ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / ઈન્ડોનેશિયામાં PM મોદીનું જોરદાર સ્વાગત થયું, જાણો આ મુલાકાતથી ભારતને શું મળશે?

વિશ્વ / ઈન્ડોનેશિયામાં PM મોદીનું જોરદાર સ્વાગત થયું, જાણો આ મુલાકાતથી ભારતને શું મળશે?

Published By: Parth Joshi

Last Updated: 11:05 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6-8 જુલાઈ 2026 દરમિયાન ઇન્ડોનેશિયાની મુલાકાતે છે. પીએમ મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. જેમાં ડિફેન્સ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થશે.

ADVERTISEMENT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા. અહીંયા પહોંચતા જ ઇન્ડોનેશિયાના ફાઇટર જેટ્સે તેમના વિમાનને એસ્કોર્ટ કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીનો આ ત્રીજો ઇન્ડોનેશિયા પ્રવાસ છે. અહીંયા એરપોર્ટ પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ તેમનું સ્વાગત કર્યું હતું.

આ બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં આશરે 2500 કરોડ રૂપિયાના બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ડીલ થઈ શકે છે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનન પણ જશે.

જેમાં આ મંદિર 9મી સદીમાં બનાવામાં આવ્યું હતું. આ મંદિર બ્રહ્મા,વિષ્ણુ મહેશને સમર્પિત છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેઝ લિસ્ટમાં સામેલ છે. ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. પણ અહિંયાની સાંસ્કૃતિક વારસા પર હિન્દુ-બૌદ્ધ સભ્યતાની છાપ જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં રામલીલા થાય છે, ગરુડ એરલાઇન છે.

  • ડિફેન્સમાં શું થશે લાભ?

ભારત અને ઇન્ડોનેશિયાએ બંને દેશો પહેલાથી જ સંયુક્ત લશ્કરી કવાયતો કરી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેમની સંખ્યા અને સ્કેલ વધી શકે છે. આ સિવાય બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનું ઇન્ડોનેશિયામાં એક્સપોર્ટ કે કો પ્રોડક્શન વધી શકે છે. જેમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે લગભગ 2500 કરોડના બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ સિસ્ટમની ડીલ થઇ શકે છે. જેમાં નેવીના જહાજો, રડાર અને ડ્રોન જેવા ક્ષેત્રોમાં પણ સહયોગ વધુ ગાઢ બનશે. આ સાથેઇન્ડોનેશિયા સાથે સંકલન વધારવાથી આંદામાન-નિકોબાર અને મલક્કા પ્રદેશોમાં ભારતની સુરક્ષા મજબૂત થશે.

  • સ્ટ્રેટેજિક લાભો

ભારત અને ઇન્ડોનેશિયા બંને ઇન્ડો-પ્રશાંત ક્ષેત્રના મુખ્ય દેશો છે. પીએમ મોદીની મુલાકાત બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. તેનાથી આ રીઝનમાં સ્થિરતા વધશે અને દરિયાઈ માર્ગો (જેમ કે મલક્કા સ્ટ્રેટ) ની સુરક્ષા મજબૂત થશે. જેમાં બંને દેશોની નૌકાદળો દરિયાઈ સુરક્ષા, એન્ટી પાઈરસી ઓપરેશન અને હિંદ મહાસાગરની દેખરેખ પર સાથે મળીને કામ કરશે. આ સિવાય ચીનની વધતી એક્ટિવિટી (દક્ષિણ ચીન સમુદ્ર વિવાદ) વચ્ચે, ઇન્ડોનેશિયા જેવા મુખ્ય પાડોશી સાથે મજબૂત સંબંધો ભારત માટે વ્યૂહાત્મક સંતુલન પૂરું પાડે છે. આ ભારતની "એક્ટ ઇસ્ટ પોલિસી" અને ક્વાડ જેવી પહેલોને સમર્થન આપે છે.

  • ઇકૉનિમક લાભો

ભારત અને ઇન્ડોનેશિયા બંને દેશો વચ્ચે વેપાર હાલમાં વધી રહ્યો છે. પીએમ મોદીની મુલાકાત દરમિયાન નવા કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે, જેનાથી નિકાસ (ફાર્માસ્યુટિકલ્સ, આઇટી, ઓટોમોબાઇલ્સ, વગેરે) વધશે. જેમાં ઇન્ડોનેશિયા ઝડપથી વિકસતું અર્થતંત્ર ધરાવે છે. ભારતીય કંપનીઓ ત્યાં માળખાગત સુવિધાઓ, બંદર અને ઉર્જા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી શકે છે.

આ સિવાય ઇન્ડોનેશિયા નિકલ, કોબાલ્ટ અને બોક્સાઇટ જેવા મહત્વના ખનિજોનો મુખ્ય ઉત્પાદક છે. આ ભારતના ઇલેક્ટ્રિક વાહન (EV) બેટરી, રિન્યુએબલ એનર્જી અને હાઈ ટેક ઇન્ડસ્ટ્રી માટે જરૂરી છે. પીએમ મોદીની આ મુલાકાત સપ્લાય ચેઇનને સુરક્ષિત અને મજબૂત બનાવશે, જેનાથી ભારત ચીન પર તેની નિર્ભરતા ઘટાડી શકશે.

વધુ વાંચો : નીતિન નવીન વિશે પત્રકાર મિત્ર એ શેર કરી જૂની યાદો, PM મોદીએ શું આપ્યો પ્રતિભાવ

  • પ્રાદેશિક મહત્વ

ઇન્ડોનેશિયા એ આસિયાન (દક્ષિણપૂર્વ એશિયન રાષ્ટ્રોનું સંગઠન)નો સૌથી મોટો અને સૌથી પ્રભાવશાળી સભ્ય દેશ છે. જેમાં ઇન્ડોનેશિયા સાથેના મજબૂત સંબંધો ભારતના આસિયાન-ભારત સમિટ અને પૂર્વ એશિયા સમિટને મદદ આપશે. પીએમ મોદીની આ મુલાકાત રીઝનલ લીડર તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. તે ભારતની "નેબરહૂડ ફર્સ્ટ" અને "એક્ટ ઇસ્ટ" પોલિસીને આગળ વધારશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Strategic Partnership Indonesia Visit Narendra Modi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ