બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:51 AM, 7 July 2026
ચાર વર્ષ બાદ ભારતીય ટીમ ફરી ટ્રેન્ટ બ્રિજના મેદાન પર ટી20 મેચ રમવા ઉતરશે. છેલ્લે અહીં સૂર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકારી હતી છતાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે શ્રેણીમાં વાપસી કરવા માટે ટીમ ઈન્ડિયા મજબૂત પ્લેઇંગ-11 સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. ખાસ કરીને યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે.
ADVERTISEMENT
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે. શ્રેણીમાં પાછળ રહેલી ભારતીય ટીમ માટે આ મેચ નિર્ણાયક માનવામાં આવી રહી છે. સતત મળેલા નિરાશાજનક પરિણામો બાદ ટીમ મેનેજમેન્ટ કેટલાક મહત્વના ફેરફારો કરી શકે છે.
ADVERTISEMENT
બીજી ટી20માં રવિ બિશ્નોઈ ખૂબ મોંઘા સાબિત થયા હતા. તેમણે ચાર ઓવરમાં 60 રન આપ્યા હતા અને કોઈ વિકેટ મેળવી શક્યા નહોતા. ખાસ કરીને એક ઓવરમાં 29 રન આપ્યા બાદ મેચનો રૂખ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. આ કારણે ત્રીજી મેચમાં તેમને બહાર બેસાડવામાં આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
જો બિશ્નોઈને બહાર રાખવામાં આવે તો યુવા ઝડપી બોલર પ્રિન્સ યાદવને તક મળી શકે છે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં બોલને સ્વિંગ કરાવવાની તેમની ક્ષમતા ભારતીય ટીમ માટે ઉપયોગી બની શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણા પણ વિકલ્પ છે પરંતુ હાલ પ્રિન્સ યાદવની પસંદગીની શક્યતા વધુ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
Bright and sunny here at Trent Bridge as #TeamIndia begin training for the 3rd T20I against England.#ENGvIND pic.twitter.com/u1EiS6Az4u
— BCCI (@BCCI) July 6, 2026
ADVERTISEMENT
અર્શદીપ સિંહે અગાઉની મેચમાં શરૂઆતમાં બે મહત્વની વિકેટ ઝડપી હતી. જોકે ત્યારબાદ ઈંગ્લેન્ડના બેટરોએ તેમની સામે ઝડપથી રન બનાવ્યા હતા. ત્રીજી મેચમાં ભારતીય બોલરો માટે માત્ર વિકેટ લેવી જ નહીં પરંતુ અંતિમ ઓવરોમાં રન રોકવા પણ મોટો પડકાર રહેશે.
ADVERTISEMENT
15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ડેબ્યૂ મેચમાં માત્ર 14 રન બનાવ્યા હતા પરંતુ તેમની નિર્ભય બેટિંગે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જોફ્રા આર્ચર જેવા ઝડપી બોલર સામે છગ્ગા ફટકારી તેમણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ટ્રેન્ટ બ્રિજની બેટિંગ માટે અનુકૂળ પિચ પર તેમની પાસે મોટી ઇનિંગ રમવાની સારી તક છે.

આ પણ વાંચોઃ MS Dhoni 45th Birthday: MS ધોની ફોન કેમ નથી ઉપાડતો, આજે માહીના જન્મદિવસે જાણો 7 આશ્ચર્યજનક તથ્યો
અભિષેક શર્મા આ પ્રવાસ દરમિયાન સતત આક્રમક બેટિંગ કરી રહ્યા છે. છેલ્લી બે ઇનિંગ્સમાં તેમણે 59 અને 43 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી છે. જો વૈભવ અને અભિષેકની ઓપનિંગ જોડી મોટી ભાગીદારી કરે તો ભારત શરૂઆતથી જ ઈંગ્લેન્ડ પર દબાણ બનાવી શકે છે.
શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ભારતીય ટીમ હજુ સુધી જીત મેળવી શકી નથી. ચાર મેચોમાં ત્રણ હાર અને એક મેચ વરસાદના કારણે રદ થઈ છે. તેથી આ મેચ માત્ર શ્રેણીમાં ટકી રહેવા માટે જ નહીં પરંતુ કપ્તાન તરીકે શ્રેયસ અય્યરની પ્રતિષ્ઠા માટે પણ મહત્વપૂર્ણ છે.
અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કપ્તાન), તિલક વર્મા, શિવમ દુબે, હર્ષિત રાણા, અક્ષર પટેલ, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.
ફિલ સોલ્ટ, જોશ બટલર, હેરી બ્રૂક, જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયમ ડોસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને જોશ ટંગ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.