ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:09 PM, 28 August 2026
ADVERTISEMENT
Nepal Flood: નેપાળમાં અચાનક પૂરથી ભારે વિનાશ થયો છે. દરમિયાન નેપાળ સેના દ્વારા 21 ભારતીય યાત્રાળુઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ દિલ્હી પરત ફર્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમની સાથે મુલાકાત કરી અને જણાવ્યું કે આશરે 315 ભારતીયોનો હજુ પણ સંપર્ક થઇ શક્યો નથી.
ADVERTISEMENT
અચાનક પૂર બાદ નેપાળમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. દરમિયાન નેપાળમાં ફસાયેલા 21 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યા છે. તે બધા ઈન્ડિગો ફ્લાઇટમાં દિલ્લી પહોંચ્યા છે.
Moving to hear experiences of rescued pilgrims. pic.twitter.com/bg9tSofA1H
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 28, 2026
ADVERTISEMENT
વિદેશ મંત્રી એસ. જયશંકરે આ લોકો સાથે મુલાકાત કરી. તેમણે જણાવ્યું કે નેપાળમાં આશરે 315 ભારતીયો હજુ પણ ગુમ છે. ભારત સરકાર નેપાળ સાથે સતત સંપર્કમાં છે અને તેના નાગરિકોના સુરક્ષિત પરત ફરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
એસ. જયશંકરે જણાવ્યું કે દિલ્હી પરત ફરેલા 21 ભારતીયો યાત્રા માટે નેપાળ ગયા હતા અને પૂર પછી ત્યાં ફસાયા હતા. નેપાળ સેનાએ તેમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં બચાવ્યા. ત્યારબાદ તેમને કાઠમંડુ લાવવામાં આવ્યા. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે તેમના ભારત પાછા ફરવાની વ્યવસ્થા કરી. તે બધા હવે સુરક્ષિત છે.
ADVERTISEMENT
Received a group of 21 pilgrims from Tamil Nadu who were rescued from the floods in Nepal.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 28, 2026
Was moved to hear their experience first hand. Thank the @NepaliArmyHQ and Government for this rescue effort. Appreciate @IndiaInNepal’s facilitation of their smooth return to India. pic.twitter.com/P0cNsY5exF
જયશંકરે તેમની સાથે વાત કરી અને નેપાળ સેનાના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે ભારતનું પ્રાથમિક ધ્યાન હાલમાં નેપાળમાં ફસાયેલા ભારતીયોનો સંપર્ક કરવા પર છે. આશરે 315 ભારતીયો સંપર્કવિહોણા છે. અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએથી આશરે 85 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ચીન બાજુ 400 ભારતીયો સુરક્ષિત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ચીન બાજુ 400 ભારતીયો ફસાયેલા છે. તે બધા સુરક્ષિત છે અને તેમના પરિવારોના સંપર્કમાં છે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ પણ તેમના સંપર્કમાં છે. અનેક વ્યક્તિઓના પરિવારોએ હેલ્પલાઇન દ્વારા દૂતાવાસનો સંપર્ક કર્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Nepal Flood / નેપાળમાં પૂરનું તાંડવ! પૂર્વ રેલવે મંત્રીની પુત્રવધૂ અચાનક ગુમ, 25 ઓગસ્ટથી સંપર્ક તૂટ્યો
ADVERTISEMENT
ભારતીય દૂતાવાસ સ્થાનિક ચીની અધિકારીઓ સાથે સંપર્કમાં છે. આ ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે એક યોજના પર કામ કરવામાં આવી રહ્યુ છે. દરમિયાન ચીનના તિબેટ ક્ષેત્રમાંથી 93 ભારતીયો નેપાળ પહોંચ્યા છે.
ભારતે નેપાળમાં રાહત કામગીરી પણ તેજ બનાવી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતે 26 ઓગસ્ટની સાંજે પોતાનું પહેલું રાહત વિમાન મોકલ્યું હતું, જેમાં આશરે 10 ટન રાહત પુરવઠો હતો, જેમાં કામચલાઉ આશ્રયસ્થાનો, ધાબળા, સ્વચ્છતા કીટ, સૌર લેમ્પ અને દવાઓનો સમાવેશ થતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ