ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / નિધિ પટેલ હત્યા કેસમાં SITની રચના, હત્યારાઓએ હત્યા કરીને લાશ ધાબા પર મૂકી દીધી હતી

સુરત / નિધિ પટેલ હત્યા કેસમાં SITની રચના, હત્યારાઓએ હત્યા કરીને લાશ ધાબા પર મૂકી દીધી હતી

Published By: Hiralal Parmar
Reported By: Nirmal Patel

Last Updated: 04:14 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ચકચારી નિધિ પટેલ હત્યા કેસમાં પોલીસે હત્યારાઓને પકડવા માટે સીટની રચના કરી છે.

ADVERTISEMENT

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે 25 વર્ષીય યુવતીની હત્યા અને લૂંટ કેસમાં પોલીસે સીટની રચના કરી છે. સુરત જિલ્લા SP રાજેશ ગઢિયાએ એક ASP, ચાર PI અને એક PSI નો SIT માં સમાવેશ કર્યો છે. 20 જેટલી અલગ અલગ પોલીસ ટીમો તપાસમાં લાગી છે. સમગ્ર કેસની તપાસ સુરત જિલ્લા LCB PI એન. જી પાંચાણીને સોંપાઈ છે.

હત્યા કરી લાશ ધાબા પર સંતાડી

ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખ્સોએ યુવતીની હત્યા કરી લાશ ધાબા પર સંતાડી દીધી હતી અને ત્યારબાદ લાખો રૂપિયાની મતા લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામના ટેકરી ફળિયામાં આ ચકચારી ઘટના બની છે. ફરિયાદી પરિવારના ઘરમાં અજાણ્યા ઇસમોએ ઘૂસી લૂંટના ઇરાદે ઘાતકી કૃત્ય આચર્યું હોવાની વિગતો સામે આવી છે. ઘરમાં હાજર 25 વર્ષીય નિધીકુમારી પટેલને આરોપીઓએ કાબૂમાં લઈ તેનું મોત નિપજાવ્યું હોવાની પોલીસ ફરિયાદમાં વિગતો છે. ત્યારબાદ મૃતદેહને ઘરના ધાબા પર દાદરના કેબિન પાછળના ભાગે સંતાડી દેવામાં આવ્યો હતો.

હત્યા કરીને લૂંટ ચલાવી

આરોપીઓએ મકાનમાં રહેલા પતરાના કબાટની ચાવી મેળવી કબાટ ખોલ્યો હતો અને સોનાના દાગીના, રોકડ તેમજ ચાંદીના દાગીના સહિતની મતા લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસ ફરિયાદ મુજબ સોનાની ચેઇન, વીંટી, બ્રેસલેટ, રોકડ રૂપિયા 35 હજાર, ચાંદીના સાકળા તેમજ મૃતકનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.2 લાખ 52 હજારની મતા લૂંટાઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ફળિયાના લોકો તાત્કાલિક ભેગા થઈ ગયા હતા અને નીતિનો મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે યુવતીની હત્યા કરનાર શખ્સો કોણ હતા? શું આરોપીઓ પરિવારથી પરિચિત હતા કે પછી લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસ્યા હતા?

વધુ વાંચો : પાટણના સમીમાં 3 વીઘા જમીન વિવાદમાં યુવકની ઘાતકી હત્યા, મોટા બાપા-કાકા-ભત્રીજો લાકડીઓ લઈને તૂટી પડ્યાં

શું બની હતી ઘટના?

નિધિના માતા-પિતા જાત્રા કરવા ગયા હતા. આ દરમિયાન અજાણ્યા ઇસમો ઘરમાં પ્રવેશ્યા હતા અને નિધિનું દોરી તથા મોબાઈલના ચાર્જિંગ કેબલથી ગળું દબાવી હત્યા કરી હતી. ઘરમાંથી કિંમતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવી તેઓ નાસી છૂટ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat crime surat crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ