બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદનો ચુકાદો HCએ રાખ્યો યથાવત

BREAKING / 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદનો ચુકાદો HCએ રાખ્યો યથાવત

Priykant Shrimali

Last Updated: 11:44 AM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad 2008 Serial Blast Case : હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય યથાવત રાખતાં 38 દોષિતોને ફટકારાયેલી ફાંસીની સજા અને 11 દોષિતોને આપવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત રાખી

Ahmedabad 2008 Serial Blast Case : અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય યથાવત રાખતાં 38 દોષિતોને ફટકારાયેલી ફાંસીની સજા અને 11 દોષિતોને આપવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત રાખી છે. સાથે જ દોષિતોની તમામ અપીલો ફગાવી દેવામાં આવી છે.

જાણો શું કહ્યું હાઇકોર્ટે ?

હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને 5 લાખ રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર 31 માર્ચ, 2027 સુધીમાં ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે વર્ષ 2022માં આપેલો ચુકાદો દેશના ન્યાયિક ઇતિહાસમાં નોંધપાત્ર માનવામાં આવ્યો હતો, કારણ કે એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદ શહેરના 20 અલગ-અલગ સ્થળોએ થયેલા 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા.

આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવામાં આવી હતી. વર્ષ 2022માં સેશન્સ કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે 29 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે ફાંસીની સજાની પુષ્ટિ માટે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો, જ્યારે દોષિતોએ પણ સજા સામે અપીલ કરી હતી. ચુકાદાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોર્ટમાં પ્રવેશતા દરેક મુલાકાતીની તપાસ કરવામાં આવી હતી, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડને પણ તૈનાત રાખવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે મુકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, બે ડેમ ઓવરફ્લો, સુરતમાં શાળાઓ બંધ, અમરેલીમાં ટ્રેન રદ

હાઇકોર્ટના આ ચુકાદા બાદ હવે આગળની કાનૂની પ્રક્રિયા તરીકે દોષિતો પાસે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. જો તેઓ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે તો ત્યાં આ કેસની વધુ સુનાવણી થશે. હાલ માટે ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને સંપૂર્ણ માન્યતા આપીને તેને યથાવત રાખ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Serial Blast Case Gujarat High Court Verdict Ahmedabad 2008 Serial Blast Case
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ