ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:28 PM, 28 August 2026
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $4,600 પ્રતિ ઔંસથી ઉપર પહોંચી જતાં રોકાણકારોના મનમાં ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે કે, શું તાજેતરના કરેક્શન બાદ સોના અને ચાંદીમાં ખરીદી (Reload) કરવાનો આ શ્રેષ્ઠ સમય છે?
ADVERTISEMENT

વેલમ કેપિટલ (Vallum Capital) ના ઓગસ્ટ મેક્રો ગ્રિડ ચાર્ટબુક અનુસાર, ઓગસ્ટ મહિનામાં સોનાએ 9% નું વળતર આપ્યું છે, જે વ્યાપક ઇક્વિટી માર્કેટના વળતર કરતાં લગભગ 5 ગણું વધુ છે. આ સાથે જ ગોલ્ડ માઇનિંગ (સોનું ઉત્ખનન કરતી) કંપનીઓને 21% નો ફાયદો થયો છે. વેલમ કેપિટલનું માનવું છે કે કિંમતોમાં આવેલા તાજેતરના ઘટાડાથી સોના-ચાંદી પ્રત્યેનો પોઝિટિવ આઉટલુક બદલાયો નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
તાજેતરની તેજી પાછળ યુએસ ટ્રેઝરી યીલ્ડમાં થયેલો ઘટાડો અને ડોલરનું નબળું પડવું મુખ્ય કારણો છે. યુએસ ટ્રેઝરી દ્વારા લાંબા ગાળાના બોન્ડ્સની ખરીદી જાહેર કરાતાં યીલ્ડ ઘટી છે. વેલમ કેપિટલે પોતાના પોઝિટિવ આઉટલુક માટે સેન્ટ્રલ બેંકોની અભૂતપૂર્વ માંગ તરફ આંગળી ચિંધી છે.
સેન્ટ્રલ બેંકોની ખરીદી: 2026ની બીજી ત્રિમાસિક વિગતો મુજબ, વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ 288.9 ટન સોનું ખરીદ્યું છે, જે ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર ધોરણે 411% નો ઉછાળો દર્શાવે છે.
ADVERTISEMENT
સપ્લાય મર્યાદિત: સોનાની માઇન પ્રોડક્શનમાં માત્ર 2% નો વધારો થયો છે, જ્યારે રીસાઇકલ સોનામાં 6% નો ઘટાડો નોંધાયો છે, જેનાથી કુલ સપ્લાય સ્થિર રહી છે.
ગ્લોબલ ડેટ અને હેજિંગ: વૈશ્વિક દેવું (Global Debt) લગભગ $350 ટ્રિલિયન સુધી પહોંચી ગયું હોવાથી ચલણના મૂલ્યહ્રાસ (Currency Debasement) સામે રક્ષણ મેળવવા સોનું ઉત્તમ 'હેજ' સાબિત થઈ રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
2021 થી 2026 વચ્ચે ચાંદીમાં 263% અને સોનામાં 164% નો ઉછાળો આવ્યો છે. તેમ છતાં ગોલ્ડ-સિલ્વર રેશિયો હાલમાં 69 ગણો છે, જે તેના ઐતિહાસિક સરેરાશ (45-50 ગણો) કરતાં ઘણો ઊંચો છે, જે ચાંદીમાં પણ વધુ તેજીની શક્યતા દર્શાવે છે.
બીજો પક્ષ: તેજી પાછળ આંધળો વિશ્વાસ ન રાખવાની ચેતવણી
તમામ બજાર વિશ્લેષકો આ તેજીથી સંપૂર્ણ સહમત નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સોનામાં આવેલો આ ઉછાળો કોઈ મોટો માળખાકીય બદલાવ નથી પણ માત્ર એક 'ટેક્ટિકલ રાહત' (ટૂંકા ગાળાનો ઉછાળો) છે. આગામી 3 થી 5 વર્ષમાં ગ્લોબલ કેપેક્સ (એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર, ડિફેન્સ અને એનર્જી) સેક્ટરમાં મોટા પ્રમાણમાં કેપિટલ જવાની છે. આથી કેપિટલની કોસ્ટ ઊંચી રહેશે અને સોનું ઇક્વિટી કે ઇન્ડસ્ટ્રિયલ મેટલ્સની સરખામણીએ નબળું પ્રદર્શન કરી શકે છે.
આ પણ વાંચોઃ ''20થી 25 મિનિટમાં જ પાણી...'', નેપાળમાં ફરી જળપ્રલયનું સંકટ! સુરક્ષિત સ્થાને ખસવા વોર્નિંગ
સ્થાનિક રોકાણકારો પણ સોનામાં આંધળી દોડ મૂકવાને બદલે સમજી-વિચારીને રોકાણ કરી રહ્યા છે. જુલાઈમાં પ્રેશિયસ મેટલ ફંડ્સમાં રોકાણ ઘટીને ₹4,084 કરોડ રહ્યું હતું, જે જૂનમાં ₹8,680 કરોડ હતું. જુલાઈમાં મની-માર્કેટ ફંડ્સમાં ₹1.40 લાખ કરોડનું મોટું રોકાણ જોવા મળ્યું હતું. જાન્યુઆરી 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાન ભારતીય રીટેલ રોકાણકારોએ ગોલ્ડ ફંડ્સ અને ETF માં અંદાજે ₹93,000 કરોડ ઠાલવ્યા હતા. નિષ્ણાતોની સલાહ છે કે, સોના-ચાંદીમાં નવું રોકાણ કરતાં પહેલાં રિયલ યીલ્ડ, ડોલર ઇન્ડેક્સ, ગ્લોબલ ફિસ્કલ પોલિસી અને સેન્ટ્રલ બેંકોની ખરીદી જેવા મુખ્ય સંકેતો પર નજર રાખવી અત્યંત જરૂરી છે.
(ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલા વિચારો નિષ્ણાતોના અંગત અભિપ્રાય છે. કોઈપણ નાણાકીય રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અવશ્ય લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો