ન્યૂનતમ બેઝિક સેલરી વધીને ₹72,000 થઈ શકે છે.એટલે કે હાલની ન્યૂનતમ બેઝિક સેલરીની સરખામણીમાં ચાર ગણો વધારો દેખાઈ શકે છે. જોકે આ માત્ર ફિટમેન્ટ ફેક્ટરના આધારે કરવામાં આવેલી ગણતરી છે. વાસ્તવિક કુલ પગાર અલગ હોઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફિટમેન્ટ ફેક્ટરનો અસર પેન્શન પર પણ જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે જો કોઈ પેન્શનરનું બેઝિક પેન્શન ₹15,000 હોય તો 4.0 ફિટમેન્ટ ફેક્ટર મુજબ ગણતરી કરતાં તે ₹60,000 થઈ શકે છે.આ સિવાય પેન્શન અને પગારમાં અન્ય ઘટકો પણ સામેલ હોય છે. મોંઘવારી ભથ્થું એટલે કે DA અને અન્ય લાભોને ધ્યાનમાં લેવામાં આવે તો અંતિમ રકમમાં વધુ ફેરફાર થઈ શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ફેસ્ટિવ સીઝન પહેલા જ ઝટકો, જાણીતી કંપનીએ વધાર્યો શિપિંગ ચાર્જ
ADVERTISEMENT
4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘ એટલે કે BPMS દ્વારા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. સંગઠન તરફથી ન્યૂનતમ બેઝિક પે ₹72,000 કરવાની માંગ કરવામાં આવી છે.BPMSના જણાવ્યા અનુસાર 4.0 ફિટમેન્ટ ફેક્ટરમાંથી 1.58નો હિસ્સો મોંઘવારી ભથ્થાની અસરને બેઅસર કરવા માટે છે. જ્યારે બાકીના હિસ્સાથી કર્મચારીઓની આવકમાં વાસ્તવિક વધારો થવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
4.0 ફિટમેન્ટ ફેક્ટરની ગણતરીના કારણે બેઝિક સેલરીમાં મોટો વધારો જોવા મળે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે કર્મચારીઓનો કુલ પગાર પણ સીધો ચાર ગણો થઈ જશે.નિષ્ણાતોના મતે સરકાર દ્વારા કુલ પગારમાં આશરે 31થી 40 ટકા સુધીનો વધારો કરવામાં આવે તેવી શક્યતા હોઈ શકે છે. કારણ કે નવા પગારની ગણતરીમાં DA, HRA અને અન્ય ભથ્થાઓ સહિતના વિવિધ ઘટકોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. અંતિમ આંકડો સરકારના નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો