ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર: લોક રક્ષક કેડરમાં 3 હજાર નવી જગ્યાઓ પર ભરતીની તૈયારી, ધોરણ-12 પાસ ઉમેદવારોને તક

ગાંધીનગર / પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર: લોક રક્ષક કેડરમાં 3 હજાર નવી જગ્યાઓ પર ભરતીની તૈયારી, ધોરણ-12 પાસ ઉમેદવારોને તક

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 02:55 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પોલીસ ભરતી 2026 અંગે મહત્વના સમાચાર. લોક રક્ષક કેડરની અંદાજે 3000 નવી જગ્યાઓની ભરતી થઈ શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026માં જાહેરાત અને ત્યારબાદ શારીરિક તથા લેખિત પરીક્ષા યોજાઈ શકે છે.

ADVERTISEMENT

ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોક રક્ષક કેડરમાં આશરે 3,000 નવી જગ્યાઓ પર ભરતી કરવાની તૈયારી ચાલી રહી છે. આ ભરતીમાં ધોરણ-12 પાસ ઉમેદવારોને તક મળી શકે છે.

મળતી માહિતી મુજબ, ભરતી અંગેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2026 દરમિયાન જાહેર થઈ શકે છે. જોકે, અંતિમ જાહેરાત અને ભરતી પ્રક્રિયાની તારીખો પોલીસ ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.

ડિસેમ્બર-જાન્યુઆરીમાં શારીરિક કસોટી યોજાઈ શકે

ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોની શારીરિક કસોટી ડિસેમ્બર 2026થી જાન્યુઆરી 2027 દરમિયાન યોજાય તેવી શક્યતા છે. ત્યારબાદ લેખિત પરીક્ષાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.

માર્ચ-એપ્રિલ 2027માં લેખિત પરીક્ષાની શક્યતા

સૂત્રો મુજબ, ભરતીની પ્રક્રિયા સમયસર આગળ વધે તો માર્ચ અથવા એપ્રિલ 2027માં લેખિત પરીક્ષા યોજાઈ શકે છે. જોકે પરીક્ષાની ચોક્કસ તારીખ અંગેનો નિર્ણય સત્તાવાર જાહેરાત બાદ જ લેવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતનું ‘મહા વન કવચ’ 2026-27: 106 સ્થળોએ 1,526 હેક્ટરમાં વૃક્ષારોપણ

પોલીસ ભરતી બોર્ડ કરશે ભરતી

લોક રક્ષક કેડરની આ ભરતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ઉમેદવારોએ ભરતીની જાહેરાત બહાર પડ્યા બાદ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, શારીરિક માપદંડ, પરીક્ષાનો અભ્યાસક્રમ અને અરજી પ્રક્રિયા સહિતની વિગતો સત્તાવાર નોટિફિકેશનમાં તપાસવી જરૂરી રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lokrakshak Recruitment 2026 Gujarat Police Bharti 2026 Gujarat Police Vacancy 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ