બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / હકાભાના આરોપોનો નિલેશ એરવાડિયાએ આપ્યો જવાબ, મને પણ મળી કરોડોની ઑફર, આંદોલન તોડવાના રોજ પ્રયાસ થતા
Last Updated: 11:31 AM, 4 July 2026
Hakabha Gadhvi Vs Nilesh Aerwadiya : મોરબીના જેતપર આંદોલનને લઈ દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. તાજેતરમાં હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવડિયા પર આક્ષેપ કર્યા બાદ હવે મામલો વધુ ગરમાયો છે. હાલની સ્થિતિ જોતાં હકાભા ગઢવી અને નિલેશ એરવડિયા વચ્ચે રીતસરનું વાકયુદ્ધ જામ્યું છે. બંને તરફ હાલ આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દોર યથાવત છે. હકાભા ગઢવીએ કહ્યું હતું કે, નિલેશ એરવાડીયાએ ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો તો આ તરફ નિલેશ એરવડિયાએ કહ્યું કે, આરોપ કોઇપણ કરી શકે, પુરાવો આપવો પડે, પુરાવા વગરના આક્ષેપોથી આંદોલન નહીં અટકે.
ADVERTISEMENT
નિલેશ એરવાડિયાએ ખેડૂત આંદોલનના બદલામાં 25 કરોડ માંગવા માંગતો હતો, હકાભાએ કર્યો ખુલાસો#HakabhaGadhvi #NileshAervadiya #FarmersProtest #GujaratPolitics #VTVDigital pic.twitter.com/4KQdRnHMbP
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
આવો જાણીએ શું કહ્યું નિલેશ એરવડિયાએ ?
ADVERTISEMENT
મોરબી જિલ્લાના જેતપર ખેડૂત આંદોલનને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે આંદોલનકારી નિલેશ એરવડિયાએ હકાભા ગઢવીના આરોપો અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ આક્ષેપ કરી શકે છે, પરંતુ તે આક્ષેપોને પુરાવા સાથે સાબિત કરવું પણ એટલું જ જરૂરી છે. નિલેશ એરવડિયાના જણાવ્યા મુજબ હાલ ખેડૂત આંદોલનને નબળું પાડવા માટે વિવિધ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં ખેડૂતો પોતાની લડતમાંથી પાછળ હટવાના નથી અને ન્યાય માટેનું આંદોલન સતત ચાલુ રહેશે.
હકાભાના નિવેદન પર નિલેશ એરવડિયાની પ્રતિક્રિયા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
મારી પર આક્ષેપ કોઈપણ કરી શકે છે, આંદોલનને તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે,
પુરાવા આપીને સાબિત કરે, આક્ષેપ કોઈપણ કરી શકે છે, મને પણ રૂપિયાની ઓફર
થઈ રહી છે, ગુજરાતમાં ખેડૂતો જાગી ગયા છે, કોઈપણ લાલચમાં આવ્યા
વગર ન્યાયની વાત કરશે, અમારી… pic.twitter.com/lMNlZOvQSF
ADVERTISEMENT
આ સાથે તેમણે વધુમાં દાવો કર્યો કે, તેમને કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે, છતાં તેઓ કોઈપણ પ્રકારના દબાણ કે લાલચમાં આવ્યા વગર ખેડૂતોના હિત માટે સંઘર્ષ ચાલુ રાખશે. સ્વાસ્થ્ય અંગે ઉઠતા પ્રશ્નોના જવાબમાં નિલેશ એરવડિયાએ જણાવ્યું કે, સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી મેડિકલ ટીમ સતત તેમની દેખરેખ રાખી રહી છે. દર ત્રણથી ચાર કલાકે જરૂરી તબીબી તપાસ કરવામાં આવે છે અને તમામ રિપોર્ટ ઉપલબ્ધ છે. કોઈને પણ શંકા હોય તો તે રિપોર્ટ જોઈ શકે છે. તેમણે અંતમાં જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો હવે પોતાના અધિકારો માટે જાગૃત બન્યા છે. કોઈપણ પ્રકારના આક્ષેપો કે અવરોધો વચ્ચે પણ આંદોલન ન્યાયની માંગ સાથે આગળ વધતું રહેશે.
નિલેશ એરવાડીયાએ આંદોલન કરતા ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે, હવે મારે બોલવું જ પડશે પહેલા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
મને હતું કે હું બોલીશ તો આંદોલન તૂટી જશે, નિલેશ ભાઈને
મેં કીધું સરકાર બોલાવે છે તો આપણે મળવા જવું જોઈએઃ હકાભા ગઢવી#HakabhaGadhvi #NileshAervadiya #FarmersProtest #GujaratPolitics… pic.twitter.com/c12ByNwKEq
ADVERTISEMENT
હવે જાણો હકાભા ગઢવીએ શું આક્ષેપ કર્યા હતા ?
હકાભા ગઢવીએ જણાવ્યું કે તેમણે નિલેશ એરવાડીયાને કહ્યું હતું કે જો સરકાર ચર્ચા માટે બોલાવે તો પ્રતિનિધિમંડળે મળવા જવું જોઈએ. જોકે તેમના જણાવ્યા મુજબ નિલેશ એરવાડીયાએ જવાબ આપ્યો હતો કે "એમાં આપણને શું મળે?" ત્યારબાદ હકાભાના દાવા મુજબ નિલેશ એરવાડીયાએ સરકાર સાથે વાતચીત થાય તો 25 કરોડ રૂપિયા માંગવાના હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં, સરકાર સાથે બેઠકમાં જવા માટે 2 કરોડ રૂપિયા એડવાન્સ આપવાના હોવાની પણ વાત કરી હતી. હકાભાના કહેવા મુજબ તેમને 1 કરોડ રૂપિયા આપવાની ઓફર પણ કરવામાં આવી હતી. આ વાત સાંભળ્યા પછી તેમને આખી રાત ઊંઘ આવી નહોતી અને તેમને લાગ્યું કે આ વ્યક્તિ આખી સમિતિ અને ખેડૂત આંદોલનને નુકસાન પહોંચાડશે.
ADVERTISEMENT
હકાભા ગઢવીએ આંદોલન મામલે કેટલાક ખુલાસા કર્યા છે, નિલેશ એરવાડિયા સહિતના ખેડૂત આગેવાનો પર ગંભીર આરોપો લગાવ્યા#HakabhaGadhvi #FarmersProtest #NileshAervadiya #GujaratPolitics #FarmerNews #VTVDigital pic.twitter.com/Pm6150BOr4
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
"મારે કોની પાસે જવું?''
ADVERTISEMENT
હકાભાએ વધુમાં જણાવ્યું કે આ વાતનો પુરાવો રહે તે માટે તેમણે ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ કર્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે, "મારે કોની પાસે જવું? એટલે મેં પ્રૂફ માટે ફોન કર્યો અને રેકોર્ડિંગ કર્યું." તેમણે સમાજને સંબોધતા કહ્યું કે જો સમાજમાં આવા "વિભીષણ" હોય તો તેમને ઓળખવા જરૂરી છે. હકાભાએ પોતાના તમામ આક્ષેપો જાહેર કરતાં કહ્યું કે તેઓ ખેડૂત હિત માટે જ આંદોલનમાં જોડાયા હતા અને સત્યની લડાઈ લડી રહ્યા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
હકાભા ગઢવીએ જણાવ્યું કે 21 જૂને તેમને એલિસભાઈએ બોલાવ્યા હતા અને ત્યારથી તેઓ ખેડૂત આંદોલન સાથે જોડાયેલા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમણે આ સમગ્ર ઘટનાક્રમમાં એકપણ રૂપિયા લીધા નથી.
નિલેશ એરવાડિયાએ ખેડૂત આંદોલનના બદલામાં 25 કરોડ માંગવા માંગતો હતો, હકાભાએ કર્યો ખુલાસો#HakabhaGadhvi #NileshAervadiya #FarmersProtest #GujaratPolitics #VTVDigital pic.twitter.com/b9ZOmIJoLe
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
જેતપરના ખેડૂતો અને સ્થાનિક લોકોએ તેમને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું અને બીજા દિવસે પણ તેઓ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ત્યાં ગયા હતા. જોકે ત્યારબાદ તેમને એવી ચર્ચાઓ સાંભળવા મળી કે તેઓ ભાજપના માણસ છે અને આંદોલનને વિખેરવા માટે હકાભા ત્યાંથી ખસી ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.