ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / નેપાળમાં ગુમ થયેલા ગુજરાતીઓની સંખ્યા વધીને 25 થઈ, જુઓ સંપૂર્ણ યાદી

અપડેટ / નેપાળમાં ગુમ થયેલા ગુજરાતીઓની સંખ્યા વધીને 25 થઈ, જુઓ સંપૂર્ણ યાદી

Published By: Ajitsinh Jadeja
Reported By: Mehul Desai

Last Updated: 11:11 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal Flood: નેપાળમાં આવેલા વિનાશક પૂરે ભારે વિનાશ વેર્યો છે, જેમાં 500 થી વધુ લોકો માર્યા ગયા છે અને 1,000 થી વધુ લોકો ગુમ થયા છે.

ADVERTISEMENT

Nepal missing Gujaratis: નેપાળમાં સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના ગુમ થયેલા લોકોની સંખ્યા વધીને 25 થઈ હોવાની માહિતી સામે આવી છે. રાજ્ય સરકારે આજે નેપાળમાં લાપતા ગુજરાતીઓની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમદાવાદ, આણંદ, ખેડા, અમરેલી, વલસાડ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત ગુજરાતના વિવિધ શહેરોના લોકોનો સમાવેશ થાય છે. વધુ બે એનઆરઆઈ નેપાળમાં સંપર્ક વિહોણા બન્યા છે. સુરતના કામરેજ અને અમદાવાદની બે મહિલાઓ લાપતા છે.

lapta-gujrat1

ગુજરાતના કુલ 25 લોકો નેપાળમાં લાપતા હોવાની માહિતી મળી

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 25 લોકો નેપાળમાં લાપતા હોવાની માહિતી મળી છે. આ લોકો અંગે તેમના પરિવારજનોમાં ચિંતા વધી છે અને તેમના સગાં-સંબંધીઓ સરકાર તથા સંબંધિત તંત્ર પાસેથી સતત માહિતી મેળવી રહ્યા છે.

lapta-gujrat2

વિદેશમાં વસતા ગુજરાતીઓનો પણ સમાવેશ

લાપતા લોકોની યાદીમાં માત્ર ગુજરાતમાં રહેતા લોકો જ નહીં, પરંતુ વિદેશમાં વસતા કેટલાક ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, 25 લાપતા ગુજરાતીઓમાંથી 2 લોકો ન્યૂઝીલેન્ડ, 7 લોકો અમેરિકા અને 2 લોકો કેનેડામાં વસવાટ કરતા હતા. નેપાળમાં ગયેલા આ લોકો સાથે સંપર્ક ન થતાં તેમના પરિવારજનો દ્વારા સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી છે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વિગતો એકત્ર કરીને લાપતા લોકોની યાદી જાહેર કરવામાં આવી છે.

lapta-gujrat3lapta-gujrat4

રાજ્ય સરકારે નેપાળમાં ગુમ થયેલા લોકોની યાદી કરી જાહેર

હાલમાં જાહેર થયેલી યાદી મુજબ 25 ગુજરાતીઓ લાપતા હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં તપાસ અને સંપર્ક પ્રક્રિયા આગળ વધતાં આ આંકડામાં ફેરફાર થવાની શક્યતા છે. સરકાર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લાપતા લોકો અંગેની માહિતી મળતાં પરિવારજનોને જાણ કરવામાં આવશે.

lapta-gujrat5

લાપતા થયેલા ગુજરાતી

અમદાવાદ 05 (02 અમેરિકી નાગરિક, 02 ન્યુઝીલેન્ડના નાગરિક), આણંદ 04 (૦૨02 અમેરિકી નાગરિક, 02 કેનેડિયન નાગરિક), રાજકોટ 01, વલસાડ 01, સુરત 04 (04 અમેરિકી નાગરિક, 01 દક્ષિણ આફ્રિકન નાગરિક, 01 મુંબઈ નિવાસ), ખેડા 04 (02 અમેરિકી નાગરિક, 02 કેનેડિયન નાગરિક), અમરેલી 02 (01 અમેરિકી નાગરિક), ગાંધીનગર 04 (03 અમેરિકી નાગરિક, 01 ઓસ્ટ્રેલિયન નાગરિક) (કુલ=25)

VTV Digital 1

આ પણ વાંચોઃ Surat News / સુરતમાં બોગસ ડૉક્ટર ઝડપાયા, ડિગ્રી વગર એક દશકાથી ચલાવી રહ્યા હતા ક્લિનિક, 4.90 લાખનો મુદ્દામાલ જપ્ત

નોધનીય છે કે, નેપાળમાં આવેલા વિનાશક પૂરે ભારે વિનાશ વેર્યો છે, જેમાં 500 થી વધુ લોકો માર્યા ગયા છે અને 1,000 થી વધુ લોકો ગુમ થયા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે આશરે 315 ભારતીયોનો હજુ પણ સંપર્ક થઇ શક્યો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Flood Gujaratis missing in Nepal Nepal missing Gujaratis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ