બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / રામ મંદિર દાન ચોરી મામલો, શંકરાચાર્યએ તોડ્યું મૌન, મંદિર સંચાલનને લઈ ઉઠાવ્યા સવાલો
Last Updated: 12:24 PM, 4 July 2026
Shankaracharya Sadanand Saraswati : અયોધ્યાના શ્રીરામ મંદિરને લઈને ચાલી રહેલા વિવાદ અને મંદિર વ્યવસ્થાના મુદ્દે શ્રીદ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ મહત્વપૂર્ણ સ્પષ્ટીકરણ આપ્યું છે. શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી જણાવ્યું કે, મંદિરના દાન અને વ્યવસ્થાપન સંબંધિત જે આક્ષેપો સામે આવી રહ્યા છે તે દુઃખદ અને ચિંતાજનક છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સમગ્ર દેશના ધાર્મિક સ્થળોના સંચાલન માટે સ્વતંત્ર અને સર્વમાન્ય ‘સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ’ અથવા ‘સનાતન બોર્ડ’ની રચના થવી જોઈએ.
ADVERTISEMENT
શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ કહ્યું કે, ધાર્મિક સ્થળોનું સંચાલન એવા લોકોના હાથમાં હોવું જોઈએ જેમને શાસ્ત્રો, પરંપરાઓ અને ધાર્મિક વિધિ-વિધાનોનું જ્ઞાન હોય. માત્ર વહીવટી દૃષ્ટિકોણથી મંદિરનું સંચાલન કરવાથી ધાર્મિક મૂલ્યો અને પરંપરાઓને યોગ્ય રીતે જાળવી શકાતી નથી. તેમના મતે અયોગ્ય વ્યક્તિઓને જવાબદારી સોંપવામાં આવે ત્યારે જ આવી વિવાદાસ્પદ પરિસ્થિતિઓ સર્જાય છે.
ADVERTISEMENT
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, અયોધ્યા, દ્વારકા, બદ્રીનાથ અને તિરુપતિ જેવા ધર્મસ્થળો કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને આધ્યાત્મિક શક્તિના કેન્દ્રો છે. પરંતુ સરકારો અને રાજકીય તંત્ર ઘણી વખત આવા સ્થળોને માત્ર પર્યટન કેન્દ્ર તરીકે જુએ છે, જ્યારે ધાર્મિક દૃષ્ટિએ તે ઋષિ-મુનિઓની તપોભૂમિ અને આધ્યાત્મિક ઉર્જાના સ્ત્રોત છે.
ADVERTISEMENT
અયોધ્યા નગરીને લઇ શું બોલ્યા દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી?#Ayodhya #Shankaracharya #SwamiSadanandSaraswati #DwarkaPeeth #IndiaNews #VTVDigital pic.twitter.com/7QgWqg7YjR
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
શંકરાચાર્યજીએ ભારપૂર્વક કહ્યું કે, સનાતન બોર્ડની રચના સર્વસંમતિથી થવી જોઈએ અને તેમાં દેશના સર્વમાન્ય તથા નિર્વિવાદ આચાર્યોનો સમાવેશ કરવો જોઈએ. ચારેય શંકરાચાર્યો, પાંચ વૈષ્ણવાચાર્યો તથા અન્ય માન્ય સંતો અને આચાર્યોને તેમાં સ્થાન આપવામાં આવે જેથી ધાર્મિક સ્થળોનું સંચાલન ધાર્મિક પરંપરા અને શાસ્ત્રીય સિદ્ધાંતો અનુસાર થઈ શકે.
ADVERTISEMENT
આ સાથે તેમણે રામાયણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, કોઈપણ જવાબદારી યોગ્ય અને સક્ષમ વ્યક્તિને જ સોંપવી જોઈએ. જો જવાબદારી અયોગ્ય લોકોના હાથમાં આપવામાં આવે તો તેનું પરિણામ સમાજ અને ધર્મ બંને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ મુદ્દો રાજનીતિનો નહીં પરંતુ ધર્મનીતિનો વિષય છે અને તેનો ઉકેલ પણ ધાર્મિક સિદ્ધાંતોના આધારે જ શોધવો જોઈએ.
આ પણ વાંચો : રામ મંદિરને લગતા નિયમો બદલાયા, આ વસ્તુઓ મંદિર પરિસરમાં લઈ જવા પર પ્રતિબંધ, ડ્રેસ કોડને લઈને પણ બન્યો નિયમ
ADVERTISEMENT
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારો ધર્મનિરપેક્ષ હોય છે, તેથી મંદિર સંચાલન પર તેમનો કાબૂ હોવો યોગ્ય નથી. તેમણે દલીલ કરી કે મસ્જિદો, ચર્ચો અને ગુરુદ્વારાઓના સંચાલનમાં સરકાર સીધો હસ્તક્ષેપ કરતી નથી, તો પછી માત્ર હિંદુ મંદિરો પર જ સરકારી નિયંત્રણ કેમ હોવું જોઈએ? તેમના મતે મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરીને યોગ્ય ધાર્મિક સંસ્થાઓ અને આચાર્યોને તેનું સંચાલન સોંપવું જોઈએ. તેમણે અંતમાં કહ્યું કે અયોધ્યામાં જે પ્રકારની ઘટના સામે આવી છે તેનાથી આસ્થાવાન લોકોમાં દુઃખ અને નિરાશા ફેલાઈ છે. ભવિષ્યમાં કોઈપણ ધર્મસ્થળ પર આવી સ્થિતિ ન સર્જાય તે માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના આજના સમયની જરૂરિયાત બની ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.