ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઈમરજન્સી માટે ઉપાડવા માગો છો PF? જાણી લો આ નિયમો
6 ફોટો ગેલેરી
Last Updated: 04:46 PM, 28 August 2026
1/6
મેડિકલ ઈમરજન્સી, બાળકોનું ભણતર, પરિવારમાં લગ્નપ્રસંગ કે નવું ઘર ખરીદવા માટે અચાનક નાણાકીય જરૂરિયાત ઊભી થાય ત્યારે તમારા પીએફ (PF) ખાતાનું બેલેન્સ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અnotify કરાયેલા નવા ફ્રેમવર્ક હેઠળ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પીએફ ખાતામાંથી આંશિક રકમ (Partial Withdrawal) ઉપાડવાના નિયમોને અત્યંત ફ્લેક્સિબલ અને નોકરીયાત વર્ગ માટે અનુકૂળ બનાવી દીધા છે.
2/6
અગાઉ પીએફમાંથી નાણાં ઉપાડવા માટે 13 અલગ-અલગ શરતો અને પ્રોસેસમાંથી પસાર થવું પડતું હતું, જેને હવે ઘટાડીને માત્ર 3 મુખ્ય સરળ શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. જેમાં એક જરૂરી વ્યાપક વિગતો (Personal Needs): ગંભીર બીમારીની સારવાર, બાળકોનું ઉચ્ચ શિક્ષણ અને પરિવારમાં લગ્ન જેવા મહત્વના પ્રસંગો માટે હોય છે. બીજું આવાસ ક્ષેત્રે જરૂરિયાતો (Housing Needs): ઘર ખરીદવા, નવું મકાન બનાવવા, ઘરનું રિનોવેશન કરાવવા કે હોમ લોનની ભરપાઈ કરવા માટે અને છેલ્લે વિશેષ પરિસ્થિતિઓ (Special Circumstances): આ સૌથી મોટી સુવિધા છે, જેમાં સભ્યો કોઈ ખાસ કારણ દર્શાવ્યા વગર પણ પોતાના પીએફ બેલેન્સમાંથી 75% સુધીની રકમ ઉપાડી શકે છે.
ADVERTISEMENT
3/6
અગાઉ અલગ-અલગ કારણોસર પીએફ ઉપાડવા માટે ઓછામાં ઓછી 3 થી 7 વર્ષની સળંગ નોકરી જરૂરી હતી. નવા નિયમો મુજબ મોટાભાગના એડવાન્સ ઉપાડ માટે ન્યૂનતમ સભ્યપદની મર્યાદા ઘટાડીને માત્ર 12 મહિના (1 વર્ષ) કરી દેવામાં આવી છે. ઉપરાંત, હવે મળવાપાત્ર રકમમાં માત્ર કર્મચારીનું યોગદાન જ નહીં, પરંતુ એમ્પ્લોયર (કંપની) નું યોગદાન અને બંને પર મળેલું વ્યાજ પણ સામેલ થશે, જેનાથી સભ્યોને પહેલાં કરતાં વધુ રકમ હાથમાં મળશે.
4/6
જો કોઈ કર્મચારીની નોકરી જતી રહે અથવા તેઓ રાજીનામું આપે તો બેરોજગાર થતાં જ કુલ પીએફ બેલેન્સના 75% રકમ તુરંત ઉપાડી શકાશે. બાકીનું 25% બેલેન્સ સતત 12 મહિના સુધી અનએમ્પ્લોયડ રહ્યા બાદ જ ઉપાડી શકાશે. (નોંધ: અગાઉ 2 મહિના બેરોજગાર રહેવા પર 100% રકમ ઉપાડી શકાતી હતી, જેમાં રોકાણકારોની ભવિષ્યની નાણાકીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સુધારો કરાયો છે.)
ADVERTISEMENT
5/6
બીમારીની સારવાર માટે રકમ ઉપાડવાની કોઈ નિશ્ચિત સીમા નથી. જરૂરિયાત મુજબ ગમે તેટલી વાર ક્લેમ કરી શકાય છે. સમગ્ર પીએફ સભ્યપદ દરમિયાન શિક્ષણના ખર્ચ માટે મહત્તમ 10 વખત પૈસા ઉપાડી શકાશે. પરિવારમાં લગ્નના ખર્ચ માટે સમગ્ર નોકરી દરમિયાન મહત્તમ 5 વખત એડવાન્સ મંજૂર કરવામાં આવશે.
6/6
હાલમાં નાણાકીય વર્ષ માટે ઈપીએફ ખાતા પર 8.25% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ દેશના 34 કરોડથી વધુ સભ્યોના ખાતામાં વ્યાજની રકમ ક્રેડિટ કરવામાં આવી હતી. તેથી, ખાતામાં બાકી રહેતી 25% રકમ પર સભ્યોને ચક્રવૃદ્ધિ વ્યાજનો ઉત્તમ લાભ મળતો રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ