ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / નેપાળ તબાહી બાદ ગંગાનું જળસ્તર વધ્યું, આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ, પલાયન કરવા માટે તૈયાર

નેશનલ / નેપાળ તબાહી બાદ ગંગાનું જળસ્તર વધ્યું, આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ, પલાયન કરવા માટે તૈયાર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:43 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganga River: ગંગા નદીના વધતા જળસ્તર અને નેપાળથી સંભવિત જળપ્રલયને કારણે બિહારના મોકામા દિયારા ક્ષેત્રમાં પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે, જેના કારણે રહેવાસીઓ સ્થળાંતર માટે તૈયારી કરી રહ્યા છે.

ADVERTISEMENT

નેપાળમાં પૂરથી થયેલી જાનહાની જેવો ખતરો હવે બિહારના મોકામા દિયારા થઇ શકે તેવી આશંકાને લઇ સ્થાનિક લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગંગા નદીના વધતા જળસ્તરે દિયારાના રહેવાસીઓમાં ભય પેદા કર્યો છે. અધિકારીઓ અને ગ્રામજનો ગંગા નદીના વધતા જળસ્તર પર નજીકથી નજર રાખી રહ્યા છે. રહેવાસીઓએ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. વહીવટીતંત્ર પણ એલર્ટ થઇ ગયું છે.

જાણકારી અનુસાર નેપાળ દુર્ઘટનાએ બિહારના મોકામા વિસ્તારના જંજીરા અને કસહા દિયારા પ્રદેશોમાં ખતરાની ઘંટડી વગાડી છે. ગ્રામજનો માને છે કે નેપાળની નદીઓનું પાણી વહેલા કે મોડા ગંગા નદીના જળસ્તરને વધુ વધારી શકે છે.

આ ખતરાના ડરથી દિયારાના રહેવાસીઓએ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સ્થળાંતરની તૈયારી શરૂ કરી દીધી છે. શુક્રવારે ગંગા નદીમાં જળસ્તર વધારાથી ગ્રામજનોમાં ભય વધુ વધ્યો છે.

મોકામા જિલ્લા મેજિસ્ટ્રેટએ જણાવ્યું હતું કે શુક્રવારે ગંગાના પાણીના સ્તરમાં થોડો વધારો નોંધાયો હતો, પરંતુ તેમણે લોકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરી હતી. સીઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં જંજીરા દિયારાથી કોઈ સ્થળાંતર થયું નથી. તેમણે મોકામા બ્લોકમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું.

VTV Digital 1

આ પણ વાંચોઃ Nepal Flood / નેપાળમાં પૂરનું તાંડવ! પૂર્વ રેલવે મંત્રીની પુત્રવધૂ અચાનક ગુમ, 25 ઓગસ્ટથી સંપર્ક તૂટ્યો

કસહા દિયારાના એક રહેવાસીએ મીડિયાને જણાવ્યું હતું કે આ વિસ્તારના તમામ ગામડાઓમાં કટોકટીનો સામનો કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગામલોકોએ સ્થળાંતરની સ્થિતિમાં માનસિક રીતે પોતાને તૈયાર કરી લીધા છે. હાલમાં લોકોમાં કોઈ ગભરાટ નથી, પરંતુ સ્થળાંતરની તૈયારીમાં કોઈ ઢીલ બતાવવામાં આવશે નહીં.

જો જંજીરા દિયારામાં પરિસ્થિતિ વધુ વણસે તો લોકોને મોકામા લાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રજિસ્ટર્ડ બોટનો ઉપયોગ કરીને રહેવાસીઓને બચાવી શકાય છે. અધિકારીઓ પુરી રીતે એલર્ટ છે અને નદીના વધતા પાણીના સ્તર પર નજર રાખી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ganga River Nepal floods Mokaya News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ