ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / જ્ઞાનના સાગરથી 3000 બહેનોના બાઈ બન્યા શિક્ષક નરેશ મહેતા, 321 બહેનોએ એકસાથે બાંધી રાખડી

સુરત / જ્ઞાનના સાગરથી 3000 બહેનોના બાઈ બન્યા શિક્ષક નરેશ મહેતા, 321 બહેનોએ એકસાથે બાંધી રાખડી

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 04:49 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર સંબંધ અને લાગણી, વિશ્વાસ અને રક્ષણના સંકલ્પનો પણ તહેવાર છે. સુરતમાં એક શિક્ષકે આ પવિત્ર સંબંધને શિક્ષણ અને સેવાની અનોખી પરંપરા સાથે જોડીને સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ADVERTISEMENT

સુરતના શિક્ષક નરેશ મહેતા છેલ્લા 12 વર્ષથી એવી દીકરીઓ માટે ‘શિક્ષા-ભાઈ’ બનીને સેવા આપી રહ્યા છે, જેઓ આર્થિક કે પારિવારિક મુશ્કેલીઓને કારણે પોતાનો અભ્યાસ અધૂરો છોડવા મજબૂર બની હતી. સગી બહેન ન હોવા છતાં નરેશ મહેતાએ અત્યાર સુધીમાં 3 હજારથી વધુ દીકરીઓને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

દરરોજ ત્રણ કલાક નિઃશુલ્ક શિક્ષણ

નરેશ મહેતા દરરોજ સાંજે 4થી 7 વાગ્યા સુધી બે બેચમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપે છે. ધોરણ 10, ધોરણ 12 તેમજ કોલેજની પરીક્ષાઓની તૈયારી કરાવવાની સાથે તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સતત માર્ગદર્શન આપે છે. માત્ર વર્ગખંડ પૂરતી તેમની સેવા સીમિત નથી. અભ્યાસમાં આર્થિક અડચણ ન બને તે માટે તેમણે ગુજરાતભરમાં જરૂરિયાતમંદ દીકરીઓ સુધી મફત પુસ્તકો પણ પહોંચાડ્યા છે.

શિક્ષણથી બદલાયું દીકરીઓનું જીવન

નરેશ મહેતાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરનાર અનેક દીકરીઓ આજે પોતાના પગ પર ઊભી થઈ છે. કેટલીક દીકરીઓ સરકારી નોકરી, બેંક અને હોસ્પિટલ જેવા ક્ષેત્રોમાં જોડાઈને પરિવાર અને સમાજનું નામ રોશન કરી રહી છે. એક સમયે સંજોગોના કારણે ભણવાનું છોડી દેવાની સ્થિતિમાં આવેલી દીકરીઓ માટે શિક્ષણની નવી તક ઊભી કરનાર નરેશ મહેતાની આ કામગીરી માત્ર શિક્ષણ આપવાની નથી, પરંતુ દીકરીઓમાં આત્મવિશ્વાસ જગાડવાની પણ છે.

321 બહેનોએ રૂબરૂ આવી બાંધી રાખડી

આ સેવાભાવનું સૌથી ભાવનાત્મક દૃશ્ય રક્ષાબંધનના પર્વે જોવા મળ્યું. અત્યાર સુધી જેમણે નરેશ મહેતાને મોટાભાગે ઓનલાઇન સ્ક્રીન મારફતે જ ગુરુ અને શિક્ષા-ભાઈ તરીકે જોયા હતા, એવી 321 જેટલી બહેનો સુરત ખાતે રૂબરૂ પહોંચી હતી. દીકરીઓએ પોતાના ગુરુ અને ‘શિક્ષા-ભાઈ’ને એકસાથે રાખડી બાંધી ત્યારે સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. લાંબા સમયથી શિક્ષણના માધ્યમથી જોડાયેલી આ બહેનો જ્યારે પ્રથમ વખત રૂબરૂ મળી ત્યારે અનેક દીકરીઓની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા. એક પછી એક બહેન રાખડી બાંધતી ગઈ અને નરેશ મહેતાના બંને હાથ રાખડીઓથી ભરાઈ ગયા. આ દૃશ્ય જાણે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધથી આગળ વધીને ભાઈ-બહેનના લાગણીસભર બંધનનું પ્રતીક બની ગયું હતું.

આ પણ વાંચોઃ રાજકોટમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી, ‘રિટર્ન ગિફ્ટ’માં ભાઈએ બહેનને આપી ખાંડ અને ડુંગળી

‘શિક્ષા-ભાઈ’ બનીને સમાજને સંદેશ

નરેશ મહેતાની 12 વર્ષની આ યાત્રા એ સંદેશ આપે છે કે કોઈ બાળકના જીવનમાં પરિવર્તન લાવવા માટે માત્ર આર્થિક મદદ જ જરૂરી નથી—યોગ્ય માર્ગદર્શન, શિક્ષણ અને લાગણીનો સહારો પણ એટલો જ મહત્વનો છે. 3 હજારથી વધુ દીકરીઓના શિક્ષણમાં સાથ આપીને નરેશ મહેતાએ ‘શિક્ષા-ભાઈ’ તરીકે એક એવી ઓળખ ઊભી કરી છે, જેમાં રક્ષાબંધનની રાખડી માત્ર કાંડા પર બંધાતી નથી, પરંતુ શિક્ષણ, વિશ્વાસ અને ભવિષ્યની આશા સાથે બંધાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat teacher Naresh Mehta education for girls Shiksha-Bhai

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ