બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / નોકરી જવા પર સરકાર આપશે 90 દિવસના પૈસા, 30 જૂન 2027 સુધી થઇ યોજનાની ડેડલાઈન

કામની વાત / નોકરી જવા પર સરકાર આપશે 90 દિવસના પૈસા, 30 જૂન 2027 સુધી થઇ યોજનાની ડેડલાઈન

Nirav Kumar

Last Updated: 04:28 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના એક વર્ષ માટે લંબાવી છે. આ યોજના 30 જૂન 2026 ના રોજ સમાપ્ત થવાની હતી પરંતુ સરકારે તેને વધુ એક વર્ષ માટે લંબાવી છે.

નોકરી છૂટી જવા પર કેન્દ્ર સરકાર સહાય પૂરી પાડી રહી છે. જેમાં ESIC એ અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના (ABIY) ને જૂન 2027 સુધી લંબાવવામાં આવી છે. આ યોજનામાં પાત્ર વીમાધારક વર્કરને નોકરી છૂટી જવા પર પૈસા મળે છે. જેમાં તેમને તેમના એમ્પ્લોયરની મુલાકાત લેવાની પણ જરૂર નથી. આમ તે સરળતાથી ESIC બ્રાન્ચ દ્વારા કરી શકાય છે. આ યોજના 30 જૂન 2026 ના રોજ સમાપ્ત થવાની હતી પરંતુ સરકારે તેને વધુ એક વર્ષ માટે લંબાવી છે. અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજનાથી વીમાધારક વર્કરને તેમના દૈનિક ખર્ચને પૂરો કરવા માટે અમુક સમયગાળા માટે પૈસા મળે છે.

  • નિર્ણય ક્યારે લેવાયો?

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી ESIC ની 198મી બેઠકમાં આ એક્સટેન્સનને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હવે 1 જુલાઈ 2026 થી 30 જૂન 2027 સુધી લાગુ રહેશે.

  • શું છે અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના?

આ યોજનાનો લાભ લેવા માટે કર્મચારીએ ESIC માં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તેઓ ઓછામાં ઓછા બે વર્ષ સુધી વીમાકૃત એમ્પ્લોયમેન્ટ હોવા જોઈએ. જેમાં નોકરી ગુમાવ્યા પબાદ સરકાર વીમાધારકના પગારના 50 ટકા 90 દિવસ માટે આપે છે. આ સહાય લાઈફમાં માત્ર એક જ વાર મળે છે.

વધુ વાંચો : મૂળ પગારમાં 65% વધારાની તૈયારી? જાણો HRA, TA અને DA મર્જરથી કેવી રીતે બદલાશે

  • ESIC નું કાર્ય શું ?

ESIC એ EPFO ​​થી સંપૂર્ણરીતે અલગ છે. જેમાં આ કંપનીનું પ્રાથમિક ધ્યાન મેડિકલ કેર અને સોશિયલ સિક્યોરિટી છે. જેમાં કર્મચારીઓને ESI કાયદા હેઠળ કવરેજ મળે છે. આ સંસ્થા મેડિકલ સંભાળ, માંદગી, પ્રસૂતિ, અપંગતા અને બેરોજગારી ભથ્થાં પૂરા પાડે છે. જેમાં નોકરી ગુમાવવાના કિસ્સામાં અટલ વીમાકૃત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ પૈસા પૂરા પાડવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Central Government ABIY Job Loss
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ