ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુંબઈ / પાટા પર તો જાણે નદી વહેતી હોય એટલું પાણી, છતાંય વંદે ભારત સડસડાટ નીકળી ગઇ

VIDEO / પાટા પર તો જાણે નદી વહેતી હોય એટલું પાણી, છતાંય વંદે ભારત સડસડાટ નીકળી ગઇ

Published By: Nidhi Panchal

Last Updated: 11:14 AM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. રસ્તાઓ, રેલવે ટ્રેક અને અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક અને લોકલ ટ્રેન સેવાઓ પર ગંભીર અસર જોવા મળી છે

ADVERTISEMENT

મુંબઇમાં ભારે અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં માત્ર 10 કલાકમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાતા સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ટ્રાફિક વ્યવસ્થા ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે અને મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પણ અસરગ્રસ્ત બની છે. સતત વરસાદ અને દરિયામાં આવેલી ઊંચી ભરતીને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ પહેલાથી જ મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની ચેતવણી આપી હતી, જે હવે સાચી સાબિત થઈ રહી છે.

train

વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં વંદે ભારત એક્સપ્રેસ પાણીમાં ડૂબી ગયેલા રેલવે ટ્રેક પરથી પસાર થતી જોવા મળે છે. અહેવાલ મુજબ આ વીડિયો મુંબઈના કાંજુરમાર્ગ વિસ્તારનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં ટ્રેક પર મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું જોવા મળે છે, તેમ છતાં વંદે ભારત એક્સપ્રેસ પોતાની ગતિએ આગળ વધી રહી છે. ટ્રેન જ્યારે ઓવરબ્રિજ નીચેથી પસાર થાય છે ત્યારે પાણીના મોટા મોજાં ઊંચે ઉછળતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ ટ્રેનની આધુનિક ટેકનોલોજી અને એન્જિનિયરિંગની પ્રશંસા કરી છે, જ્યારે કેટલાક લોકોએ આવા પ્રતિકૂળ હવામાનમાં ટ્રેન ચલાવવાની સલામતી અંગે પ્રશ્નો પણ ઉઠાવ્યા છે.

સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન સૌથી વધુ 247 મીમી વરસાદ નોંધાયો

વરસાદના આંકડાઓ પણ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. વિક્રોલીમાં સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન સૌથી વધુ 247 મીમી વરસાદ નોંધાયો હતો. પવઈમાં 240 મીમી, ચિંચોલીમાં 220 મીમી અને અંધેરીમાં 208 મીમી વરસાદ નોંધાયો હતો. મુંબઈને અડીને આવેલા નવી મુંબઈમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ઐરોલીમાં 180 મીમી, દિઘામાં 155 મીમી અને કોપરખૈરણેમાં 143 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત IMDની સાંતાક્રુઝ વેધશાળાએ સવારે 8:30થી સાંજે 5:30 દરમિયાન 164 મીમી વરસાદ નોંધ્યો હોવાનું જણાવ્યું છે.

મોગરા ડ્રેઇન ઓવરફ્લો થઈ ગયો

સતત વરસાદને કારણે અંધેરી વિસ્તારનો મોગરા ડ્રેઇન ઓવરફ્લો થઈ ગયો હતો. તેના કારણે અંધેરી સબવે, એસવી રોડ, લિંક રોડ સહિત અનેક મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયા હતા. 4.26 મીટરની ઊંચી દરિયાઈ ભરતીએ પરિસ્થિતિને વધુ વિકટ બનાવી દીધી હતી. અનેક વિસ્તારોમાં કલાકો સુધી પાણી ભરાયેલા રહ્યા, જેના કારણે રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ અંધેરી, વિક્રોલી અને ચેમ્બુર સહિતના અનેક વિસ્તારોમાં કેટલાક રસ્તાઓ અસ્થાયી ધોરણે બંધ કરી દીધા હતા. અનેક સ્થળોએ લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા અને ઘણા લોકોને ઘૂંટણ સુધીના પાણીમાં ચાલીને પોતાના ગંતવ્ય સુધી પહોંચવું પડ્યું.

આ પણ વાંચો : આવતીકાલે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, તમામ ટ્રસ્ટીઓ થશે આમને-સામને

ભારે વરસાદની અસર મુંબઈની લોકલ ટ્રેન સેવાઓ પર પણ જોવા મળી હતી. પશ્ચિમ રેલવેના વિરાર-નાલાસોપારા સેક્શનમાં ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેનો 15થી 20 મિનિટ મોડી ચાલી હતી. મધ્ય રેલવેની કલ્યાણ-સીએસએમટી લાઇન પર 20થી 25 મિનિટ અને હાર્બર લાઇન પર 10થી 15 મિનિટનો વિલંબ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગે સોમવાર સવાર સુધી મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રવિવાર સુધી રેડ એલર્ટ યથાવત રહેશે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવા અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Rain IMD Vande Bharat Express

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ