ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / "અનેક સામ્રાજ્ય આવ્યાં, અનેક સામ્રાજ્ય ગયાં, પણ ઈન્ડોનેશિયા સાથે ભારતના સંબંધ એવાને એવા રહ્યા"- જાણો પોતાના સંબોધનમાં બીજું શું બોલ્યા PM મોદી?

વિશ્વ / "અનેક સામ્રાજ્ય આવ્યાં, અનેક સામ્રાજ્ય ગયાં, પણ ઈન્ડોનેશિયા સાથે ભારતના સંબંધ એવાને એવા રહ્યા"- જાણો પોતાના સંબોધનમાં બીજું શું બોલ્યા PM મોદી?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:09 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Indonesia: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના પ્રવાસ પર છે. જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભારતના સાચા મિત્ર છે.

ADVERTISEMENT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના પ્રવાસ પર છે. જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભારતના સાચા મિત્ર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઇન્ડોનેશિયા તરફથી તેમને જેટલો પ્રેમ મળ્યો તેની જેટલી પ્રશસા કરીએ એટલી ઓછી છે. હું જ્યાં જ્યાં ગયો ત્યાં ભારતીયો પ્રત્યે સમ્માન અને આત્મીયતા જોવા મળી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "આજકાલ ફૂટબોલનો ફીવર દુનિયામાં ચાલી રહ્યો છે. અહીં ઇન્ડોનેશિયામાં પણ ફૂટબોલ પ્રત્યેની દિવાનગી જબરદસ્ત છે. તમે બધા એ એનર્જી, એ જોશ... અહી પણ લઈને આવ્યા છો, અને જોવા મળે છે. એક અજબ સંયોગ બન્યો છે કે જ્યારે પણ હું ઇન્ડોનેશિયા આવ્યો છું, ફિફા વર્લ્ડ કપનું તોફાન છવાયેલ હોય છે. પરંતુ ઇન્ડોનેશિયામાં રહેતા તમે બધા લોકો મેન ઓફ ધ મેચ છો. આજનું આ આયોજન ભવ્ય ભારતનું જીવંત ઉદાહરણ બની ગયું છે."

પીએમ મોદીએ કહ્યું, "ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સભ્યતાઓનો સંબંધ છે. સામ્રાજ્ય બને અને પડે, અને વિશ્વનું રાજકારણ બદલાયું, પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેનો હંમેશા રહેતો સંબંધ બન્યો રહ્યો. આ આપણી સૌથી મોટી તાકાત છે."

"કુછ કુછ હોતા હૈ" ગીત અહીં ફેમસ છે: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, "અહી હું જ્યાં પણ ગયો, જેને પણ મળ્યો, દરેક ચહેરા પર ભારત માટે પ્રેમ, આદર અને સ્નેહ સ્પષ્ટપણે જોયો. મેં જોયું કે ભારતનું ગીત "કુછ કુછ હોતા હૈ..." અહીં ખૂબ જ લોકપ્રિય છે. આજે મેં રાષ્ટ્રપતિ પ્રબોવોને કહ્યું કે જ્યારે ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને કામ કરે છે, ત્યારે કુછ કુછથી પણ આગળ વધુ બહુત કુછ થાય છે. આજે સવારે મને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરવાનો પણ લહાવો મળ્યો. ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન... તે 140 કરોડ ભારતીયોનું ગૌરવ છે. આ પુરસ્કાર ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચેની ગાઢ મિત્રતાનું પ્રતીક છે."

VTV Digital 1

આ પણ વાંચોઃ બિઝનેસ / શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થઇ જશે? સાઉદી અરબથી આવ્યા ગુડ ન્યૂઝ

પીએમ મોદીએ કહ્યું, "ભલે મહાનદી પર કેળાની છાલથી બનેલી નાની હોડીઓ તરતી રાખવાની પરંપરા હોય, વાયાંગ કુલિત દ્વારા મહાભારતનું નાટક હોય કે દેવી શ્રીની પૂજા હોય, દરેક પરંપરા ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના રહેતા સાંસ્કૃતિક સંબંધને દર્શાવે છે. આ સંબંધનો ઇતિહાસ જેટલો જૂનો છે તેટલો જ સમૃદ્ધ છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indonesia PM Modi india

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ