બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઘટ્યું, સોનાના ભંડારમાં પણ ઘટાડો

બિઝનેસ / ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઘટ્યું, સોનાના ભંડારમાં પણ ઘટાડો

Nirav Kumar

Last Updated: 11:25 AM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયાની ઈકોનોમી માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જેમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ અને ગોલ્ડ રિઝર્વમાં મોટો ઘટાડો થયો છે. ફોરેન એક્સચેન્જ 5.654 અરબ ડોલર ઘટ્યું છે અને સોનું 5.394 અરબ ડોલર ઘટ્યું છે.

ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વ અને સોનાના ભંડારમાં મોટો ઘટાડો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા ડેટા મુજબ 26 જૂન, 2026 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનો ફોરેન એક્સચેન્જ રિઝર્વ 5.654 અરબ ડોલર ઘટીને 666.933 અરબ ડોલર થયુ છે, જે પાછલા સપ્તાહમાં 963 મિલિયન વધીને 672.587 બિલિયન ડોલર થયુ હતું. RBI એ જણાવ્યું હતું કે ફોરેન એક્સચેન્જ સંપત્તિ જે રિઝર્વનો સૌથી મોટું ઘટક છે તેમાં 150 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે અને 541.067 અરબ ડોલર થઈ ગયુ છે. ફોરેન એક્સચેન્જ સંપત્તિમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ ચલણોના મૂલ્યમાં વધઘટથી પણ ફોરેન એક્સચેન્જ રિઝર્વ પર અસર પડી.

  • સોનાના રિઝર્વમાં મોટો ઘટાડો

આ સિવાય સોનાના ભંડારમાં એક અઠવાડિયામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સોનાનો ભંડાર 5.394 અરબ ઘટીને 102.536 અરબ ડોલર થયુ છે. સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDRs) નું વેલ્યુ 89 મિલિયન ડોલર ઘટીને 18.558 અરબ ડોલર થયું છે. આ સિવાય IMF પાસે ભારતની રિઝર્વ સ્થિતિ પણ 21 મિલિયન ડોલર ઘટીને 4.7772 અરબ ડોલર થયુ છે.

vtv hiring
  • ફેબ્રુઆરીમાં ફોરેન રિઝર્વ હાઈ લેવલ પર હતું

27 ફેબ્રુઆરી 2026 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો ફોરેન એક્સચેન્જ રિઝર્વ 728.494 અરબ ડોલરના રેકોર્ડ ઊંચા સ્તરે હતું. પણ મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને સંઘર્ષને કારણે રૂપિયો પ્રેશરમાં આવ્યો હતો. ત્યાર બાદ RBI એ રૂપિયાના ઘટાડાને કંટ્રોલ કરવા માટે અનેક પગલાં લીવાયા હતા. જેમાં ડોલર વેચવાનો સમાવેશ થાય છે. આથી કારણે ફોરેન રિઝર્વમાં ઘટાડો થયો છે.

વધુ વાંચો : પૈસા તૈયાર રાખજો... દારુ બનાવતી કંપની લાવી રહી છે IPO, ફક્ત મંજૂરીની રાહ

  • સોનાના રિઝર્વમાં ઘટાડો કેમ?

દેશમાં ઇમરજન્સીની સ્થિતિ ઓછી કરવા માટે PM નરેન્દ્ર મોદીએ 11 મેના રોજ નાગરિકોને વિદેશી ખર્ચ ઘટાડવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે વિદેશ મુસાફરી ઘટાડવા, પેટ્રોલ અને ડીઝલ વાહનોનો ઉપયોગ ઘટાડવા અને સોનું ખરીદવાનું બંધ કરવાની અપીલ કરી હતી. ત્યાર બાદ સોનાની આયાત જકાતમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધે સોનાની આયાતમાં ઘટાડો થયો હતો અને સોનાના રિઝર્વમાં ઘટાડો થયો હતો.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Economy Foreign Exchange Gold Reserves
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ