ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Hanuman Anshનો મોટો ચમત્કાર, જેટલુ 18 દિવસમાં ના કરી શકી કમાણી તેટલી 2 દિવસમાં કમાણી કરી!

મનોરંજન / Hanuman Anshનો મોટો ચમત્કાર, જેટલુ 18 દિવસમાં ના કરી શકી કમાણી તેટલી 2 દિવસમાં કમાણી કરી!

Published By: Bijal Vyas

Last Updated: 03:52 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હનુમાન અંશે ફિલ્મે રિલીઝના 22 દિવસોમાં બોક્સ-ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. શરૂઆત પ્રમાણમાં ધીમી રહ્યા બાદ, ફિલ્મની ગતિ અદભૂત રહી છે. તેની કમાણી અંગેના તાજેતરના આંકડા હવે સામે આવ્યા છે.

ADVERTISEMENT

ઓછા બજેટની બોલિવૂડ ફિલ્મ 'હનુમાન અંશ' ધીમે ધીમે સફળતાની ગતિ પકડી રહી હોય તેવું જણાય છે અને તેની બોક્સ-ઓફિસની કમાણીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. આશ્ચર્યજનક રીતે, યશની ફિલ્મ 'ટોક્સિક' (Toxic) રિલીઝ થયા બાદ તરત જ આ ફિલ્મને વેગ મળ્યો છે. સામાન્ય રીતે, જ્યારે કોઈ મોટા બજેટની ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે તે સમયે ચાલી રહેલી અન્ય ફિલ્મોની બોક્સ-ઓફિસ કમાણીમાં ઘટાડો જોવા મળે છે. પરંતુ આ કિસ્સામાં તેનાથી વિપરીત થઈ રહ્યું છે. 'હનુમાન અંશ' ફિલ્મે તેના 22મા દિવસે બોક્સ-ઓફિસ પર ખરેખર અદભૂત પ્રદર્શન કર્યું છે.

રિલીઝ થયા પછીના શરૂઆતના 16 દિવસો દરમિયાન ફિલ્મને પ્રેક્ષકો મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને તેની કમાણી માત્ર લાખોમાં જ સીમિત રહી હતી. જોકે, 17 મા દિવસે એટલે કે ત્રીજા રવિવારે તેણે 2.20 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ત્યાર બાદ ફિલ્મે પાછું વળીને જોયું નથી અને તે સતત દરરોજ આશરે 1-2 કરોડ રુપિયાની કમાણી કરી રહી છે. તેમ છતાં, રિલીઝ પછીના ચોથા શનિવારે જોવા મળેલા 'હનુમાન અંશ' ચમત્કારે સૌને સ્તબ્ધ કરી દીધા છે.

હનુમાન અંશનું બોક્સ ઓફિસ ક્લેક્શન

રિલીઝ થયાના પ્રથમ 16 દિવસોમાં હનુમાન અંશ ફિલ્મે 1.40 કરોડ રુપિયાની કમાણી કરી હતી. 17મા દિવસે તેણે 2.20 કરોડ રુપિયાની કમાણી કરી. 18મા દિવસે તેની કમાણી 1.25 કરોડ રુપિયા રહી હતી. 19મા દિવસે ફિલ્મે 2.35 કરોડ રુપિયા ની કમાણી કરી. 20મા દિવસે તેણે 1.50 કરોડ રુપિયાની કમાણી કરી અને 21મા દિવસે તેનું કલેક્શન 2.10 કરોડ રુપિયા હતું.

આ પણ વાંચોઃ કોણ હતા અંકિત બાલિયાન ? ‘ગોળી મારેંગે' ગીતથી મેળવી હતી લોકપ્રિયતા, રાજકારણમાં જોડાવાની પણ હતી તૈયારી

આ ઉપરાંત 22મા દિવસે એટલે કે ચોથા શનિવારે તેની કમાણી ત્રણ ગણી થઈ ગઈ અને કુલ કલેક્શન 6.50 કરોડ રુપિયા સુધી પહોંચ્યું. પરિણામે, 22 દિવસમાં ફિલ્મનું નેટ કલેક્શન 18.38 કરોડ રુપિયા થયું છે, જ્યારે તેનું ગ્રોસ કલેક્શન 21.65 કરોડ રુપિયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

box office collection day 22 Spiritul movie hanuman ansh

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ