ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નરોડા GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે, બ્રિગ્રેડ કોલ

અમદાવાદ / નરોડા GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે, બ્રિગ્રેડ કોલ

Published By: Vishal Khamar
Reported By: Parth Jani

Last Updated: 12:24 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરોડા GIDC ફેઝ-3માં આવેલી કંપનીમાં વિકરાળ આગ લાગતા બ્રિગેડ કોલ જાહેર કરાયો. નરોડા અને કૃષ્ણનગર સહિતની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે.

ADVERTISEMENT

અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આજે ભીષણ આગની ઘટના સામે આવી છે. નરોડા GIDCના ફેઝ-3માં આવેલી એક કંપનીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

10 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

આગની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નરોડા, કૃષ્ણનગર અને નરોડા GIDC ફાયર સ્ટેશનની ટીમો સહિત આશરે 10 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી

ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. આગના કારણે કંપનીમાં કેટલું નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી, કરશે વન ટૂ વન બેઠક, જાણો કેમ

મેયર હિતેશ બારોટ પણ GIDC પહોંચ્યા

દરમિયાન અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા નરોડા GIDC ખાતે પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળે ચાલી રહેલી ફાયર વિભાગની કામગીરીની માહિતી મેળવી હતી. હાલ ફાયર વિભાગની અનેક ટીમો આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Naroda GIDC fire Ahmedabad Naroda Phase 3 fire Ahmedabad fire news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ