ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી, ‘રિટર્ન ગિફ્ટ’માં ભાઈએ બહેનને આપી ખાંડ અને ડુંગળી

રાજકોટ / રાજકોટમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી, ‘રિટર્ન ગિફ્ટ’માં ભાઈએ બહેનને આપી ખાંડ અને ડુંગળી

Published By: Vishal Khamar
Reported By: Sunny Maiyad

Last Updated: 04:15 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં રક્ષાબંધનના પર્વે કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવાએ પૂર્વ કોર્પોરેટર કોમલબેન ભરાઈને વધતી મોંઘવારી વચ્ચે ડુંગળી અને ખાંડની અનોખી ભેટ આપી.

ADVERTISEMENT

રાજકોટમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભાઈ-બહેનના સ્નેહ સાથે મોંઘવારીનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. શહેર કોંગ્રેસના માલધારી અગ્રણી રણજીત મુંધવાએ રક્ષાબંધન નિમિત્તે પૂર્વ કોર્પોરેટર અને બહેન કોમલબેન ભરાઈને રૂપિયા કે અન્ય પરંપરાગત ભેટ આપવાને બદલે ખાંડ અને ડુંગળી ભેટમાં આપી હતી.

ભાવ વધતા હોવાના મુદ્દે લોકોમાં ચર્ચા

હાલમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધતા હોવાના મુદ્દે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે મોંઘવારી સામે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવતા રણજીત મુંધવાએ બહેનને ખાંડ અને ડુંગળીની ભેટ આપી હતી.

‘મોંઘવારીથી બહેનનું રક્ષણ’ કરવાનો સંદેશ

રક્ષાબંધનના દિવસે બહેનને ભેટ આપવાની પરંપરા વચ્ચે રણજીત મુંધવાએ અનોખી રીતે મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે આજના સમયમાં સામાન્ય પરિવારના બજેટમાં ખાંડ અને ડુંગળી જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પણ મહત્વની બની ગઈ છે. આ અનોખી ભેટ દ્વારા તેમણે ‘મોંઘવારીના મારથી બહેનનું રક્ષણ’ કરવાનો સંદેશ આપ્યો હતો. રક્ષાબંધનના પર્વને સામાજિક અને રાજકીય સંદેશ સાથે જોડતી આ ભેટને લઈને શહેરમાં પણ ચર્ચા જોવા મળી હતી.

આ પણ વાંચોઃ જાફરાબાદના ખંઢેરા હનુમાન મંદિરના પૂજારી સંપર્ક વિહોણા, જવાના હતા નેપાળ

બહેનોને રૂપિયાના બદલે જીવનજરૂરી વસ્તુઓની ભેટ

રણજીત મુંધવાએ માત્ર પોતાની બહેનને જ નહીં, પરંતુ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય પરિવારો તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. રક્ષાબંધન પર રૂપિયાની ભેટ આપવાની જગ્યાએ ખાંડ અને ડુંગળી આપીને તેમણે વધતી મોંઘવારી અંગે સરકાર સામે પ્રતિકાત્મક વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. રક્ષાબંધનના પર્વે આપવામાં આવેલી આ અનોખી ભેટના કારણે ભાઈ-બહેનના સ્નેહ સાથે મોંઘવારીનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Raksha Bandhan Ranjit Mundhva Komalben Bharai

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ