ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / મૂળ પગારમાં 65% વધારાની તૈયારી? જાણો HRA, TA અને DA મર્જરથી કેવી રીતે બદલાશે તમારી પે-સ્લિપ

8th Pay Commission / મૂળ પગારમાં 65% વધારાની તૈયારી? જાણો HRA, TA અને DA મર્જરથી કેવી રીતે બદલાશે તમારી પે-સ્લિપ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 03:37 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8th Pay Commission: 8મા પગાર પંચ અંગે વિવિધ સમાચાર સામે આવી રહ્યા છે. જુલાઈમાં ઘણા રાજ્યોમાં કર્મચારી સંગઠનો સાથે પણ બેઠકો યોજાશે.

ADVERTISEMENT

8th Pay Commission: 8મા પગાર પંચ અંગે વિવિધ સમાચાર સામે આવી રહ્યા છે. જુલાઈમાં ઘણા રાજ્યોમાં કર્મચારી સંગઠનો સાથે પણ બેઠકો યોજાશે. આ બેઠકોમાં કેન્દ્રીય કર્મચારીઓ વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. ચાલો જાણીએ કે કયા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી રાહ જોવાતી 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે. કર્મચારી સંગઠનોની સતત માંગણીઓ વચ્ચે નવા પગાર પંચ હેઠળ પગાર વધારા માટે એક નવી ફોર્મ્યુલા સામે આવી છે, જે સરકારી કર્મચારીઓની ટેક-હોમ સેલેરીને એક નવા મુકામ પર લઇ જશે.

ઇટીની રીપોર્ટ, 8મા પગાર પંચમાં કર્મચારીઓના મૂળ પગારમાં 65% સુધીનો મોટો વધારો જોવા મળી શકે છે. વધુમાં મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA) અને મુસાફરી ભથ્થું (TA) માં ફેરફાર થવાથી પગારમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે, ખાસ કરીને લેવલ 1 ના એન્ટ્રી લેવલ કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે.

કર્મચારી સંગઠનો મોટા ફેરફારોની માંગ કેમ કરી રહ્યા છે?

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતી ઘણી સંસ્થાઓએ 8મા પગાર પંચને HRA, પરિવહન ભથ્થું, ફેમિલી યુનિટના નિયમો અને મોંઘવારી ભથ્થું (DA) માં સુધારો કરવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે, વર્તમાન પગાર માળખું હવે જીવનનિર્વાહના ખર્ચને સચોટ રીતે નથી દેખાડતું, ખાસ કરીને મોટા શહેરોમાં જ્યાં ઘર અને દૈનિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.

કર્મચારી યુનિયનો HRA માં કયા ફેરફારોની માંગ કરી રહ્યા છે?

મોટાભાગના કર્મચારી યુનિયનો 8મા પગાર પંચ હેઠળ હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં નોંધપાત્ર વધારો કરવાની માંગ કરી રહ્યા છે. જ્યારે AINPSEF એ X, Y અને Z શહેરો માટે અનુક્રમે 36%, 24% અને 12% HRA નો પ્રસ્તાવ મૂક્યો છે, ત્યારે અન્ય સંગઠનોએ ભવિષ્યમાં ડીએ વધારા સાથે જોડાયેલા 40%, 35% અને 30% ના હાઇ સ્લેબની ભલામણ કરી છે.

કર્મચારી યુનિયનો DA ને મૂળ પગાર સાથે કેમ મર્જ કરવા માંગે છે?

ઘણા કર્મચારી સંગઠનોએ 25% સુધી પહોંચ્યા પછી મોંઘવારી ભથ્થું (DA) ને મૂળ પગાર સાથે મર્જ કરવાની ભલામણ કરી છે. તેમનો તર્ક છે કે આ ભવિષ્યમાં પગાર સુધારા, ભથ્થાં અને પેન્શનની ગણતરી માટે એક મજબૂત આધાર પૂરો પાડશે અને સાથે પગાર મોઘવારી સાથે તાલમેલ બનાવી રાખશે.

લેવલ 1 કર્મચારીઓ માટે વર્તમાન અને પ્રસ્તાવિત પગાર?

હાલમાં X-શ્રેણીના શહેરમાં લેવલ 1 કર્મચારીને આશરે ₹37,080 નો કુલ માસિક પગાર મળે છે, જેમાં મૂળભૂત પગાર, DA, HRA અને પરિવહન ભથ્થું શામેલ છે. AINPSEF દરખાસ્ત હેઠળ 2.10 ના ફિટમેન્ટ ફેક્ટર, ઉચ્ચ HRA અને સુધારેલા TPTA લાગુ કર્યા પછી કુલ પગાર (ગ્રોસ સેલેરી) વધીને લગભગ ₹61,344 થઇ શકે છે.

પ્રસ્તાવિત 65% વધારાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

આ અંદાજિત વધારો ઘણા પરિબળો પર આધારિત છે - 2.10 નો ફિટમેન્ટ ફેક્ટર, 36% HRA, ₹9,000 ટ્રાન્સપોર્ટ ભથ્થું અને સુધારેલા મૂળ પગાર પર 2% DA. આ ફેરફારો અંદાજિત કુલ પગાર ₹37,080 થી વધારીને ₹61,344 કરે છે, જે કુલ આશરે 65% નો વધારો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ બિઝનેસ / શું ફરી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ? આવનારા 10 દિવસમાં નવાજૂનીના સંકેત!

શું આ પગાર વધારાની દરખાસ્તો ફાઇનલ છે?

ના. આ કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી ભલામણો છે અને સરકારે હજુ સુધી તેનો સ્વીકાર કર્યો નથી. 8મા પગાર પંચે હજુ સુધી તેના રીપોર્ટને અંતિમ સ્વરૂપ આપ્યું નથી, અને સરકાર ફિટમેન્ટ ફેક્ટર, HRA, પરિવહન ભથ્થું, DA મર્જર અને અન્ય પગાર ફેરફારો પર અંતિમ નિર્ણય લેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salary Government Employees 8th Pay Commission

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ